ગુજરાત

gujarat

પાટીદાર આંદોલન તોડફોડના કેસોમાં જામનગરના આટલા યુવાનોનો થઇ ગયો છૂટકારો

By

Published : May 31, 2022, 4:16 PM IST

જામનગરમાં પાટીદાર અનામત આંદોલન(Patidar reserve movement in Jamnagar) વખતે તોડફોડના કેસમાં વાહન સળગાવવા બાબતે ગુનો(Offense of burning a vehicle) નોંધાયો હતો. આ આરોપીઓને આજે વકીલની કાયદાકીય દલીલોના આધારે કેસ લડત કરી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા છે.

જામનગરના પાટીદાર આંદોલન વખતે થયેલ કેસમાં સંડોવાયેલા યુવકોનો નિર્દોષ છુટકારો....
જામનગરના પાટીદાર આંદોલન વખતે થયેલ કેસમાં સંડોવાયેલા યુવકોનો નિર્દોષ છુટકારો....

જામનગર:શહેરમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાનતોડફોડ કેસ મામલે આજે એક મહત્વપૂર્ણ સમાચાર છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન જામનગરમાં તોડફોડના કેસમાં 14 આરોપીઓને આજે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા(Patidar reserve movement in Jamnagar) છે. આ 14 આરોપીઓ સામે વાહન સળગાવવા બાબતે(Offense of burning a vehicle ) ગુનો નોંધાયો હતો. આ વિશે મળતી માહિતી પ્રમાણે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોડફોડ કેસમાં 14 આરોપીઓને કોર્ટે નિર્દોષ છૂટકારો આપ્યો છે. ભાજપના નગરસેવક સહિત 14 યુવાનોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે ભાજપના નગરસેવક અતુલ ભંડેરી પણ નિર્દોષ જાહેર કર્યા હોવાની માહિતી મળી છે. વકીલની કાયદાકીય દલીલોના આધારે કેસ લડત કરી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા છે.

આ પણ વાંચો:1983માં પોલીસકર્મી પર હુમલો કરવાના મામલે છોટા રાજનને CBIની વિશેષ અદાલતે નિર્દોષ જાહેર કર્યો

જામનગરના કોર્પોરેટર સામે વાહન સળગાવવા બાબતનો ગુનો -પાટીદાર અનામત આંદોલન(Patidar movement in Jamnagar) સંદર્ભે તારીખ 26 ઓગસ્ટ 2015ના રોજ ગુજરાત બંધનું(Announcement of Gujarat Closed) એલાન એલાન હોવાથી જામનગર શહેરના કોર્પોરેટર અતુલ ભંડેરી સહિત 14 આરોપીઓ સામે વાહન સળગાવવા બાબતનો ગુનો નોંધાયો હતો. આ દરમિયાન આરોપીઓ વતી વકીલ નાથાલાલ ઘાડીયા, હિતેન અજુડીયા, હસમુખ મોલીયા, અર્પિત રૂપાપરા વગેરે રોકાયેલ હતા.

શું છે સમગ્ર કેસ? - આ કેસની વિગત એવી છે કે, જામનગરના GIDC ફેસ-2 અને 3માં તથા બાયપાસ રોડ પરના જેટકો કચેરી(Jamnagar JETCO office) તથા શ્રીજી કારખાના સામેના રોડ પર ગત્ 26 ઓગસ્ટ 2015ના પાટીદાર આંદોલન અન્વયે કોર્પોરેટર અતુલ ભંડેરીની આગેવાની હેઠળ 14 માણસો તથા ચાર મોટરસાયકલના ચાલકો સહિતના 150થી 200 માણસોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી દુકાનો બંધ કરાવવા માટે હિંસક બની મહાવીર કાસ્ટ કારખાનામાં(Mahavir Cast Factory) તોડફોડ કરી જેટકોની કચેરીમાં ઘૂસી જઈ હાજર સ્ટાફને વીજ પુરવઠો બંધ કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો:જામનગર ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત ત્રણ પત્રકારને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા - પોલીસ કર્મચારી દ્વારા 14 આરોપીઓ સામે જામનગર સીટી એ ડીવીઝન(Jamnagar City A Division) પોલીસ સ્ટેશનમાં IPC કલમ 143, 435 મુજબ ફરીયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે, ફરિયાદના આધારે ચાર્જશીટ કરવામાં આવી હતી. જે કેસ જામનગરના મે. પાંચમા એડી. સીનીયર સીવીલ જજ N N પાથરની કોર્ટમાં ચાલી જતાં અદાલત દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details