ગુજરાત

gujarat

Gujarat Budget 2022: ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ બજેટમાં રૂપાણીના રાજકોટને હળાહળ અન્યાય!

By

Published : Mar 3, 2022, 10:39 PM IST

ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ બજેટ (Gujarat Budget 2022)માં રાજકોટ માટે કોઇ ખાસ જાહેરાત કરવામાં આવી નથી. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજકોટને અન્યાય થયો હોવાની લાગણી પ્રવર્તી રહી છે. આ મામલે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ પ્રતિક્રિયા આપતા આ બજેટને મિશ્ર બજેટ ગણાવ્યું હતું.

Gujarat Budget 2022: ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ બજેટમાં રૂપાણીના રાજકોટને હળાહળ અન્યાય!
Gujarat Budget 2022: ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ બજેટમાં રૂપાણીના રાજકોટને હળાહળ અન્યાય!

રાજકોટ: રાજ્ય સરકારના નાણાંપ્રધાન કનુ દેસાઈએ આજે ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ (Gujarat Budget 2022) રજૂ કર્યું. આ બજેટમાં રાજકોટ માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે અગાઉ ભાજપ સરકારમાં રાજકોટના વિજય રૂપાણી મુખ્યપ્રધાન હતા (Vijay Rupani Ex CM Of Gujarat) તે સમયે મોટાભાગના વિકાસના કાર્યો માટે રાજકોટનું નામ મોખરે રહેતું હતું, પરંતુ હવે રૂપાણી સરકાર ગયા બાદ રાજકોટને હળાહળ અન્યાય થયો હોય તેવી લાગણી સામે આવી રહી છે.

ડૉ. હેમાંગ વસાવડાએ આ બજેટને મિશ્ર બજેટ ગણાવ્યું.

રાજકોટને બજેટમાં કઈ નથી મળ્યું: હેમાંગ વસાવડા

આજે રાજ્ય સરકારનું બજેટ જાહેર થયું છે. ત્યારે આ મામલેકોંગ્રેસના નેતા ડૉ. હેમાંગ વસાવડા (Congress Leader Hemang Vasavada)એ આ બજેટને મિશ્ર બજેટ કહ્યું હતું. આ સાથે જ વસાવડાએ Etv Bharatને જણાવ્યું હતું કે, આ બજેટમાં યુવાઓ માટે રોજગારી (Employment For Youth In Gujarat)ની કઈ જાહેરાત કરાઈ નથી. જ્યારે બજેટમાં વેરા યથાવત રાખવામાં આવ્યા છે, પરંતુ રૂપિયા ક્યાંથી આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ પણ વાંચો:Gujarat Budget 2022 : પીએમ મોદીની પ્રાથમિક શાળાની સાચવણી માટે પ્રેરણા કેન્દ્રને બજેટમાં 2 કરોડની ફાળવણી

500 બેડની મેટરનિટી હોસ્પિટલ માટે રૂપિયા 14 કરોડ

તેમણે જણાવ્યું કે, વિવિધ ક્ષેત્ર માટે કરોડો રૂપિયાના આંકની જાહેરાત કરાઈ છે, પરંતુ તેમાં પણ વિશેષ ક્યાં અને કેવી રીતે પૈસા વાપરવામાં આવશે તે નથી જણાવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, બજેટમાં રાજકોટ જિલ્લાના જસદણમાં મેડિકલ કોલેજ (medical college in jasdan) અને રાજકોટની PDU સિવિલ હોસ્પિટલ (pdu civil hospital rajkot)માં 500 બેડની મેટરનિટી હોસ્પિટલ માટે રૂપિયા 14 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:Congress Reaction On Gujarat Budget 2022 : કોંગ્રેસને લાગ્યું ભાઉને ખુશ કરતું અને જનતાને નિરાશ કરતું બજેટ

રાજકોટમાં જનાના હોસ્પિટલ અને AIIMS બની રહી છે

આ મામલે કોંગી નેતાએ જણાવ્યું હતું કે, અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા અહીં સુપર હોસ્પિટલની જાહેરાત કરાઈ હતી. જ્યારે હાલમાં જનાના હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે અને AIIMS બની રહી છે. આવામાં આ 500 બેડની હોસ્પિટલની ફરી જાહેરાત કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details