ગુજરાત

gujarat

Accused of murder arrested : પરપ્રાંતીય મજૂરની હત્યા કરી મૃતદેહ સળગાવનાર આરોપી ઝડપાયો

By

Published : Mar 11, 2022, 3:13 PM IST

રાજકોટમાં બગીચામાં એક યુવાનની હત્યા કરી મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં (Rajkot Police Arrest Accused of murder )પોલીસે એક શખ્સની ધરપકડ (Accused of murder arrested )કરી છે.

Accused of murder arrested : પરપ્રાંતીય મજૂરની હત્યા કરી મૃતદેહ સળગાવનાર આરોપી ઝડપાયો
Accused of murder arrested : પરપ્રાંતીય મજૂરની હત્યા કરી મૃતદેહ સળગાવનાર આરોપી ઝડપાયો

રાજકોટ: રાજકોટના કેસરી હિન્દ પુલ નજીક આવેલા બગીચામાં એક યુવાનની હત્યા કરીને મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે (Rajkot Police Arrest Accused of murder )પોલીસે એક શખ્સની ધરપકડ (Accused of murder arrested )કરી છે. વિષ્ણુ ઉર્ફ દિનુ ચીમનભાઈ ખાંટ નામના યુવાને સામાન્ય બોલાચાલીમાં રગારામ રાવતજી બાવરી નામના શખ્સની માથામાં પથ્થર મારીને હત્યા નિપજાવી હતી.

બગીચામાં સળગાવેલી હાલતમાં હતો મૃતદેહ

ગઇ તા. 06/03/2022ના સવારના સમયે કૈસરી હિન્દ પુલ પાસે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી મહા વિજય કુંવરબા સાર્વજનિક બાગની અંદર ઓરડીના ખુણા પાસેથી એક અજાણ્યા પુરૂષ ઉ.વ. વર્ષ આશરે 35 વર્ષનો મૃતદેહ (Murder of a Rajasthani laborer in Rajkot)મળ્યો હતો. જે મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યારે પોલીસ તપાસમાં બનાવવાળી જગ્યાએથી અલગ અલગ બે નાની ડાયરીઓ મળી હતી. જે ડાયરીમાં અલગ અલગ મોબાઇલ ફોનના નંબર લખેલા મળી આવ્યાં હતાં. જે ફોન નંબર આધારે સંપર્ક કરતા સામે આવ્યું કે મૃતક રગારામ રાવતજી બાવરી ઉ.વ 32 ધંધો મજુરી અને મૂળ જિલ્લો પાલીનો (રાજસ્થાન) છે.

પોલીસે સીસીટીવીના આધારે આરોપી પકડી પાડ્યો

જ્યારે આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ તપાસ ટીમ દ્વારા મૃતકના વાલી-વારસ પાસેથી માહિતી મેળવવામાં આવી તથા બનાવવાની જગ્યાએથી સી.સી.ટી.વી. ફૂટેજ મેળવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ટેકનીકલ એનાલિસીસ અને લોક ઈન્ટેલીજન્સ મારફતે તપાસ કરવામાં આવેલી. જે તપાસ દરમ્યાન બનાવવાળી જગ્યા પાસે આવેલ સી.સી.ટી.વી. ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવેલી. જેમાં સ્થાનિક બાતમીદારો માહિતી મળેલ તે આધારે શકમંદ વ્યક્તિને પકડી (Rajkot Police Arrest Accused of murder )પાડી તેની પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલી લીધો હતો.

આ પણ વાંચોઃ Selvas murder case: મહિલાની હત્યા કરી કાર સાથે સળગાવી દેવાના કેસમાં નર્સિંગ કોલેજનો એકાઉન્ટન્ટ નીકળ્યો હત્યારો

આરોપી પણ મજૂરી કામ કરે છે

આ હત્યાનો આરોપી વિષ્ણુ ઉર્ફે દિનુ ચીમનભાઇ ખાંટ જાતે રાજપૂત ઉ.વ. 21 જે મજુરી કરે છે. તેમજ કેસરી પુલ નીચે નરસંગપરામાં અલ્તાફભાઇની ઓરડીમાં ભાડેથી રહે છે. જ્યારે તેની વધુ પૂછપરછમાં સામે આવ્યું હતું કે બનાવના દિવસે તેને મૃતક સાથે બહાર રોડ ઉપર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મૃતક રગારામ રાવતજી બાવરી મનપાના બગીચાની અંદર જતાં આરોપી પણ તેની પાછળ પાછળ અંદર ગયો હતો. ત્યારબાદ તેને મૃતક (Murder of a Rajasthani laborer in Rajkot)સાથે બોલાચાલી કરી ઝગડો કરી તેના માથાના ભાગે પથ્થર વડે ગંભીર ઇજા કરી હતી અને તેની હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપી છે. જે મામલે એ ડિવિઝન પોલીસ (Rajkot Police Arrest Accused of murder )દ્વારા આરોપી વિષ્ણુ ઉર્ફે દિનુ ચીમનભાઇ ખાંટની ધરપકડ (Accused of murder arrested )કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Vadodara murder case: વડોદરામાં ઝઘડાના સમાધાન બાદ હત્યા, CCTV મળ્યાં

ABOUT THE AUTHOR

...view details