ગુજરાત

gujarat

શ્રાદ્ધપક્ષમાં કાગડાઓને કાગવાસ નાખવાની ધાર્મિક પરંપરાઓ આજે પણ યથાવત, જુઓ શું છે માન્યતા...

By

Published : Sep 2, 2020, 9:34 PM IST

ભાદરવા માસના વદ પક્ષને શ્રાદ્ધપક્ષ તરીકે ઓળખવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષની શરૂઆત આજે બુધવારથી થઈ છે, જે 16 દિવસ ચાલશે. પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓએ શરૂ કરેલી કાગવાસ નાખવાની પરંપરા આધુનિક સમયમાં પણ જળવાઈ રહી છે. તો આવો જાણીએ શ્રાદ્ધપક્ષમાં કાગવાસ નાખવાના કારણો...

kagvas in Shraddha Paksha
kagvas in Shraddha Paksha

જૂનાગઢ: હિન્દુ શાસ્ત્રમાં શ્રાદ્ધનું અનેરું મહત્વ હોવાથી ભાદરવી પૂનમથી અમાસ સુધીના 16 દિવસ પિતૃ શ્રાદ્ધ માટે વર્ણવાયા છે. આ દિવસોમાં હિન્દુ પરિવારો પિતૃ તર્પણ અને પિંડદાન કરી પોતાના પિતૃઓને સદગતી અપાવી તેમની કૃપા દ્રષ્ટિ મેળવે છે. બુધવારથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ રહી છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ શ્રાદ્ધ પક્ષને ખૂબ જ મહત્વનું અને પરોપકારી પર્વ તરીકે માનવામાં આવે છે. આ 16 દિવસ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પિતૃઓનું તર્પણ થાય તે માટે કાગવાસ નાખતા હોય છે. કાગવાસ કાગડાઓને જ શા માટે નાખવામાં આવે છે, જેના વિશે આજે અમે આપના માટે લઇને આવ્યા છીએ શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને કાગવાસ નાખવાની વિશેષ પરંપરા પર અમારો વિશેષ અહેવાલ...

શ્રાદ્ધપક્ષમાં કાગડાઓને કાગવાસ નાખવાની ધાર્મિક પરંપરા

ભાદરવા માસ સાથે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે. બુધવારે પહેલું એટલે કે, એકમનું શ્રાદ્ધ છે. દરેક વ્યક્તિ પોતાના પિતૃઓનું તર્પણ થાય અને તેમના આત્માને મુક્તિ મળે તે માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃતર્પણ કરતા હોય છે. આ 16 દિવસ સુધી કાગડાઓને કાગવાસ નાખવાની પ્રાચીન પરંપરા જે આપણા ઋષિ-મુનિઓએ શરૂ કરી હતી. તે આજે સદીઓ બાદ પણ અવિરત પણે જોવા મળે છે. શા માટે આ 16 દિવસોમાં શ્રાદ્ધ નાખવા માટે કાગડાઓની જરૂર પડે છે? શા માટે કાગડાઓને જ કાગવાસ નાખવામાં આવે છે? અન્ય કોઈ પશુ-પક્ષીઓને શા માટે નહીં? તેની પાછળ પણ એક પરોપકાર અને ધાર્મિકતાનો શ્રેષ્ઠ વિચાર જોડાયેલો છે.

શ્રાદ્ધ પક્ષની શરૂઆત બુધવારથી થઈ રહી છે, જે 16 દિવસ ચાલશે

આ સમય દરમિયાન કાગડાઓના બચ્ચાઓનો જન્મ થાય છે. ત્યારે વરસાદી વાતાવરણ દરમિયાન તેમને ખોરાકની કોઇ અછત અને કમી ન સર્જાય તે માટે ઋષિમુનિઓએ આ સમય દરમિયાન કાગવાસ નાંખવાની પરંપરા શરૂ કરી હતી. જે આજે પણ જોવા મળે છે. બીજી રીતે જોઈએ તો કોયલ કાગડાના માળામાં પોતાના ઇંડા મૂકી આવે છે અને તેને સેવીને કાગડા તેમાંથી બચ્ચાને જન્મ આપે છે. જન્મ આપવા સુધીનું પરોપકારનું કાર્ય જો કોઈ કરતું હોય, તો તે કાગડા જ છે. જે કારણે આ 16 દિવસ દરમિયાન કાગડાઓને કાગવાસ નાખવાની વિશેષ પરંપરા પ્રાચીનકાળથી શરૂ થઈ હતી. જે આજે પણ જોવા મળી રહી છે.

શ્રાદ્ધપક્ષમાં કાગડાઓને કાગવાસ નાખવાની ધાર્મિક પરંપરાઓ આજે પણ જળવાઈ રહી છે

આ પણ વાંચો - આજથી શ્રાદ્ધ શરૂ, હરિદ્વારમાં પિતૃ પક્ષમાં નારાયણી શીલા મંદિરનું મહત્વ

હરિદ્વાર: પિતૃપક્ષની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે 16 દિવસ મૃત આત્માઓની શાંતિ માટે પિંડદાન કરવામાં આવશે. જેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધ દ્વારા પિતૃઓને ભોજન પીરસવામાં આવે છે અને પિંડ દાન અને તપ કરીને તેમની આત્માની શાંતિની કામના કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details