Vadodara murder case: વડોદરામાં ઝઘડાના સમાધાન બાદ હત્યા, CCTV મળ્યાં

author img

By

Published : Mar 9, 2022, 7:59 PM IST

Vadodara murder case: વડોદરામાં ઝઘડાના સમાધાન બાદ હત્યા

વડોદરાના ખોડીયારનગરમાં વહેલી સવારે યુવકનો મૃતદેહ મળી(Vadodara murder case)આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં (Vadodara Crime Branch)આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી યુવક અગાઉ પણ ચીલઝડપના બે ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.

વડોદરાઃ શહેરના ખોડીયારનગરમાં વહેલી સવારે એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુવક અગાઉ પણ ચીલઝડપના બે ગુનામાં (Vadodara Crime News)સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં ઘાયલ સુધીર દોડતો દેખાય છે.

વડોદરામાં યુવકની હત્યા

બ્રાહ્માનગર માંથી યુવકની હત્યા કરેલી મૃતદેહ મળી

વહેલી સવારે હરણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા (Vadodara Crime Branch)બ્રાહ્માનગર માંથી યુવકની હત્યા કરેલી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતહેદની ઓળખ સુધીર થઈ હતી. તે પાણીપુરીની લારી ચલાવતો હોવાનુ પણ જાણવા મળ્યું હતુ. જેથી આ મામલે મૃતક યુવકના પિતા કમલેશ રાધેશ્યામ રાજપુતે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેમનો પુત્ર સુધીર ગતરાત્રે ઘરેથી રૂપિયા 100 લઇને ચીકન ખાવા ગયો હતો. જે પરત ફર્યો ન હતો. સવારે સાડા સાત વાગ્યાની આસપાસ કમલેશને તેમના સાળાના પુત્ર કિશને ફોન કરી જણાવ્યું હતુ કે, ફુવા બ્રાહ્માનગર પાસે ટુમટુમનો છાતીના ભાગે હથિયાર વડે માર મારી લોહી લુહાણ હાલતમાં મૃતહેદ મળી આવ્યો છે. આ દરમિયાન સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હત્યારાની શોધખોળ હાથ ધરી હતી.

આરોપી પર આગળ પણ ગુના નોંધાયા

આ દરમિયાન નજીકમાં લાગેલા CCTV કેમેરામાં સુધીર ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં દોડીને રોડની બીજી તરફ આવતો નજરે પડ્યો હતો. હત્યારાને શોધવા સ્થાનિક પોલીસ સહીત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઠેરઠેર તપાસ શરૂ કરી હતી. તેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ મારફતે જાણકારી મળી કે, સુધીરની હત્યા કરનાર રોશન શંકરલાલ લોહાણા છે. હાલ તે વડોદરા છોડી નાસી જવાની ફીરાકમાં છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાઇવે પર પહોંચી રોશનની સોધખોળ કરી હતી. દરમિયાન સયાજીપુરા હાઇવે પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. રોશન ખુબ ઝનૂની અને અગાઉ હરણી પોલીસ સ્ટેશન ખાતે બે વખત ચીલઝડપના ગુનામાં ઝડપાયો હોવાનુ પણ તપાસમાં ખુલ્યું હતું.

આ પણ વાંચોઃ Murder case in Chanasma : ખોરસમમાં આધેડને વિધર્મીએ છરો મારતાં મોત, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બન્ને વચ્ચે સમાધાન પણ થયું હતું

બ્રહ્રાનગર રોડ પર લારી લઇ વેપાર કરતા ખેમચંદ તેજમલ ખેમચંદાણી સાથે ગત રોજ 7 માર્ચ રાત્રીના સમયે હત્યારા રોશન લોહાણાએ ઝઘડો કર્યો હતો. ખેમચંદ છુટ્ટક બેકરી આઇમટ વેચવાની લારી ચલાવે છે. જેથી ખેમચંદે આ અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા હરણી પોલીસ બન્નેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં બન્ને વચ્ચે સમાધાન પણ થયું હતું. ત્યારબાદ રોશન ફરી બ્રહ્માનગર રોડ પર આવી પહોંચ્યો હતો. રોશન માથાભારે હોવાથી લોકો તેનાથી ગભરાતા હતા.

છરી વડે હુમલો કરી હત્યા કરી

રોશનની દાદાગીરીના કારણે ગોવિંદ ભરવાડે તેને માર મારતા તે ગુસ્સામાં ઘરે જતો રહ્યો હતો. ઘરેથી ધારદાર છરો લઈ પરત બ્રહ્માનગર રોડ પર આવ્યો હતો. જ્યાં તેને ખેમચંદ કે ગોવિંદ ભરવાડ કોઈ મળ્યું ન હતુ. પરંતુ નિર્દોષ સુધીર રોશનની નજરે ચઢ્યો હતો. રોશને સુધીર સાથે ઝઘડો કરી છરી વડે તેના છાતીના ભાગે હુમલો કરી હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચોઃ Madhavpura Murder Case : માધવપુરામાં પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર પ્રેમીએ પ્રેમીકાનું ગળું કાપ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.