ગુજરાત

gujarat

એ બિલ, જેણે સરદાર પટેલના સેક્રેટરીને પરસેવે રેબઝેબ કરી નાંખ્યા હતા...

By

Published : Oct 30, 2021, 10:21 PM IST

આઝાદીની ચળવળ બાદ જ્યારે અંગ્રેજોના રાજમાંથી ભારત દેશને સ્વતંત્રતા મળી, ત્યારે ભારત દેશના પ્રથમ ગૃહપ્રધાન તરીકે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને (Sardar Patel Birth Anniversary ) બેસાડવામાં આવ્યાં હતાં. નવનિર્મિત ભારતના ગૃહ વિભાગની (First Home Minister) કમાન એક એવા વીર પુરૂષના હાથમાં હતી કે, જેને તેના કામ અને તેને ગરિમાની જાળવણી કરવાની પૂરેપૂરી સભાનતા હતી.

Sardar Patel Birth Anniversary
Sardar Patel Birth Anniversary

  • સરદાર પટેલ કેન્દ્રીય ગૃહ પ્રધાન બન્યા બાદ મળવા પહોંચ્યા હતા નરીમાન કામા
  • રાજકીય આગેવાન નરીમાન કામા સરદારને મળ્યા બાદ તેમનું થયું આકસ્મિક અવસાન
  • સરદાર દ્વારા કામાના મૃતદેહને વિમાન માર્ગે મહારાષ્ટ્ર મોકલાયો હતો

ન્યૂઝ ડેસ્ક :સરદાર પટેલના જીવન સાથે સંકળાયેલા અનેક કિસ્સાઓ આજે પણ લોકો માટે પ્રેરણાદાયક છે. ઉલ્લેખનીય છે કે, ભારતને આઝાદી મળ્યાં બાદ સૌપ્રથમ દેશના ગૃહ ખાતાની (First Home Minister) કમાન સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી હતી. તે સમયે મહારાષ્ટ્રના રાજકીય આગેવાન નરીમાન કામા સરદાર પટેલને (Sardar Patel Birth Anniversary ) અંગત કામથી દિલ્હી ગૃહવિભાગમાં મળવા ગયા હતા, જ્યાં ગૃહ વિભાગમાં પ્રવેશ પાસ દ્વારા નરીમાન કામા સરદાર પટેલને મળી દિલ્હી ખાતેની હોટેલમાં પરત ફર્યાં હતાં. આ મુલાકાત બાદ કમનસીબે તેમનું આકસ્મિક મૃત્યુ નીપજ્યું હતું, જેથી દિલ્હી પોલીસે કામાના હોટેલ રૂમમાં તેમની ઓળખ કરવા તપાસ કરી હતી, જ્યાં પોલીસને ગૃહપ્રધાનની મુલાકાત માટેનો પ્રવેશ પાસ મળ્યો હતો, જેથી કામાના મૃત્યુ અંગેના સમાચાર આપવા પોલીસે ગૃહ વિભાગમાં જાણ કરી હતી.

નરીમાન કામાના મૃતદેહને મોકલવાનું બિલ બન્યું કારણ

કામાના સંદેશ તે સમયના સરદાર પટેલના સેક્રેટરી મુકુંદ ભટ્ટને મળતાં મુકુંદભાઈએ ગૃહપ્રધાન સરદારને આ દુઃખદ ઘટના અંગે માહિતી આપી હતી, આ બાદ સરદાર પટેલની સૂચના મુજબ કામાના મૃતદેહને દિલ્હીથી મુંબઈ મોકલવા માટેની તમામ વ્યવસ્થા ઉભી કરવા મુકુંદભાઈને સૂચના આપવામાં આવી હતી. જે મુજબ મુકુંદભાઈ દ્વારા નરીમાન કામાના મૃતદેહને વિમાન માર્ગે મહારાષ્ટ્ર પહોચાડવા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ઘટનાના થોડા દિવસો બાદ વિમાન કંપની દ્વારા કામાના મૃતદેહને દિલ્હીથી મુંબઈ મોકલવાના ભાડાનું બિલ ગૃહ ખાતામાં આવ્યુ હતુ. જે જોઈ મુકુદભાઈને બિલ વિશે સરદારને જણાવવું કે, કેમ તે અંગે મુંઝવણ થઈ હતી. તેમણે સરદારને બિલ અંગેની વાત જણાવી નહીં અને બિલ પોતાની પાસે રાખી મૂક્યું, આ વાતને થોડા દિવસો વીત્યા બાદ કંપની દ્વારા બિલ અંગે ફરીથી રજૂઆત મોકલવામાં આવતા મુકુંદભાઈ દ્વારા સરદાર પટેલને આ બિલ અંગે જણાવવામાં આવ્યું હતું.

બે વખત રજૂઆત થતાં બિલ મોકલવું પડ્યું

સરદારને બિલ વિશે માહિતી મોકલતાં મુકુંદભાઈને ભારે મૂંઝવણની અનુભૂતિ થતી હતી. સરદાર શું કહેશે અને તેમના સ્વભાવ મુજબ સરદાર કેવા નિર્ણય લેશે, તે અંગે અનેક સવાલો તેમના મનમાં ઉદ્દભવી ગયાં હતાં. મુકુંદભાઈ દ્વારા હિંમત કરી ગૃહપ્રધાન સરદારને તેમણે તે બિલ માણસ દ્વારા મોકલવામાં આવ્યા અને ઝરૂખામાંથી મનમાં સંકોચ સાથે જોવા લાગ્યાં. આ બાદ ઘટનાની ગંભીરતા જોતાં સરદારે બિલ પર કંઈક રિમાર્ક લખી તે બિલ વાળી ફાઇલ મુકુંદભાઈને પરત મોકલી હતી.

...અને સામે આવી સરદારની સંવેદનશીલતા, કર્તવ્યનિષ્ઠા

મુકુંદભાઈ તો સરદારને રિમાર્ક લખતા જોઈ પરસેવે રેપઝેબ થઈ ગયાં હતાં. તેમના મનમાં અનેક વિચારોનું ઘોડાપુર આવું ગયું હતું કે, સરદાર પટેલે શું લખ્યું હશે ? કોઈ કઠોર નિર્ણય તો નહીં લીધો હોય ને ? તેવા અનેક સવાલો વચ્ચે તેમણે તરત તે ફાઇલ લઈને ખોલી રિમાર્ક વાંચી! આ બાદ તેઓ રિમાર્ક વાંચી અને તેઓ ભાવૂક બની ગયાં. સરદાર પટેલે રિમાર્કમાં જણાવ્યું હતું કે, "આપેલા બિલના તમામ નાણાં મારા અંગત એકાઉન્ટમાંથી ચૂકવવામાં આવે" આ રિમાર્ક વાંચતા જ મુકુંદભાઈની નજરોમાં સરદાર પટેલ માટે એક અલગ જ સ્થાન પ્રાપ્ત થઈ ગયું.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details