ગુજરાત

gujarat

Scholarship Disability Students: રાજ્યમાં 40 ટકાથી ઓછા દિવ્યાંગ બાળકોને આપવામાં આવશે સ્કોલરશીપ

By

Published : Jan 3, 2022, 8:38 PM IST

ગાંધીનગરની ચૌધરી સ્કૂલમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani at Gandhinagar school)એ બાળકોમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરી હતી, ત્યારે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓફલાઈન અને ઓનલાઈન વિકલ્પ હજુ બાળકોના શિક્ષણ માટે યથાવત જ રાખવામાં આવ્યો છે. સાથે જ 40 ટકાથી ઓછું દિવ્યાંગતા ધરાવતા બાળકોને પણ રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશિપ (Scholarship Disability Students) આપવામાં આવશે.

Scholarship Disability Students: રાજ્યમાં 40 ટકાથી ઓછા દિવ્યાંગ બાળકોને આપવામાં આવશે સ્કોલરશીપ
Scholarship Disability Students: રાજ્યમાં 40 ટકાથી ઓછા દિવ્યાંગ બાળકોને આપવામાં આવશે સ્કોલરશીપ

ગાંધીનગર: સમગ્ર દેશમાં આજે 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરના કોબા ખાતે 15થી 18 વર્ષના બાળકોને રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે ગાંધીનગરની ચૌધરી સ્કૂલમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી એ બાળકોમાં રસીકરણ (Jitu Vaghani on Child Vaccination)ની પ્રક્રિયા હાથ ધરી હતી, ત્યારે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓફલાઈન અને ઓનલાઈન વિકલ્પ હજુ બાળકોના શિક્ષણ માટે યથાવત જ રાખવામાં આવ્યો છે.

Scholarship Disability Students: રાજ્યમાં 40 ટકાથી ઓછા દિવ્યાંગ બાળકોને આપવામાં આવશે સ્કોલરશીપ

શાળામાં SOPનું પાલન થાય તે જરૂરી

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani at Gandhinagar school)એ વધુમાં જણાવ્યું હતું કે, શાળામાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તે ખૂબ જ જરૂરી છે, ત્યારે આ બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા ધ્યાન રાખવામાં આવે છે અને જો કોઇ પણ ફરિયાદ આવશે તો તેને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લેવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં શાળાના બાળકોને શિક્ષણ માટે ઓફલાઈન ઓનલાઈન બંને વિકલ્પ યથાવત્ રાખવામાં આવ્યો છે, જેથી બાળક પોતાની રીતે પસંદ કરીને શાળાએ જઈ શકે છે અને ઓનલાઈન ઘરે પણ અભ્યાસ કરી શકે છે.

40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા બાળકોને આપવામાં આવશે સ્કોલરશીપ

આજના કાર્યક્રમ દરમિયાન રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ વધુ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા બાળકોને રાજ્ય સરકાર તરફથી સ્કોલરશિપ (Scholarship Disability Students) આપવામાં આવે છે, જેમાં હવે નિયમોમાં ફેરફાર કરીને 40 ટકાથી ઓછું દિવ્યાંગતા ધરાવતા બાળકોને પણ રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવશે. આમ રાજ્ય સરકાર પાસે અત્યાર સુધીમાં કુલ સાડા પાંચ લાખ જેટલા બાળકો દિવ્યાંગ સર્ટિફિકેટ ધરાવે છે, જેમાં હવે આવનારા દિવસોમાં ફરીથી તપાસ કરીને સંખ્યામાં વધારો થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.

આ પણ વાંચો:Jitu Vaghani on Child Vaccination: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન, 7 તારીખથી સ્પેશ્યલ ડ્રાઈવ

આ પણ વાંચો:ધોરણ 10માં બેઝિક ગણિત રાખનાર વિધાર્થીને મળશે વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ: જીતુ વાઘાણી

ABOUT THE AUTHOR

...view details