ETV Bharat / city

જાણો રુપાણીના રાજીનામા પહેલા જ જેનું ઉદ્ઘાટન કરાયું એ સરદારધામનું 'રાજકીય વજન' અને મહત્વ

સરદારધામ - વિશ્વ પાટીદાર સમાજ દ્વારા નિર્મિત સરદારધામ ભવન અને કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી કર્યું હતું. તે પ્રસંગે સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા સહિતના તમામ પાટીદાર નેતા અને પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજના આ કાર્યક્રમને રાજકીય રીતે ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઈ ટીવી ભારતનો સ્પેશિયલ અહેવાલ.

પાટીદારો ભાજપ તરફી જ રહે તે માટે ભાજપ કોઈપણ પ્રયાસ છોડવા માંગતુ નથી

author img

By

Published : Sep 11, 2021, 5:32 PM IST

  • પાટીદાર અને ભાજપ બંને વચ્ચેની ધરી સંતુલિત કરવાનો પ્રયાસ
  • રુપાણીના રાજીનામા પહેલા પાટીદાર CM બનાવવાની વાતો થઈ હતી
  • પાટીદારોનો 44 ટકા વૉટ શેર, તમામ પક્ષો માટે મહત્વનો સમાજ

અમદાવાદ: 2022 ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને પાટીદારો ભાજપ તરફી જ રહે તે માટે ભાજપ કોઈપણ પ્રયાસ છોડવા માંગતુ નથી. સરદારધામ ભવનના લોકાર્પણમાં વડાપ્રધાન વર્ચ્યુલી ઉપસ્થિત રહ્યા અને તેમણે પાટીદારોને સંબોધિત કરતા સરદાર સાહેબના 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના વિઝનને યાદ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની દેશસેવાની વાત પાટીદાર સમાજ આગળ વર્ણવી હતી. તેમજ વડાપ્રધાને સરદાર સાહેબની પ્રેરણાને યાદ કરી હતી.

પીએમ મોદીએ પાટીદાર સમાજની કરી હતી પ્રશંસા

પીએમ મોદીએ પાટીદાર સમાજ માટે કહ્યું હતું કે, પાટીદાર સમાજ જ્યાં પણ જાય છે ત્યાં વેપારને નવી ઓળખ મળે છે. તમારો આ હુન્નર ગુજરાત નહી, દેશમાં નહી પણ પુરી દુનિયામાં ઓળખાઈ રહ્યો છે. પાટીદાર સમાજની બીજી સારી ખૂબી છે કે તે જ્યાં પણ જાય અને જ્યાં રહે છે ત્યાં ભારતનું હિત સર્વોપરી રહે છે. વડાપ્રધાન મોદીના આ શબ્દો પાટીદાર સમાજની એકતા માટે ખૂબ જ મહત્વના છે. વિધાનસભા ચૂંટણી માથે ઊભી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે, ત્યારે પાટીદાર સમાજના કાર્યક્રમમાં ભાજપ સરકાર હાજર હતી. એટલે કે હવે પાટીદારોને પડખે લેવા માટે ભાજપ એકપણ તક જતી કરવા માંગતું નથી. પાટીદાર સમાજના બે ભાગ પડ્યાના સમાચાર તો પહેલા આવી જ ગયા હતા. ખોડલધામવાળા નરેશ પટેલે જ્યારે કહ્યું હતું કે, સીએમ તો પાટીદાર જ હોવા જોઈએ, ત્યારે આ વિવાદ સામે આવ્યો હતો.

ગુજરાતમાં પાટીદારસમાજનું મોટું મહત્ત્વ

ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજની મહત્વની ભૂમિકા રહી છે અને તેમનું અત્યાર સુધી વર્ચસ્વ રહ્યું છે. પાટીદારોનો 44 ટકા વૉટ શેર છે, આથી પાટીદારોને તમામ પક્ષના નેતાઓ વધુ મહત્વ આપે છે. તાજેતરમાં કડવા પટેલ અને લેઉઆ પટેલ એક થયા છે અને પાટીદાર સમાજ માટે વિચારવાનો સમય છે, તેવા નિવેદનો સામે આવ્યાં હતાં. તાજેતરમાં કેન્દ્રમાં મોદી સરકારે પાટીદાર નેતાઓ રૂપાલા અને માંડવિયાને આગળ કરીને પ્રમોશન આપ્યું હતું, તેમને કેબિનેટ લેવલના પ્રધાનો બનાવ્યાં, જેથી કરીને પાટીદારોને રીઝવવાનો એક પ્રયાસ થયો તેમ મનાય છે. આ વાત મનસુખ માંડવિયાએ સૌરાષ્ટ્રમાં એક સભામાં કરી પણ હતી.

પાટીદાર-ભાજપ નાભિ-નાળનો સંબંધ

ગુજરાત ભાજપની જન આશીર્વાદ યાત્રાના પ્રથમ દિવસે જ કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ રાજકોટમાં પાટીદારોના સંમેલનમાં કહ્યું હતું કે, પાટીદાર અને ભાજપ વચ્ચે નાભિ અને નાળ જેવો સંબધ છે, પાટીદાર એટલે ભાજપ. મનસુખભાઈએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મને અને કડવા પાટીદાર નેતા પુરુષોત્તમ રૂપાલાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે અને વખતોવખત તેમણે પાટીદારોનો ખ્યાલ રાખ્યો જ છે.

પાટીદાર સીએમનો સમય આવી ગયો?

મનસુખ માંડવિયાના નિવેદન સામે ખોડલધામના નરેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી કે પાટીદાર એટલે ભાજપ એ એમનો અંગત મત છે અને કેટલાય પાટીદારો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ છે. હું પહેલેથી કહેતો આવ્યો છું કે પાટીદાર બહોળો સમાજ છે. પાટીદારોની અંદર વિભાજન હોઈ શકે, ઘણા લોકો ભાજપ હોય તો ઘણા લોકો ‘આપ’માં પણ છે અને કોંગ્રેસમાં પણ છે. તેમજ તેમણે એમ પણ કહ્યું હતું કે પાટીદાર સીએમની વાત સમય આવ્યે થશે.

પાવલી અને રૂપિયો ભેગાં થાય તો સવા રૂપિયો થાય!

બીજી તરફ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે માણસાના સામાજિક સમારોહમાં કહ્યું હતું કે, માણસા આસપાસના પાટીદારોમાં પાવલી અને રૂપિયો સમાજ છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર મીટિંગમાં પૂછતા હતા કે હવે પાવલી અને રૂપિયો ભેગા થાય તો સવા રૂપિયો થાય. ગુજરાતી સંસ્કૃતિમાં સવા શુંકનવંતુ સ્થાન છે. આથી તમામ પાટીદાર સમાજે એક થવાની જરૂર છે. જો તમામ એક થાય તો હું તે અંગે મારી પાર્ટીમાં વાત કરીશ કે બધા ભેગા થઈ ગયા છે.

6 મહિનાથી પાટીદાર સમાજ કેન્દ્રમાં રહ્યો છે

ટૂંકમાં છેલ્લા છ મહિનાથી પાટીદાર સમાજ વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રમાં રહ્યો છે. શનિવારે મુખ્યપ્રધાન રુપાણીએ રાજીનામું આપ્યાની જાહેરાત સાથે જ નવા જાહેર થનારા મુખ્યપ્રધાન પાટીદાર હોય તેવી પ્રબળ શક્યતા રાજકીય વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

વધુ વાંચો: હવે ગુજરાતના નવા મુખ્યપ્રધાન કોણ? ચાર નામ ચર્ચામાં...

વધુ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રધાન મંડળ સાથે આપ્યું રાજીનામું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.