ગુજરાત

gujarat

જૂનાગઢના ખેડૂતોની માગ પીએમ મોદી વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરે

By

Published : Oct 10, 2022, 2:52 PM IST

જૂનાગઢના કેટલાક તાલુકાઓમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ( Rain in Junagadh ) પડ્યો હતો. જેમાં મગફળી, સોયાબીન, કપાસના પાકોમાં નુકસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ( PM Modi Gujarat Visit ) ત્યારે તેઓ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ ( PM Modi Aerial Inspection of Rain Damaged Area ) કરીને ખેડૂતોને સહાય કરે તેવી જૂનાગઢના ખેડૂતો માંગ ( Farmers of Junagadh Demand )કરી રહ્યા છે.

જૂનાગઢના ખેડૂતોની માગ પીએમ મોદી વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરે
જૂનાગઢના ખેડૂતોની માગ પીએમ મોદી વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરે

જૂનાગઢ ગઈ કાલે જૂનાગઢ સહિત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખૂબ નુકસાનકારક કહી શકાય તે પ્રમાણે બે થી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ ( Rain in Junagadh )પડ્યો હતો. જેને લઈને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. મગફળી સોયાબીન કપાસના પાકોમાં વરસાદે નુકસાન કર્યું છે ત્યારે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે ( PM Modi Gujarat Visit ) છે તેને ધ્યાને રાખીને તેઓ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ ( PM Modi Aerial Inspection of Rain Damaged Area ) કરીને ખેડૂતોને સહાય કરે તેવી જૂનાગઢના ખેડૂતો માંગ ( Farmers of Junagadh Demand )કરી રહ્યા છે.

મગફળી, સોયાબીન, કપાસના પાકોમાં નુકસાન

પાછોતરા વરસાદનું નુકસાનપીએમમોદી હવાઈ નિરીક્ષણ કરે તેવી જૂનાગઢના ખેડૂતોની માંગ ગઈકાલે જૂનાગઢ સહિત જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ ( Rain in Junagadh )પડ્યો છે જેને લઇને જગતનો તાત ભારે ચિંતિત થયો છે. તૈયાર થયેલો મગફળી સોયાબીન તલ સહિત કઠોળનો ચોમાસુ પાક ખેતરમાંથી બજારમાં જવા માટે બિલકુલ તૈયાર હતો. આવી પરિસ્થિતિમાં વરસાદ પડતા મગફળી સોયાબીન તલ સહિત ઘાસચારો પલળી જતા જગતનો તાત ચિંતાતુર થયો છે.

કેન્દ્રની સરકાર તાકીદે સહાય કરે તેવી માંગઆ વર્ષે ચોમાસા દરમિયાન ખૂબ સારો વરસાદ ( Rain in Junagadh )પડ્યો હતો. જેને લઈને ચોમાસુ પાકોમાં ઉતારાની પણ ખૂબ શક્યતાઓ હતી. પરંતુ પાક બજારમાં જવાના સમય તેના પર વરસાદનો માર પડતા જગતનો તાત ભારે ચિંતાતુર બન્યો છે અને રાજ્ય અને કેન્દ્રની સરકાર તાકીદે સહાય કરે તેવી માંગ ( Farmers of Junagadh Demand )પણ કરવામાં આવી છે.

નુકસાનીનો સર્વે થાય તેવી માંગ જૂનાગઢના ખેડૂતોએ કરી કેન્દ્ર સરકાર સમક્ષ રાહતની માંગ કમોસમી વરસાદને ( Rain in Junagadh )કારણે ચોમાસુ પાકોમાં થયેલા નુકસાન બાદ જૂનાગઢના ખેડૂતો કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ રાહત અને નુકસાનીનો સર્વે થાય તેવી માંગ ( Farmers of Junagadh Demand )કરી રહ્યા છે. દિનેશભાઈ સાવલિયાએ એવી માંગ કરી છે કે તાજેતરમાં જ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ કમોસમી વરસાદના અસરગ્રસ્ત જિલ્લાઓ અને વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ ( PM Modi Aerial Inspection of Rain Damaged Area ) કરે તો એક ધકે બે કામ પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.

કઠોળનો પાક તૈયાર હતોવડાપ્રધાન મોદીના હવાઈ નિરીક્ષણ( PM Modi Aerial Inspection of Rain Damaged Area ) બાદ ખેડૂતોને નુકસાનીની સહાય આપવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને આદેશ કરે તેવી માંગ ( Farmers of Junagadh Demand ) પણ જૂનાગઢના ખેડૂતોએ કરી છે. હાલતો ચોમાસુ મગફળી સોયાબીન તલ અને કેટલાક કઠોળનો પાક બિલકુલ તૈયાર હતો. તૈયાર થયેલા ચોમાસું પાકને બજારમાં મૂકવાની ઘડીઓ ગણાય રહી હતી. આવી પરિસ્થિતિમાં વરસાદે ખેડૂતોને નિરાશ કર્યાં છે.

ABOUT THE AUTHOR

...view details