ETV Bharat / city

રાજકોટમાં આવાસ યોજનામાં પાણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ

author img

By

Published : Jan 14, 2021, 7:05 PM IST

જિલ્લાના કાલાવડ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજના ખાતે આજે ગુરુવારે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. મુખ્યત્વે પાણી મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગત 3 મહિનાથી આવાસ યોજનામાં પાણી નહિવત આવતું હોવાના કારણે આજે ગુરુવારે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને હાથમાં લઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

ETV BHARAT
રાજકોટમાં આવાસ યોજનામાં પાણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ

  • રાજકોટમાં પાણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ
  • સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું જણાવ્યું
  • હાથમાં બેડા લઇને નોંધાવ્યો વિરોધ

રાજકોટઃ જિલ્લાના કાલાવડ રોડ પર આવેલા વીર સાવરકર આવાસ યોજના ખાતે આજે ગુરુવારે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. મુખ્યત્વે પાણી મુદ્દે સ્થાનિકોએ વિરોધ નોંધાવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગત 3 મહિનાથી આવાસ યોજનામાં પાણી નહિવત આવતું હોવાના કારણે આજે ગુરુવારે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને હાથમાં લઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટમાં આવાસ યોજનામાં પાણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ

3 મહિનાથી પાણી નથી આવતુંઃ સ્થાનિકો

રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલી વીર સાવરકર આવાસ યોજનામાં ગત કેટલાક દિવસથી પાણી નહીં આવતું હોવાના કારણે આજે ગુરુવારે આવાસ યોજના ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા અને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત ગત 3 મહિનાથી પાણી ન આવતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવામાં આવ્યું હતું.

આવાસ યોજનામાં 1,020 જેટલા ફ્લેટ

કાલાવડ રોડ ખાતે નિર્માણ થયેલી આવાસ યોજનામાં 1,020 જેટલા ફ્લેટ છે. જેમાં 5,000 કરતાં વધુ લોકો વસવાટ કરે છે. હાલ પાણીની વ્યવસ્થા માટે આવસ યોજનાના સ્થાનિકો બહારથી ટેન્કર મંગાવતા હોવાનું જણાવી રહ્યા છે. આ સાથે જ સ્થાનિકોએ ગત 5 વર્ષથી આવાસ યોજનામાં પાણી, ગંદકી, લિફ્ટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.