ETV Bharat / bharat

આજથી શ્રાદ્ધ શરૂ, હરિદ્વારમાં પિતૃ પક્ષમાં નારાયણી શીલા મંદિરનું મહત્વ

author img

By

Published : Sep 2, 2020, 10:37 AM IST

Updated : Sep 2, 2020, 12:12 PM IST

આજથી પિતૃપક્ષ શરૂ થઇ ગયો છે. હરિદ્વારના નારાયણી શિલા મંદિરમાં શ્રાદ્ધ માટે શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. પિતૃપક્ષમાં પૂર્વજોનું શ્રાદ્ધ તર્પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, પિતૃપક્ષમાં બધાં પિતૃ યમલોકથી પૃથ્વીલોકમાં આવી જાય છે.

haridwar
આજથી પિતૃપક્ષ શરૂ, હરિદ્વારમાં પિતૃ પક્ષમાં નારાયણી શીલા મંદિરનું મહત્વ

હરિદ્વાર: પિતૃપક્ષની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે 16 દિવસ મૃત આત્માઓની શાંતિ માટે પિંડદાન કરવામાં આવશે. જેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધ દ્વારા પિતૃઓને ભોજન પીરસવામાં આવે છે અને પિંડ દાન અને તપ કરીને તેમની આત્માની શાંતિની કામના કરવામાં આવે છે.

હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ રહેલું છે. હિંદુ ધર્મમાં વ્યકિતના મૃત્યુ બાદ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, શ્રાદ્ધ કરવામાં ન આવે તો મૃત વ્યકિતની આત્માને શાંતિ મળતી નથી. તે માટે પિતૃપક્ષમાં મૃત આત્માઓને પાણી, તલ, ચોખા, સફેદ ફુલથી જલાંજલિ આપવામાં આવે છે. શ્રાદ્ધ તિથિના દિવસે બ્રાહ્મણને ભોજન આપવામાં આવે છે. તેમજ તે દિવસે ગાય, કૂતરા, કાગડા, કીડીને પણ ભોજન આપવામાં આવે છે.

પિતૃ પક્ષની મહત્વપૂર્ણ તારીખો

પિતૃપક્ષ 16 દિવસનું હોય છે. શ્રાદ્ધને મુક્તિનો માર્ગ પણ કહેવામાં આવે છે. પિતૃપક્ષમાં કરવામાં આવેલા શ્રાદ્ધનો વિશેષ મહિમા રહેલો છે. પિતૃપક્ષનું શ્રાદ્ધ બધાં મૃત પૂર્વજો માટે કરવામાં આવે છે. તેના માટે હરિદ્વારમાં નારાયણી શિલા મંદિરને તીર્થ સ્થાન માનવામાં આવે છે. હરિદ્વારમાં તીર્થ કરવા અને ગંગા સ્નાન કરીને પુણ્ય કમાવા તેમજ પિતૃઓના મોક્ષ માટે લોકો અહીંયા આવે છે.

બિહારના ગયાને સૌથી મોટા પૂર્વજોનું મંદિર માનવામાં આવે છે. ગયામાં પિતૃ પક્ષના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી પિતૃઓને યોનિમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ સાથે હરિદ્વારમાં નારાયણી શીલા મંદિરનું પણ એટલું જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, નારાયણી શીલા મંદિરમાં પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરવાથી ગયાનું ફળ પ્રાપ્ત થાય છે. હરિદ્વારના નારાયણી શીલા મંદિરમાં શ્રાદ્ધનું અધિક મહત્વ રહેલું છે. હરિદ્વારના નારાયણી શીલા મંદિરમાં શ્રાદ્ધ કરવાથી પિતૃને મોક્ષ મળે છે.

હરિદ્વારમાં લોકો ગંગામાં ડૂબકી લઇને જન્મોનાં પાપ ધોવા આવે છે. તો બીજી તરફ લોકો તેમના પૂર્વજોની શાંતિ અને મુક્તિની ઇચ્છા માટે પણ હરિદ્નાર આવે છે. ગંગા બધા પાપોને ધોઈ નાખે છે. તે મૃત લોકોની આત્માને પણ મોક્ષ આપે છે. લોકો માને છે કે, શ્રાદ્ધ કરવાથી તેમના પૂર્વજો પ્રસન્ન થાય છે. તેમજ તેમના પર સુખ, શાંતિ અને આશીર્વાદની વર્ષા કરે છે.

Last Updated :Sep 2, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.