ગુજરાત

gujarat

સાંસદ પૂનમ માડમ અને પ્રધાન હકુભાએ સાદગીથી ભીમ જ્યંતિની ઉજવણી કરી

By

Published : Apr 14, 2020, 7:58 PM IST

જામનગરના સાંસદ પૂનમ માડમે આજરોજ ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજીને ૧૨૯મી જન્મજયંતીએ પુષ્પાંજલિ અર્પણ કરી સાદર નમન કર્યા છે.

jamnagar baba saheb ambedkar jayanti
સાંસદ પૂનમ માડમ અને પ્રધાન હકુભાએ સાદગીથી ભીમ જ્યંતીની ઉજવણી કરી

જામનગર : હાલ દેશમાં લોકડાઉન છે, ત્યારે ભારત રત્ન ભીમરાવ આંબેડકરની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી છે.જો કે, લૉકડાઉનમાં ધારા 144ના અમલ વચ્ચે સાંસદ પૂનમ માડમે ડૉ.આંબેડકરને પુષ્પાંજલી અર્પી સાદગીથી જન્મ જ્યંતીની ઉજવણી કરી છે.

સાંસદ પૂનમ માડમ પોતાના ઘરે જ ડૉ. આંબેડકરની પ્રતિમાને નમન કરી અને જન્મ જયંતીની ઉજવણી કરી છે. રાજ્યના અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ દલિત સમાજમાં રહેતા તેમના મિત્રના ઘરે ભીમ જયંતિની ઉજવણી કરી છે.

પ્રધાન હકુભાએ સાદગીથી ભીમ જ્યંતીની ઉજવણી કરી

Lockdownમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, તેમજ લોકોની ભીડ એકઠી ના થાય તે બાબતને ધ્યાનમાં રાખીને સાંસદ પૂનમ માડમ અને રાજ્યના અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા એ સાદગીથી આંબેડકર જયંતિની ઉજવણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details