ગુજરાત

gujarat

રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી અરુણાચલ પ્રદેશના DySPઓને ટ્રેનિંગ

By

Published : Sep 24, 2021, 8:03 PM IST

Training by Rakshasakti University of DySP
રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા અરુણાચલ પ્રદેશના DySPઓને ટ્રેનિંગ

ચીનની સરહદ પર અરુણાચલ પ્રદેશ આવ્યું હોવાથી ત્યાં રાઇફલ, ડ્રગ્સ સહિત ઘૂસણખોરીની શક્યતાઓ વધી છે. ચાઇના પણ ત્યાં સરહદ પાર ગામડાઓ બનાવીને લોકોને તેમની તરફ આકર્ષવા અને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે સ્થાનિક પોલીસને પણ રક્ષાશક્તિ યુનિવર્સિટી ( Rakshasakti University ) દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. સરકારના આદેશથી આ પ્રકારના ટ્રેનિંગ કોર્ષ ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીએ તેને લઈને અરુણાચલ પ્રદેશ સાથે MOU સાઈન કર્યા છે. જ્યા શિક્ષણના માધ્યમથી ડિફેન્સની ટ્રેનિંગ ( Training by Rakshasakti University) અપાઈ રહી છે. ચાઈનીઝ ભાષા અહીંના તાઇવાનના ફેકલ્ટી દ્વારા શીખવવામાં આવી હતી.

  • રક્ષાશક્તિ યુનિવર્સિટી આર્મી, નેવી, પોલીસ તમામને ટ્રેનિંગ આપશે
  • યુનિવર્સિટી ગુજરાતની બોર્ડર પર જવાનોને ઉર્દૂ પણ શીખવશે
  • આગામી સમયમાં ગાઝિયાબાદમાં CBIને ટ્રેનિંગ આપવામાં આવશે

ગાંધીનગર :અરુણાચલ પ્રદેશના 16 જેટલા DySPની ટ્રેનિંગ આજે પૂર્ણ થઈ હતી. આ ટ્રેનિંગ( Training by Rakshasakti University) 13થી 24 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી. આ ટ્રેનિંગ પ્રોગ્રામના માધ્યમથી DGP અને અરૂણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન ઓનલાઇન જોડાયા હતા. જેમણે ઓનલાઇન વાર્તાલાપ પણ કર્યો હતો. ખાસ કરીને સુરક્ષાને લગતી ટ્રેનિંગ DySP કક્ષાના પોલીસ અધિકારીઓને આપવામાં આવી હતી. જો કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી( Rakshasakti University ) આગામી સમયમાં દરેક સ્ટેટના પોલીસ અધિકારીઓ તેમજ ડિફેન્સ (Training Of Defense ) સાથે જોડાયેલા આર્મી, નેવી તમામને સ્ટાફને ટ્રેનિંગ આપશે, જેના માટેના કોર્સ પણ ડિઝાઈન કરવામાં આવશે.

રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા અરુણાચલ પ્રદેશના DySPઓને ટ્રેનિંગ

યુનિવર્સિટીઓને ચાઇનીઝ ભાષા શીખવવા સલાહ આપી

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ બિમલ એન પટેલે કહ્યું હતું કે, નેશનલ સિક્યુરિટીને લગતી જાણકારી મળે તે હેતુથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તેમના માટે તાલીમ સંશોધન વગેરે ક્ષેત્રે મહત્વ આપી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું હતું કે, આ પ્રકારની યુનિવર્સિટીએ નેશનલ સિક્યુરિટી માટે જુદી જુદી ભાષા શિખવવી જોઈએ. જેથી અરુણાચલ પ્રદેશના DySPને અમે ચાઇનીઝ ભાષાની તાલીમ આપી છે. આ ઉપરાંત, અન્ય કેટલીક ટ્રેનિંગ પણ અમે આપી ચૂક્યા છીએ. આગામી સમયમાં તેમના માટેના કોર્ષ ડિઝાઇન કર્યા છે. જેમાં તેઓ ફૂલટાઈમ કોર્ષ કરી શકશે.

ગુજરાત બોર્ડર સિક્યુરિટી માટે ઉર્દૂ અને જમ્મુ કાશ્મીરના જવાનોને પસ્તુન શીખવીશું

કુલપતિએ વધુમાં જણાવ્યું કહ્યું કે, "ગુજરાતના પોલીસ ઓફિસર સાથે કામ કરવાનો જયારે પણ મોકો મળશે, ત્યારે તેમને બોર્ડર સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને ઉર્દૂ અને પસ્તુન ભાષા પણ શીખવીશું. આ ઉપરાંત જમ્મુ કશ્મીરના બોર્ડર સાથે જોડાયેલા જવાનોને પસ્તુન ભાષા શીખવીશું. રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીને એક અઠવાડિયામાં એક વર્ષ પૂરું થઈ રહ્યું છે, ત્યારે ઇન્ડિયન પોલીસ ઓર્ગનાઈઝેશન, સ્ટેટ પોલીસ, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી તમામ સાથે અમે કામ કરવાનું શરૂ કર્યું છે. શિક્ષણમાં પ્રદાન કરવાનો પ્રયત્ન કરીશું, આગામી સમયમાં ગાઝિયાબાદમાં CBIને ટ્રેનિંગ આપીશું."

રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા અરુણાચલ પ્રદેશના DySPઓને ટ્રેનિંગ

ચાઈનીઝ લોકો અરુણાચલના લોકોને ગુમરાહ કરી રહ્યા છે

નેશનલ સિક્યોરીટીના દાયરામાં કામ કરતા ક્રિષ્નન વર્માએ કહ્યું હતું કે, ચાઈનીઝ લોકો એડવાન્સ છે. ચાઈનીઝ લોકો ગામડાઓ બનાવી અહીના લોકોને ગુમરાહ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેમના ફૂડ અને કલ્ચરલ વિશે અહીંના લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડિઝાઇન કરેલો 15 દિવસનો કોર્ષ એ માત્ર બેઝીક કોર્ષ છે. આ સિવાય યુનિવર્સિટીએ 1 વર્ષથી લઈને સિક્યુરિટીને લગતા 5 વર્ષ સુધીના કોર્સ ડિઝાઇન કર્યા છે. ખાસ કરીને સિક્યોરીટી, ઓપરેશન કઈ રીતે કરી શકાય તે તેમને અહી શીખવ્યું હતું. અરુણાચલની બોર્ડર સાથે જોડાયેલા સ્ટેટના લોકો માટે ચાઈનિઝ ભાષા બોલવી અને લખવી જરૂરી છે.

DySPએ ટ્રેનિંગની જાણકારી શેર કરી

અરુણાચલથી આવેલા DySP તોગુમ ગોંગોએ કહ્યું કે, ફોરેન્સિક સાયન્સ રિલેટેડ, ફોરેન્સિક સાયબર, ફોરેન્સિક લેંગ્વેજ વગેરેની ટ્રેનિંગ અમે અહી રહીને મેળવી છે. આ ઉપરાંત ત્યાં અન્ય ઘટના પણ સાયબર ક્રાઇમને લગતા બનતા હોય છે, જેથી તેનું ડીપ નોલેજ અમને આ યુનિવર્સિટીમાં રહીને શીખવા મળ્યું છે. હું નોર્થ ઇસ્ટથી છું, થોડું ટેકનોલોજીમાં પાછળ છે. જેમના માટે સાયબર ફ્રોડ થઈ શકે છે. જે સાયબરને લગતું નોલેજ અહી મળ્યું, જે હવે તેનો અમલ કરીશું અને બીજાને જરૂર પડતાં આ નોલેજ પણ આપીશું.

બેઝિક જાણકારી મળી રહે તે માટે ચાઇનીઝ ભાષા શીખ્યા

DYSPએ વધુમાં કહ્યું કે, ક્યારેક ચાઇનાથી લોકો અરુણાચલ પ્રદેશની બોર્ડર પર આવી જાય તો તેમનું નામ, એડ્રેસ પૂછી શકીએ છીએ, હું મારી ઓળખ આપી શકું છું, ભાષાથી બોડી લેન્ગવેજ જાણી શકાય છે. આ પ્રકારના પ્રોબ્લેમના સોલ્યુશન માટે અમને આ ભાષા કામ આવશે, આથી અમને આ ભાષા શીખવી હતી. ક્યારેક ચાઇના તો ક્યારેક બર્માંથી પણ લોકો બોર્ડર પાર કરીને આવે છે, જેમની પાસે ડ્રગ્સ અને હથિયાર હોય છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details