ગુજરાત

gujarat

Drugs Chapter: સૌરાષ્ટ્રના 1200 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં વધુ બે ઈસમોને ATS એ ઝડપી પાડ્યા

By

Published : Jan 16, 2022, 4:00 PM IST

મોરબીના ઝાંઝરડા ગામના ડ્રગ્સ પ્રકરણમાં(Drugs Chapter) સંડોવણીના પગલે બેડેશ્વર વિસ્તારના શખ્સો પાસેથી ચોંકાવનારી વિગતો ખૂલે તેવી સંભાવના સેવાઇ રહી છે. અમદાવાદથી આવેલી ATSની ટીમે બેડેશ્વર વિસ્તારમાં રહેતા બે શખ્સોને પકડીને(Two more arrested in drug case) વધુ પુછપરછ હાથ ધરી છે.

Drugs Chapter
Drugs Chapter

જામનગર:મોરબી ડ્રગ્સ પ્રકરણમાં ATS સંકાસ્પદ લાગતા બે લોકોને પકડીને(Two more arrested in drug case) અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા છે અને જાણવા મળી રહ્યું છે કે, વધુ ખુલાસા સામે આવશે. જો કે આ કાર્યવાહી અંગે ATS દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરતું લાંબાસમય બાદ ડ્રગ્સ પ્રકરણમાં વધુ ખૂલાસા થવાના અંસાર જોવા મળી રહ્યા છે.

Drugs Chapter

ડ્રગ્સનો મુખ્ય સૂત્રધારો હજુ પોલીસની પકડથી બહાર

દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાંથી મળી આવેલ 1200 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં(Saurashtra's 1200 crore drugs chapter) લાંબા સમય બાદ ATSની ફરી કામમાં લાગી હોય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ ડ્રગ્સનો મુખ્ય સુત્રધાર હજી પણ પોલીસ પરડથી દુર ભાગી રહ્યો છે.

Drugs Chapter

બંને ઈસમો જામનગરના સ્થાનિક હોવાનું ખૂલ્યું

અમદાવાદથી એક ટીમ જામનગર આવી પહોંચી હતી, સ્થાનિક પોલીસની મદદથી બેડેશ્વર વિસ્તારમાં ATSની ટીમે ગરીબનગર અને બેડીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં હાસમ પઠાણ અને અલ્બાઝ રાવ નામના બે શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા હતા, આ બંન્ને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ છે.

સૌરાષ્ટ્રના ૧૨૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં વધુ ઈસમો ઝડપાયા

મોરબી ડ્રગ્સ પ્રકરણમાં જોડિયાના પિતા-પુત્ર અને સલાયાના એક શખ્સની સંડોવણી બહાર આવ્યા બાદ સચાણામાં ATS દ્વારા બોટ કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત બેડીબંદર નજીકથી ખાડી વિસ્તારમાં બાવળની જાળીઓમાં ખાડો ખોદી સંતાડવામાં આવેલ બે કિલો ડ્રગ્સ પણ કબજે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જામનગરના વધુ બે શખ્સોની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Drugs News Ahmedabad: અમદાવાદમાં ઝડપાઇ ડ્રગ્સ બનાવવાની મીની લેબ, બે ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ

આ પણ વાંચો :Drug Mafia Corridor : ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓનો બન્યો કોરીડોર, જાણો કેમ...

ABOUT THE AUTHOR

...view details