ETV Bharat / city

Patidar Cases Withdraw: સરકાર પાટીદાર સમાજ પરના તમામ કેસ પરત ખેંચે તેવી કોંગ્રેસની માગણી

author img

By

Published : Mar 21, 2022, 7:03 PM IST

Updated : Mar 21, 2022, 7:49 PM IST

પાટીદાર સમાજના લોકો પર પાટીદાર અનામત આંદોલનના(Patidar Anamant Protest) સમયે જે કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા હતાં. તે બાબતે કોંગ્રેસે કહ્યું કે તે તમામ કેસો પરત થવા જોઈએ, 10 કેસો જ શા માટે? પાટીદાર બેન દીકરીઓને રોડ ઉપર ઢસડીને પોલીસે માર્યા હતાં.

Patidar Cases Withdraw: સરકાર પાટીદાર સમાજ પરના તમામ કેસ પરત ખેંચે તેવી કોંગ્રેસની માગણી
Patidar Cases Withdraw: સરકાર પાટીદાર સમાજ પરના તમામ કેસ પરત ખેંચે તેવી કોંગ્રેસની માગણી

ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના લોકો ઉપર જુદા જુદા કેસ સરકાર દ્વારા કરવામાં આવ્યા હતાં. આજે તેમાંથી 10 કેસ પરત ખેંચવામાં(Patidar Cases Withdraw)આવ્યા છે. તે મુદ્દે કોંગ્રેસે કહ્યું હતું કે, ફક્ત 10 કેસ જ શા માટે ? તમામ કેસો પરત ખેંચાવવા જોઈએ.

આજે તેમાંથી 10 કેસ પરત ખેંચવામાં(Patidar Cases Withdraw)આવ્યા છે. તે મુદ્દે કોંગ્રેસે કહ્યું હતું કે, ફક્ત 10 કેસ જ શા માટે ? તમામ કેસો પરત ખેંચાવવા જોઈએ.

આ પણ વાંચો: Patidar Anamat Andolan Cases Withdraw : પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસ પાછા લેતી સરકાર, હાર્દિકને રાહત

પાટીદાર સમાજની મહિલાઓને રોડ પર ઢસડીને માર્યા - કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલન વખતે પાટીદાર યુવાઓ ઉપર ભાજપ સરકારે કેસ કર્યા હતા. પાટીદાર સરદાર પટેલના વારસદાર છે કે જેને દેશને એક કરવાનું કાર્ય કર્યું હતું. હજુ પણ જે કેસ બાકી હોય તે પરત ખેંચાવવા જોઈએ. પાટીદાર બેન દીકરીઓને(Women from Patidar society) રોડ ઉપર ઢસડીને પોલીસે માર્યા હતા. હાર્દિક પટેલ સહિતના તમામ સામેના કેસો પાછા ખેંચવા જોઈએ. પરંતુ આ નિર્ણય ચૂંટણીલક્ષીના હોવો જોઈએ. વળી મહિલાઓ પર અત્યાચાર કરનાર પોલીસ સામે પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો: Patidar Anamat Andolan: પાટીદાર આંદોલનને લઈને હાર્દિક પટેલની જાહેરાત બાદ અલ્પેશે આપ્યો ટેકો

ચૂંટણીઓ વખતે સરકારે લોલીપોપ લટકાવી - કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, સરકારે 10 કેસ પરત ખેંચ્યા તે બદલ તેમનો આભાર. પરંતુ સરકારે તમામ કેસો પરત ખેંચવાનો વાયદો આપ્યો (government promised withdraw all cases)હતો. આંદોલન કરવું તે નાગરિકોનો અધિકાર છે. આથી આંદોલન(Patidar Anamant Protest) વખતે જેટલા પણ કેસો થયા હોય તે તમામ કેસો પરત ખેંચવા જોઈએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી( Gujarat Assembly Election) આવી રહી છે, તે જોઈને સરકારે પાટીદારો સામે લોલીપોપ લટકાવી છે. અત્યાર સુધીમાં કેટલાય કેસો ચાલ્યા છે એને સજા પણ થઈ ચૂકી છે.

Last Updated :Mar 21, 2022, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.