ગુજરાત

gujarat

વિજય રૂપાણી અત્યારે ગુજરાતના કેરટેકર મુખ્યપ્રધાન, ઇમરજન્સી નિર્ણય લેવા રાજ્યપાલની મંજૂરી જરૂરી

By

Published : Sep 11, 2021, 7:23 PM IST

Updated : Sep 11, 2021, 7:31 PM IST

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે બપોરે રાજીનામું જાહેર કરીને સૌને ચોંકાવ્યાં છે. આ સંજોગોમાં રાજ્યનું પ્રશાસન કઇ રીતે થતું હોય છે તે અંગે બંધારણીય સલાહ સૂચનોનો અમલ કરવામાં આવતો હોય છે. તે મુજબ વિજય રુપાણી નવા મુખ્યપ્રધાન શપથ લે ત્યાં સુધી કેરટેકર સીએમ બની રહેશે.

વિજય રૂપાણી અત્યારે ગુજરાતના કેરટેકર મુખ્યપ્રધાન, ઇમરજન્સી નિર્ણય લેવા રાજ્યપાલની મંજૂરી જરૂરી
વિજય રૂપાણી અત્યારે ગુજરાતના કેરટેકર મુખ્યપ્રધાન, ઇમરજન્સી નિર્ણય લેવા રાજ્યપાલની મંજૂરી જરૂરી

  • રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું રાજીનામું
  • હવે એક પણ કેબિનેટ કે રાજયકક્ષાના પ્રધાન દર્શાવી ન શકે
  • કોઈ પ્રધાન નહીં લઈ શકે નિર્ણય
  • જ્યાં સુધી નવા સીએમ નહીં ત્યાં સુધી વિજય રૂપાણી કેરટેકર મુખ્યપ્રધાન તરીકે

    ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બપોરે ત્રણ કલાકની આસપાસ રાજ્યપાલ દેવવ્રત આચાર્યને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગુજરાત પ્રભારીની હાજરીમાં રાજીનામું આપ્યું છે. આમ હવે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી નવા મુખ્યપ્રધાનનું નામ જાહેર ન કરે ત્યાં સુધી વિજય રૂપાણી ગુજરાતના કાર્યકારી મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી નિભાવશે.


    કાર્યકારી મુખ્યપ્રધાનની શું કામગીરી

    જ્યારે મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું ત્યારથી જ રાજ્યકક્ષાના પ્રધાનો અને કેબિનેટ કક્ષાના પ્રધાનોના જે પણ વિભાગ અથવા તો ખાતાં હોય છે તે મુખ્યપ્રધાન પાસે આવી જાય છે અને મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી હવે ગુજરાતના કાર્યકારી મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી નિભાવશે. જ્યાં સુધી પક્ષ દ્વારા નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર ન થાય ત્યાં સુધી વિજય રૂપાણી કાર્યકારી મુખ્યપ્રધાન તરીકે રહેશે. જ્યારે રાજ્યમાં જો કોઈ ઇમર્જન્સી આવે તો પણ મુખ્યપ્રધાન રાજ્યપાલ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જ નિર્ણય કરી શકે.

    સરકારી ગાડી પણ કરાવવી પડે જમા

    મુખ્યપ્રધાનના રાજીનામાં બાદ રાજ્યકક્ષા અને કેબિનેટ કક્ષાના તમામ પ્રધાનોની સત્તા પૂર્ણ થઈ જાય છે. ત્યારે રાજીનામા આપ્યાં એના બીજા દિવસે જ તમામ પ્રધાનોએ સરકારી મશીનરી જમા કરાવવાની ફરજ પડે છે. આમ રાજીનામાં આપ્યા બાદ બીજા દિવસે રાજ્યના કેબિનેટ કક્ષાના અને રાજ્યકક્ષાના પ્રધાનોએ સરકારી ગાડીબંગલા તમામ વસ્તુઓ સરકારમાં ફરીથી જમા કરાવવી પડે છે.


    મોટા નિર્ણયમાં રાજ્યપાલ હસ્તક્ષેપ કરશે

    જ્યાં સુધી નવા મુખ્યપ્રધાનનું નામ જાહેર ન થાય અને મુખ્યપ્રધાન તરીકેના શપથ ન લેવાય ત્યાં સુધી જો રાજ્યમાં કોઈપણ પ્રકારની ઇમર્જન્સી ઘટના બને અને તેને પહોંચી વળવા માટે કાર્યકારી મુખ્યપ્રધાન રાજ્યપાલ સમક્ષ મુદ્દો મૂકીને આ બાબતે નિર્ણય કરવાની મંજૂરી મેળવવી રહે છે. આમ રાજ્યના મોટા અને ઇમરજન્સી નિર્ણયમાં રાજ્યપાલ પણ હસ્તક્ષેપ કરી શકશે કે જ્યાં સુધી નવા મુખ્ય પ્રધાનનું નામ જાહેર ન થાય અને નવા મુખ્યપ્રધાનના શપથ સમારોહ ન યોજાય ત્યાં સુધી..

આ પણ વાંચોઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેમ આપ્યું રાજીનામુ?

Last Updated :Sep 11, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details