ગુજરાત

gujarat

વરસાદ ખેંચાતા ખાદ્યતેલના ભાવમાં થયો વધારો, સિંગતેલના ડબ્બે રૂપિયા 10 વધ્યા

By

Published : Aug 26, 2021, 7:58 PM IST

ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ આવ્યા બાદ એકાએક વરસાદ પાછો ખેંચાયો છે. ત્યારે વરસાદ પાછો ખેંચવાના કારણે ખાદ્યતેલના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં આજે સિંગતેલના 15 કિલોના ડબ્બે રૂપિયા 10નો વધારો જોવા મળ્યો છે.

વરસાદ ખેંચાતા ખાદ્યતેલના ભાવમાં થયો વધારો
વરસાદ ખેંચાતા ખાદ્યતેલના ભાવમાં થયો વધારો

  • સિંગતેલના 15 કિલોના ડબ્બે રૂપિયા 10નો વધારો જોવા મળ્યો છે
  • સિંગતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
  • અગાઉ સિંગતેલના નવા ટીનના ભાવ રૂપિયા 2480થી 2510 હતા

રાજકોટઃ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ આવ્યા બાદ એકાએક વરસાદ પાછો ખેંચાયો છે. જેને લઇને ખેડૂતોને વાવણી કર્યા બાદ હવે પિયત માટેનું પાણી મળી નથી રહ્યું. ત્યારે આ પાક સુકાઇ જવાની ભીતિ સર્જાઇ રહી છે. એવામાં વરસાદ પાછો ખેંચવાના કારણે ખાદ્યતેલના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સિંગતેલના 15 કિલોના ડબ્બે રૂપિયા 10નો વધારો જોવા મળ્યો છે. જ્યારે અગાઉ રક્ષાબંધન સહિતના તહેવારો પૂર્વે ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ હવે વરસાદ પાછો ખેંચાતા ફરી ખાદ્યતેલમાં ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- તહેવાર પૂર્વે સિંગ અને કપાસિયા તેલના ભાવ થયા સરખા, ડબ્બાનો ભાવ રૂપિયા 2500

સિંગતેલના ડબ્બે રૂપિયા 10નો વધારો

સિંગતેલના 15 કિલોના ડબ્બામાં રૂપિયા 10નો વધારો જોવા મળ્યો છે. જેમાં સિંગતેલ લુઝ(50 કિ.ગ્રા.)ના ભાવ રૂપિયા 1540 હતો. જે આજે વધીને રૂપિયા 1550 થયા હતા. જ્યારે અગાઉ સિંગતેલના નવા ટીનના ભાવ રૂપિયા 2480થી 2510 હતા. જે ભાવ વધારા બાદ રૂપિયા 2490થી 2520ની સપાટી પર જોવા મળ્યા હતા. આગામી બે-ત્રણ દિવસમાં જ જન્માષ્ટમીનો તહેવાર આવવાનો છે. એવામાં સિંગતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- મોંઘવારીનો માર: Food Oilના ભાવમાં ફરી ભડકો

વરસાદ ખેંચતા કાચા માલની અછત સર્જાઈ

ખાદ્યતેલના ભાવમાં વધારો થવા પાછળ એવું માનવામાં આવી રહ્યું છે કે, સ્થાનિક બજારમાં વરસાદ ખેંચાતા કાચા માલની અછત સર્જાઈ છે. જેના કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તહેવારો પૂર્વે સિંગતેલના ભાવો વધ્યા બાદ વરસાદ ખેંચાતા સાતમ-આઠમના તહેવારો ટાણે ફરી સિંગતેલના ભાવો વધ્યા છે. જેને લઇને મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોનું બજેટ ફરી ખોરવાયું છે.

ABOUT THE AUTHOR

...view details