ETV Bharat / city

Congress Reaction On Gujarat Budget 2022 : કોંગ્રેસને લાગ્યું ભાઉને ખુશ કરતું અને જનતાને નિરાશ કરતું બજેટ

author img

By

Published : Mar 3, 2022, 9:09 PM IST

ગુજરાત કોગ્રેસ પ્રમુખ, વિરોધપક્ષ નેતા અને ધારાસભ્યોએ એકઅવાજે આજે રજૂ થયેલા ગુજરાત બજેટ 2022 - 23ને વખોડી (Gujarat Budget 2022 - 23 ) નાખ્યું છે. તેમણે કયા શબ્દોમાં પ્રતિક્રિયા (Congress Reaction On Gujarat Budget 2022 ) આપી તે જોવા કરો ક્લિક.

Congress Reaction On Gujarat Budget 2022 : કોંગ્રેસને લાગ્યું ભાઉને ખુશ કરતું અને જનતાને નિરાશ કરતું બજેટ
Congress Reaction On Gujarat Budget 2022 : કોંગ્રેસને લાગ્યું ભાઉને ખુશ કરતું અને જનતાને નિરાશ કરતું બજેટ

ગાંધીનગર : ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ વખત બજેટ (Gujarat Budget 2022 - 23 )રજૂ કરવામાં આવ્યું છે. નાણાંપ્રધાન કનુ દેસાઇએ કુલ 2,43,965 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે. બજેટ બાદ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે બજેટ દરમિયાન સી.આર.પાટીલ હાજર હતાં અને તેઓને ખુશ (Budget for C R Patil) કરવા માટેનું જ આ બજેટ છે. જ્યારે રાજ્યના નાગરિકો માટેનું આ બજેટ નથી (Congress Reaction On Gujarat Budget 2022 ) તેવા આક્ષેપો કર્યા હતાં.

ગુજરાત કોંગ્રેસના નેતાઓની બજેટ અંગે પ્રતિક્રિયાઓ

સામાન્ય લોકો માટેનું બજેટ નહીં

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ (Sukhram Rathva Reaction on Budget 2022) જણાવ્યું હતું કે આ બજેટ (Gujarat Budget 2022 - 23 )સામાન્ય લોકો માટે નથી. આ બજેટ ચૂંટણીલક્ષી છે. રાજ્ય સરકારે આરોગ્ય અને રમતગમત માટે જે ફાળવણી કરી છે તે ખૂબ જ ઓછી ફાળવણી કરવામાં આવી છે. જ્યારે અન્ય વિભાગોમાં પણ ખૂબ જ અગત્યની રીતે ફાળવણી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં બેરોજગારી ઘટાડવા માટેની કોઈ પણ પ્રકારની જોગવાઇ કરવામાં આવી નથી અને ખેડૂતો માટે નીચે યોજનાઓ દાખલ કરી છે તેમાં પણ ખૂબ જ ઓછી ફાળવણી કરી છે. સમગ્ર રીતે જોતાં આજનું બજેટ માત્ર અને માત્ર રાજકીય વચન અને પોતાની નાકામયાબી દેખાડવાનું (Congress Reaction On Gujarat Budget 2022 ) બજેટ છે.

સુખરામ રાઠવા અને અમિત ચાવડાના મતે બજેટ વખોડવાલાયક
સુખરામ રાઠવા અને અમિત ચાવડાના મતે બજેટ વખોડવાલાયક

સુરતને અનુલક્ષીને બજેટ

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ નિવેદન (Imram Khedavala Reaction On Budget 2022 ) આપ્યું હતું કે આ બજેટ (Gujarat Budget 2022 - 23 )ફક્ત ઇલેક્શનને અનુસંધાને જ બહાર પાડવામાં આવ્યું છે. બજેટમાં રોજગારીની એક પણ વાત કરવામાં આવી નથી. આરોગ્યની વાત કરવામાં આવી નથી. જ્યારે અમદાવાદ જેવા મોટા શહેરોમાં મોટી હોસ્પિટલો કરોડો રૂપિયા ખર્ચે તૈયાર કરવામાં આવી છે જેમાં આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ ચાલતા નથી. ત્યારે આ બાબતે પણ મોટી કોઇ જોગવાઇ કરવામાં આવી નથી. જ્યારે જોગવાઈ ન કરાઇ હોવાના કારણે આવનારા સમયમાં રાજ્ય સરકારના તમામ સરકારી હોસ્પિટલો ખાનગી કંપનીને આપી દે તેવી પણ વાત ઈમરાન ખેડાવાલાએ કરી હતી. જ્યારે આજના બજેટમાં લઘુમતી સમાજનો ક્યાંય પણ ઉલ્લેખ (Congress Reaction On Gujarat Budget 2022 ) કરવામાં આવ્યો નથી અને ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટ ફક્ત સુરત અને સુરત જિલ્લા માટે જ હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ Narmada Canal: નર્મદા કેનાલના હજુ કામ બાકી છે, સરકારે સ્વીકાર કર્યો

નિયમોનું ઉલ્લંઘન થયું : અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ (Amit chavda Reaction on Budget 2022) જણાવ્યું હતું કે બજેટમાં (Gujarat Budget 2022 - 23 ) ટકાવારી વસતીની ટકાવારી પ્રમાણે બજેટની જોગવાઇ કરવામાં આવતી હોય છે. પરંતુ આ રીતે કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. જેથી બજેટમાં પણ નિયમોનું ઉલ્લંઘન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તમામ સમાજની મજાક ઉડાડવામાં આવી છે. જ્યારે રાજ્યમાં છ હજારથી વધુ શાળાઓ બંધ છે. જ્યારે યુવાનો ખેડૂતો મહિલાઓ જે અપેક્ષા કરીને બેઠા હતાં તે કોઈપણ અપેક્ષાઓ પૂરી થઈ નથી યુવાનોને રોજગારી માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં(Congress Reaction On Gujarat Budget 2022 ) આવી નથી. નવી જીઆઈડીસીની પણ જાહેરાત કરવામાં આવી નથી ત્યારે આવા જ કોઇ ચોક્કસ લોકો માટેનું બજેટ છે.

આ પણ વાંચોઃ Mevani on Gujarat Budget 2022 : આ બજેટ યુવાઓની ઉપેક્ષા કરતું હોવાનું જણાવતાં જિગ્નેશ મેવાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.