ગુજરાત

gujarat

Jitu Vaghani Statement : પોતાના જ નિવેદન પર શું બોલ્યા જિતુ વાઘાણી, જુઓ

By

Published : Apr 8, 2022, 11:35 AM IST

Jitu Vaghani Statement : મારી વાતોને તોડી જોડીને રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે : જીતુ વાઘાણી

રાજકોટમાં જીતુ વાઘાણીના નિવેદનને (Jitu Vaghani Statement) લઈને દિલ્હીના શિક્ષણ પ્રધાન મનિષ સીસોદીયા પણ હવે હાઈલાઈટમાં આવ્યા છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) કહ્યું કે, મારી વાતોને તોડી જોડીને રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર :રાજકોટમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના (Statement of Jitu Vaghani in Rajkot) નિવેદનને લઈને સોશીયલ મીડીયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તે નિવેદન વાળો વિડીયોમાં જીતુ વાઘાણીને કહ્યુું હતું કે, ગુજરાત જેને ગમતું ન હોય તે ગુજરાત છોડી શકે છે. ત્યારે દિલ્હીના શિક્ષણ પ્રધાન મનિષ સીસોદીયાએ (Delhi Education Minister Manish Sisodia) સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોને ક્યાંય જવાની જરૂર નથી. પરંતુ ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી આવી રહી છે.

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પ્રત્યુત્તર મનિષ સીસોદીયાને

આ પણ વાંચો :વાઘાણી અને યુવરાજસિંહ આજે સોશ્યલ મિડીયામાં ટ્રેન્ડિંગ રહ્યા, જાણો શું હતા મુદ્દા

દિલ્હીના શિક્ષણ પ્રધાન વળતો જવાબ - મનિષ સીસોદીયાના પ્રત્યુત્તરમાં (Jitu Vaghani Statement) રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સપના જોવાનું તમામ લોકોને અધિકાર છે. જ્યારે ગુજરાતના લોકો હંમેશા લોકોને આવકારે છે. પરંતુ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગુજરાતના લોકોને ભાજપ પર ભરોસો છે. સાથે જ જે દેશ વિરોધી માનસિકતા ધરાવે છે. તેવા લોકો ગુજરાતની જનતા માટેના પ્રેમ માટે કોઈ આવશ્યકતા નથી. જ્યારે મારી વાતોને તોડી જોડીને રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :Protest against Vaghani : જીતુ વાઘાણીના શિક્ષણ વિશેના નિવેદનથી વાલીઓમાં ભારે રોષ

નિવદેન વિરોધીયો માટે હતું - આ ઉપરાત રાજકોટમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના (Education Minister Jitu Vaghani) નિવેદનને લઈને સોશીયલ મિડીયામાં પણ મજાક ઉડાવી રહ્યા છે. તેમજ રાજકીય લોકોને નિવેદનને લઈને ઉછકેરવાનો મોકળો માર્ગ મળી ગ્યો છે. આ ઉપરાત જીતુ વાઘાણી જણાવ્યું કે, રાજકોટનું નિવદેન ગુજરાત અને દેશ વિરોધી માટે હતું. તો બીજી ગુજરાતમાં આમ આદમીની પા પા પગલીને લઈને અવારનવાર (Manish Sisodia vs Jitu Vaghani)રાજ્યના શિક્ષણ પ્રધાને ખુલ્લો પડકાર ફેકતા જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details