ગુજરાત

gujarat

Rain Science Seminar : વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું શું છે મહત્વ, વરસાદને લઈને કેવો જોવાયો વરતારો

By

Published : Jun 6, 2022, 9:40 PM IST

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં (Junagadh Agriculture University) વાર્ષિક વર્ષા વિજ્ઞાન પરિસંવાદ (Rain Science Seminar) યોજાયો હતો. તેમાં 50 જેટલા દેશી આગાહીકારો ભાગ લીધો હતો. અહીં દેશી આગાહીઓ દ્વારા આગામી વર્ષ બાર આની હોવાનો વર્તારો (Monsoon forecast based on natural cues) વ્યક્ત કર્યો છે.

Rain Science Seminar : વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું શું છે મહત્વ, વરસાદને લઈને કેવો જોવાયો વરતારો
Rain Science Seminar : વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું શું છે મહત્વ, વરસાદને લઈને કેવો જોવાયો વરતારો

જૂનાગઢ - જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (Junagadh Agriculture University)દ્વારા આજે 28માં વાર્ષિક વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું (Rain Science Seminar) આયોજન કરવામાં આવ્યું હતું.ં સમગ્ર રાજ્યમાંથી 50 જેટલા દેશી વરસાદ વિજ્ઞાન અંતર્ગત આગાહી કરનારા આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતાં અને તેમની દેશી પદ્ધતિથી આગામી ચોમાસું કેટલા આની રહેશે તેને લઈને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. આજના પરિસંવાદમાં આગામી વર્ષ બાર આની રહે તેવું દેશી વર્તારા ( Monsoon forecast based on natural cues ) દરમિયાન સામે આવ્યું છે.

દેશી આગાહીઓ દ્વારા આગામી વર્ષ બાર આની હોવાનો વર્તારો

આ અનુમાન પદ્ધતિ સૌરાષ્ટ્રમાં વર્ષોથી અમલમાં - વર્ષોથી સૌરાષ્ટ્રમાં આ પ્રકારે ચોમાસાની ઋતુ દરમિયાન દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા ચોમાસા પૂર્વે આગામી ચોમાસામાં વરસાદનું પ્રમાણ વાવાઝોડું અને દુષ્કાળ તેમજ અતિવૃષ્ટિને લઈને અનુમાનનો કરવામાં આવતા હોય છે. આ પ્રકારની અનુમાન પદ્ધતિ સૌરાષ્ટ્રમાં વર્ષોથી અમલમાં જોવા મળે છે તે મુજબ આ વર્ષે પણ (Rain Science Seminar)વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું (What is the significance of rainfall science seminar) આયોજન કરાયું હતું.

આ પણ વાંચોઃ Rainfall Forecast : કુદરતી સંકેતો આ વર્ષના ચોમાસા માટે શી આગાહી આપી રહ્યાં છે જાણો

કુદરતમાંથી મળતા સંકેતને આધારે વરસાદની આગાહી - સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા મુજબ આજે પણ ચોમાસા પૂર્વે દેશી વર્ષા વિજ્ઞાન આગાહીકારો દ્વારા વર્તારો કુદરતમાંથી મળતા સંકેતને આધારે કરવામાં આવતો હોય છે. જે મુજબ હોળીની ઝાળ, હોળીના દિવસે પવનની દિશા, ચૈત્ર મહિનાના દનૈયા, અખાત્રીજનો દિવસ, પશુ-પક્ષીની રહેણીકરણી અને તેની વર્તણૂક, ટીટોડીના ઇંડા જમીન પર જોવા મળતા, રાફડાઓ, બોરડીના બોર સહિત અને કુદરતી સંકેતો દ્વારા આગામી ચોમાસાને લઈને પૂર્વ અનુમાન ( Monsoon forecast based on natural cues ) કરવામાં આવતું હોય છે.

આ પણ વાંચોઃ ટીટોડીએ ખેતરમાં મૂક્યા 6 ઈંડા, જાણો આ વખતે કેવો રહેશે વરસાદ

ચોમાસુ એક સપ્તાહ પૂર્વે વિદાય લેશે ?- આ મુજબ ચોમાસામાં વરસાદની વધઘટ, ચોમાસામાં વરસાદના દિવસો અને ચોમાસા દરમ્યાન વરસાદ, વાવાઝોડા, અતિવૃષ્ટિ, કે અનાવૃષ્ટિના સંકેતો પારખીને પૂર્વાનુમાન વ્યકત કરાતા હોય છે. તે મુજબ આ વર્ષ અને ચોમાસાનો વરસાદ બાર આની રહેવાનો વર્તારો (Rain Science Seminar) વ્યક્ત કરવામાં આવ્યો છે અને ચોમાસુ એક સપ્તાહ પૂર્વે વિદાય લે ( Monsoon forecast based on natural cues ) તેવી શક્યતાઓ પણ છે.

ABOUT THE AUTHOR

...view details