ગુજરાત

gujarat

આપ પાર્ટીને જે વોટ મળ્યા તે સીટમાં કન્વર્ટ ના થઈ શક્યા, જાણો શું હતુ હારવાનું કારણ...

By

Published : Oct 6, 2021, 3:31 PM IST

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી(Gandhinagar Municipal Corporation)ને લઈને આપ પાર્ટીએ એક વર્ષ પહેલાથી જ મજબૂત પક્કડ બનાવવા માટે તૈયારી શરૂ કરી દીધી હતી, પરંતુ જે રીતે પ્રચાર કર્યો હતો અને જે રીતે આપ પાર્ટી (Aam Aadmi Party) ચર્ચામાં રહી હતી તેની સરખામણીમાં આમ આદમી પાર્ટીએ ફક્ત 1 જ સીટ પર જીત મેળવી હતી. સૌ કોઈની નજર આવનાર 2022ની ચૂંટણી પર છે, ત્યારે આમ આદમી પાર્ટી માટે ગાંધીનગર કોર્પોરેશનનું મહત્વનું હતું, પરંતુ ગાજ્યા મેઘ ગરજ્યા નહીં જેવી સ્થિતિ આપ પાર્ટીની ગાંધીનગરમાં થઈ હતી. સૌથી વધુ પ્રચાર આપ પાર્ટીએ કર્યો હતો જેમનો 30 સીટો જીતવાનો દાવો હતો.

Aam Aadmi Party lost Gandhinagar Municipal Corporation elections
આપ પાર્ટીને જે વોટ મળ્યા તે સીટમાં કન્વર્ટ ના થઈ શક્યા

  • 44 માંથી ફક્ત 1 જ સીટ પર આપએ જીત મેળવી
  • ચૂંટણીમાં સૌથી વધુ પ્રચાર આપ પાર્ટીએ કર્યો
  • આપ દ્વારા 30 સીટોનો દાવો કરવામાં આવ્યો હતો

ગાંધીનગર : મહાનગરપાલિકા(Gandhinagar Municipal Corporation)ની ચૂંટણીમાં ભાજપને 41 સીટો મળી છે, જ્યારે કોંગ્રેસના ભાગે ફક્ત 2 સીટો અને આપ પાર્ટીએ એક જ સીટ વોર્ડ નંબર 6માં મેળવી છે. વોર્ડ નંબર 6ના આપ (Aam Aadmi Party) ના એક માત્ર ઉમેદવાર તુષાર પરીખની જીત થઇ છે, જેમને 3,974 વોટ મળ્યા હતા. જેથી આપ પાર્ટી ફક્ત ખાતું જ ખોલાવી શકી છે, ત્યારે અપેક્ષાથી ઓછું રીઝલ્ટ કેમ, ક્યા પ્રકારના ફેક્ટર તેમને કામ ના આવ્યા, ક્યાં પનો ટુંકો પડ્યો, તેને લઈને રાજકીય તજજ્ઞ અને પત્રકાર એવા કૃષ્ણકાંત ઝા એ ETV BHARAT સાથે વાત કરતા આ સવાલોના જવાબો આપ્યા હતા. આ ઉપરાંત, વિશેષરૂપે હાર માટે ક્યા ફેક્ટર જવાબદાર હતા તેના વિશે વાત કરી હતી.

આપ પાર્ટીને જે વોટ મળ્યા તે સીટમાં કન્વર્ટ ના થઈ શક્યા

આ પણ વાંચો:ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમવાર ચૂંટણી લડેલા 'આપ'એ જીતી 1 બેઠક, મેળવ્યા 17 ટકા મત

પ્રચારને લગતા કોમ્યુનિકેશનમાં પણ કમી જોવા મળી

કૃષ્ણકાંત ઝાએ વધુમાં કહ્યું હતું કે, "આપ પાર્ટીનું એગ્રેસિવ કેમ્પેઇન હતું એ સાચી વાત છે, પરંતુ તેમનો સંદેશનો એટલો બધો સ્વીકાર થયો નથી જેની લોકોને અપેક્ષા હતી. આપ પાર્ટી માટે ગાંધીનગરનું સંગઠન મજબૂત હતું જ નહીં, મહાનગરોમાં ફ્રન્ટીયર ઓર્ગેનાઈઝેશન, વોર્ડ પ્રમાણે ઓર્ગેનાઈઝેશન, સેક્ટર પ્રમાણે ઓર્ગેનાઈઝેશન નહોતું. આ ઉપરાંત, પ્રચારને લગતા કોમ્યુનિકેશનમાં પણ કમી આવી ગઈ હતી." જો કે જેટલા પણ આપ પાર્ટીમાંથી પ્રચાર માટે કાર્યકર્તાઓ આવતા હતા, તેઓ સ્થાનિક નહોતા જેથી લોકો પર પક્કડ પણ જમાવી શક્યા નહીં, એક આ પણ કારણ છે.

આ પણ વાંચો:ગાંધીનગરમાં ભાજપનો વિજય, પરંતુ 25 વર્ષથી રહેલા ગઢમાં ગાબડુ, જાણો ગુજરાતના તમામ કોર્પોરેશનની સ્થિતિ

2022 પર અસર કરશે કે નહીં તે સમીકરણો પર ડિપેન્ડ

ઓર્ગેનાઈઝેશનના હોવાના કારણે ઘર ઘર સુધી સંદેશ પહોચ્યો નહીં અને તેઓનો સ્વીકાર પણ ના થયો. આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી બોલવું મુશ્કેલ છે, સમીકરણો ક્યારે બદલાઇ જતા હોય છે તેનું કોઈ નક્કી નથી હોતું. કેમ કે, વિધાનસભાની ચૂંટણી કોઈ મુદ્દા પર નહિ એસોસિયેશન એન્જિનિયરિંગને લગતા સમીકરણો પટેલ, ક્ષત્રિય, ઠાકોર આ બધા સમીકરણો પણ હોય છે, જે તેમાં કામ કરતા હોય છે. વોટ શેર મળ્યા તે સારી વાત છે, પરંતુ આપ પાર્ટીને જે વોટ મળ્યા તે સીટમાં કન્વર્ટના થઈ શક્યા.

પક્ષવાર મતની ટકાવારીમાં આપ આ વોર્ડમાં રહ્યું કોંગ્રેસથી આગળ

વોર્ડ નંબર આપ કોંગ્રેસ
1 18 15
2 12 39
3 20.50 37.93
4 19 35
5 12.86 26.40
6 31.94 27.25
7 17 34
8 19 22
9 31 19
10 12 28
11 18 36

ABOUT THE AUTHOR

...view details