ETV Bharat / state

Gujarat Budget 2022: કુલ 34,884 કરોડની શિક્ષણવિભાગ માટેની જોગવાઈઓ જાણો

author img

By

Published : Mar 3, 2022, 5:36 PM IST

Gujarat Budget 2022: ગુજરાત બજેટમાં શિક્ષણ વિભાગ 34,884 કરોડની જોગવાઈ, જાણો મહત્વની જોગવાઈઓ
Gujarat Budget 2022: ગુજરાત બજેટમાં શિક્ષણ વિભાગ 34,884 કરોડની જોગવાઈ, જાણો મહત્વની જોગવાઈઓ

ગુજરાત સરકાર દ્વારા 2022-23ના (Gujarat Budget 2022) બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 34,884 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા 2022-23 (Gujarat Budget 2022)ના શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 34,884 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, સામાજિક પછાત વર્ગો અને આદિજાતી વિકાસ માટે શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, સામાજિક પછાત વર્ગો અને આદિજાતિ વિકાસ માટે શિક્ષણ, ક્લાયમેન્ટ ચેન્જ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ સમાવેશ થયો છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

  • મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારાઓ માટે 1,188 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દૂધ સંજીવની યોજનાનો વ્યાપ વધારી જાંબુઘોડા અને મોરવા-હડફ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. અંદાજે 50 લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના(Mid-day meal plan for children), અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના (Milk Sanjeev scheme)અને સુખડી યોજનાનો લાભ આપવા માટે 1068 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓમાં તેમજ નવા ઓરડાઓના નિર્માણ માટેનું સઘન અભિયાન સરકારે હાથ ધર્યું છે હાલમાં 2500 ઓરડાનું કામ પ્રગતિ હેઠળ છે અને આગામી વર્ષે 10,000 નવા ઓરડાઓના નિર્માણનું લક્ષ્યાંક રાખેલ છે. આ માટે 937 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • રાઇટ ટુ એજયુકેશન એકટ (Right to Education Act)અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 629 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • અંદાજે 11 લાખ વિદ્યાર્થીઓને એસ.ટી.બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં( Education Budget 2022 )અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરા પાડવા 145 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત 129 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • છેવાડાના તથા અંતરિયાળ વિસ્તારોમાં ૨૪૫ ક્સ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી 27 હજાર જેટલી બાળાઓ માટે મફત રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે 122 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઘરથી શાળાનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવા 2.30,000 કરતાં વધુ પ્રાથમિક શાળાના બાળકોને શાળાએ લાવવા-લઇ જવા માટે 108 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • 50 જ્ઞાન શક્તિ રેસિડેન્‍શીયલ સ્કૂલ્સ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરી 1 લાખ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે 90 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • શાળા બહારના બાળકોને શાળા સુધી લાવવાના પ્રયત્નો તેમજ આવા બાળકોને અભ્યાસ તેમજ અન્ય ખાસ પ્રકારની તાલીમ આપવા માટે 87 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધાઓની ખૂટતી કડી પૂરી કરવા અને શાળાઓને સ્વચ્છતા સહાય માટે 81 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદાજે 10 લાખ વિદ્યાર્થિનીઓ તથા તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફી માટે 37 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે થેરાપીની સગવડ વિકસાવવા તેમજ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સાધન સહાય આપવા માટે 21 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • પ્રાથમિક શાળાઓ ખાતે CCTV કેમેરાની સુવિધા માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • મોડલ શાળાઓમાં ગર્લ્સ હોસ્ટેલના બાંધકામ માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • સંસ્કૃત સાધના યોજના અંતર્ગત હયાત સંસ્કૃત ગુરુકુળોમાં શૈક્ષણિક પ્રવૃતિઓ માટે 8 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ભારત સરકાર દ્વારા સંચાલિત સૈનિક શાળાઓ જેવી જ રક્ષા શક્તિ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા સામાજિક ભાગીદારીથી શરૂ કરવા 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • સંસ્કૃતના અભ્યાસ માટે સામાજિક ભાગીદારીથી નવા સંસ્કૃત ગુરુકુળો શરૂ કરવા સંસ્કૃત શકિત ગુરુકુળ યોજના માટે 3 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • વડનગર ખાતે પ્રેરણાકેન્‍દ્ર શરૂ કરવા માટે 2 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિધાર્થીઓને ટ્યુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડવા માટે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • નમો ટેબ્લેટ યોજના અંતર્ગત 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓમાં માળખાકીય સગવડો માટે 117 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પાંચ વર્ષ માટે કુલ રૂપિયા 300 કરોડના આયોજન પૈકી આગામી વર્ષ માટે 60 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિક માટે બાંધકામ, સાધન-સામગ્રી, પુસ્તકો અને ખૂટતા ફર્નિચર માટે 37 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ એજ્યુકેશન ડેવલોપમેન્ટ ફંડ તરીકે 30 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • સરકારી કોલેજોના મકાન બાંધકામ, પુસ્તકો, આઇ.ટી. અને લેબોરેટરીના સાધનો માટે 26 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • પી.એચ.ડીના 1,000 વિદ્યાર્થીઓને સંશોધન તથા અન્ય ખર્ચને પહોંચી વળવા વિદ્યાર્થીદીઠ
  • રૂપિયા 2 લાખની સહાય પૂરીપાડતી શોધ યોજના અંતર્ગત 20 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટ અને ગાઇડ માટેની વિવિધ યોજનાઓ માટે 9 કરોડ જોગવાઈ કરવામાં આવી છે.
  • આઇ.આઇ.ટી.આર.એ.એમ. ખાતે ડ્રોન ટેકનોલોજી, આર્ટીફિશીયલ ઇન્‍ટેલીજન્‍સ અને મશીન લર્નીગ અને વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે 6 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ટોય હાઉસ, પુસ્તક પ્રકાશન અને આઇ.ટી. ઉપકરણ માટે 2 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • સામાજિક પછાત વર્ગો અને આદિજાતી વિકાસ માટે શિક્ષણ
  • અનુસૂચિત જનજાતિના ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે 1 લાખ 43 હજાર વિધાર્થીઓ માટે 503 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 43 લાખ વિદ્યાર્થીઓ માટે 446 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • અનુસૂચિત જનજાતિના આશરે બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે 400 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક રીતે પછાત વર્ગના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 374 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્‍ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે 1 લાખ વિધાર્થીઓને માટે 288 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • દૂધ સંજીવની યોજના અંતર્ગત 53 આદિજાતિ તાલુકાનાં 8 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર આપવા માટે 147 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓ માટે 139 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • પ્રાથમિક શાળાઓમાં ભણતાં અનુસૂચિત જનજાતિના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓ માટે 81 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1 લાખ 70 હજાર કન્યાઓ ને વિનામૂલ્યે સાયકલ આપવા સરસ્વતી સાધના યોજના માટે 70 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • 25 બિરસા મુંડા જ્ઞાનશકિત રેસીડેન્‍સીયલ સ્કૂલ્સ ઓફ એકસેલેન્‍સ શરૂ કરવા માટે 45 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનેનિવાસીસુવિધાઉપલબ્ધકરાવવામાટેજોગવાઇ રૂપિયા23કરોડ.
  • ધો.9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવા વિદ્યાસાધના યોજના હેઠળ 17 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીના સંચાલન, શૈક્ષણિક પ્રવૃતિઓ અને સંશોધન કાર્યો માટે 17 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • આ પણ વાંચોઃ Gujarat Budget 2022: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4,782 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ક્લાયમેન્ટ ચેન્જ ક્ષેત્રે શિક્ષણ
  • સરકારી શાળા, કોલેજો, હોસ્પિટલોના મકાનો ઉપર સોલર રૂફટોપ સ્થાપિત કરી 10 મેગાવોટની ક્ષમતા ઊભી કરવા માટે 37 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • 9 હજાર વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલર વાહનો ખરીદવા સહાય આપવા માટે 11 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ
  • નાગરિકોને ઉચ્ચકક્ષાની આરોગ્યલક્ષી સેવાઓ આપવાના માસ્ટરપ્લાન પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર તથા ભાવનગરની સરકારી મેડીકલ કોલેજોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા તેમજ આધુનિકીકરણ માટે 106 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • મેડીકલ કોલેજોનાં વિધાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
  • કૃષિ, બાગાયત અને મત્સ્તયોધોગ વિકાસ માટે શિક્ષણ
  • કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા 757 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4,976 કરોડ રૂપિયાની જોગવાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.