ETV Bharat / state

જૂનાગઢમા જોવા મળશે, ટપાલ વારસો.... જુઓ ટપાલ પર અમારો વિશેષ અહેવાલ

author img

By

Published : Oct 9, 2022, 7:07 AM IST

1969માં ટોકિયો, જાપાનની UPU કોંગ્રેસમાં 9 ઓક્ટોબરને (world post day 2022) વિશ્વ ટપાલ દિવસ (world post day) ઘોષિત કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય શ્રી આનંદ મોહન નરુલાએ રજૂ કર્યો હતો. ત્યારથી, ટપાલ સેવાઓના મહત્ત્વને ઉજાગર કરવા માટે દુનિયાભરમાં વિશ્વ ટપાલ દિનની ઉજવણી કરવામાં આવે છે.

Etv Bharatજૂનાગઢમા જોવા મળશે, ટપાલ વારસો.... જુઓ ટપાલ પર અમારો વિશેષ અહેવાલ
Etv Bharatજૂનાગઢમા જોવા મળશે, ટપાલ વારસો.... જુઓ ટપાલ પર અમારો વિશેષ અહેવાલ

જૂૂનાગઢ: વિશ્વમાં ટપાલ દિવસ 9 ઓક્ટોબર (world post day 2022) રોજ મનાવવામાં આવે છે. આ દિવસ યુનિવર્સલ પોસ્ટસ યુનિયન (UPU)ની વર્ષગાંઠ છે, જેની શરુઆત ઈ.સ 1874માં સ્વિટ્ઝર્લેન્ડમાં થઈ હતી. યુપીયુએ વૈશ્વિક સંચાર ક્રાંતિની શરૂઆત હતી. વિશ્વ ટપાલ દિવસની શરૂઆત 1969માં થઈ હતી. ત્યારથી દુનિયાભરના દેશો ટપાલ સેવાના મહત્ત્વને ઉજાગર કરવા માટે ઉજવણીમાં ભાગ લે છે. આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના સંગ્રહોનું પ્રદર્શન યોજવામાં આવે છે.

ટિકિટનો ખુબ મોટો સંગ્રહ: આજે સમગ્ર વિશ્વમાં ટપાલ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે જૂનાગઢના (junagadh world post day) યુસુફ ખાન તુર્ક અને રમેશભાઈ ગોસાઈ પાસે ભારત સહિત વિશ્વના અનેક દેશોના પોસ્ટકાર્ડ અંતરદેશી પત્ર કવર સહિત ટિકિટનો ખુબ મોટો સંગ્રહ જળવાયેલો જોવા મળે છે. આઝાદી પૂર્વે, અંગ્રેજોના શાસન પહેલાના મોગલ સામ્રાજ્યના સમયની ટિકિટો અને પોસ્ટને લગતી અન્ય સામગ્રીનો સંગ્રહ જૂનાગઢના આ બંને વ્યક્તિઓ પાસે સંગ્રહિત જોવા મળે છે.

જૂનાગઢમા જોવા મળશે, ટપાલ વારસો.... જુઓ ટપાલ પર અમારો વિશેષ અહેવાલ

ટિકિટનો ખુબ મોટો સંગ્રહ: રમેશભાઈ ગોસાઈ પાસે ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી લઈને વર્ષ 2001 સુધી અને ખાસ કરીને 565 રજવાડાઓ પૈકી જૂનાગઢના રજવાડાના પોસ્ટકાર્ડ અને અંતરદેશી કાર્ડ આજે પણ ખૂબ જ સફળતાપૂર્વક સચવાયેલા જોવા મળી રહ્યા છે. રમેશભાઈ ગોસાઈ અને યુસુફ ખાન તુર્ક પાછલા 40 વર્ષ કરતા વધુ સમયથી, ભારત સહિત સમગ્ર વિશ્વના ટપાલ વારસાને સાચવવાનું બહુમાન મેળવી રહ્યા છે. જે આજે વિશ્વ ટપાલ દિવસ નિમિત્તે ખજાનાની ગરજ સારી રહ્યું છે.

3 સદીના ટપાલને લગતું સાહિત્ય: યુસુફ ખાન તુર્કે 40 વર્ષ પૂર્વે, ટપાલ ટિકિટ પર કેરીને નિહાળી હતી, ત્યારથી તેમને ટપાલ ટિકિટ અને ખાસ કરીને ટપાલની સામગ્રી સંગ્રહ કરવાનો શોખ શરૂ થયો હતો. આજે તેમની પાસે 1857 થી લઈને 2021 સુધીનું પોસ્ટને લગતું ટિકિટ કવર પોસ્ટકાર્ડ અંતરદેશી પત્ર અને પરબીડીયાનું ખૂબ મોટું કલેક્શન જોવા મળે છે. બ્રિટિશ સરકારની ટપાલ ટિકિટોના કવર થી લઈને વિશ્વના 89 દેશોમાં પ્રસિદ્ધ થયેલી અને ખાસ કરીને, ગાંધીજીને કેન્દ્રસ્થાને રાખીને બનાવવામાં આવેલા પોસ્ટકાર્ડ કવર અંતરદેશી પત્ર અને ટિકિટનો સંગ્રહ, આજે તેમની પાસે સચવાયેલો જોવા મળે છે. રમેશભાઈ ગોસાઈ પાસે પાછલી 3 સદીના ટપાલને લગતું સાહિત્ય સંગ્રહિત થયેલું જોવા મળે છે.

ટપાલનો ઐતિહાસિક ઇતિહાસ: વર્ષો પૂર્વે સંદેશા વ્યવહારનું એકપણ સાધન જોવા મળતું ન હતું. આવા સમયે કબૂતર દ્વારા સંદેશાઓ એક જગ્યાએ થી બીજી જગ્યા પર મોકલવામાં આવતા હતા. આ ઘટના આજે પણ વિશ્વના ટપાલ ઇતિહાસ ને ઐતિહાસિક બનાવી રહી છે, ત્યારથી લઈને અત્યાર સુધી ટપાલને લગતી સામગ્રી અને તેના વ્યવહારમાં અનેક અને આમૂલ પરિવર્તનો આવ્યા છે. ભારતમાં ટપાલ ઇતિહાસ પર નજર કરીએ તો, સર્વ પ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા વર્ષ 1774 માં શરૂ કરવામાં આવી હતી. શ્રીનગરના દાલ સરોવરમાં ભારતની પ્રથમ પાણી પર તરતી પોસ્ટ ઓફિસ શરૂ કરાઈ હતી જે આજે પણ ટપાલ વ્યવસ્થાનુ મહત્વ સમજાવી જાય છે.

ઈજીપ્તે આપી ટપાલ વ્યવસ્થાની ભેટ: ટપાલ વ્યવસ્થાના ઇતિહાસ પર નજર કરીએ તો, ઈ.સ પૂર્વે 2000માં સમગ્ર વિશ્વમાં સર્વ પ્રથમ વખત ઇજિપ્તમાં પોસ્ટને લગતી સેવાઓ શરૂ થઈ હતી. ઇજિપ્તને આજેપણ પોસ્ટસેવા શરૂ કરવા માટે ભીષ્મ પિતામહ તરીકે ગણવામાં આવે છે. હિમાચલ પ્રદેશ સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચી જગ્યા પર પોસ્ટ ઓફિસ ધરાવવાનું બહુમાન આજે પણ ધરાવે છે. ભારતમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખૂબ ઝડપથી ટપાલ પહોંચે તેના માટે વર્ષ 1911 માં અલ્હાબાદ થી નૈનીતાલ સુધી ટપાલ લઈને વિમાન દ્વારા પહોચાડવામા આવી હતી. વર્ષ 1852માં પ્રથમ વખત ટપાલ અને પરબીડિયા પર પોસ્ટ સ્ટેમ્પ લગાવવાની શરૂઆત થઈ હતી. જે આજે પણ આધુનિક ટપાલ વ્યવસ્થામાં જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.