ગુજરાત

gujarat

GMC Election Result: રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કમળને નજર ન લાગે તે માટે કાળી ટીલ્લી જરૂરી

By

Published : Oct 5, 2021, 8:34 PM IST

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત ભગવો લહેરાયો (GMC Election Result) છે. નવી સરકાર આવ્યાં બાદની આ પ્રથમ ચૂંટણીમાં ભાજપે વિપક્ષ જેવું કંઈ રહેવા દીધું નથી. 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 41 બેઠકો કબજે કરી છે. જેનો ભવ્ય ઉત્સવ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવવામાં આવ્યો હતો.

GMC Election Result: રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કમળને નજર ન લાગે તે માટે કાળી ટીલ્લી જરૂરી
GMC Election Result: રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કમળને નજર ન લાગે તે માટે કાળી ટીલ્લી જરૂરી

● ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો

● ભાજપે 44 માંથી 41 બેઠકો પર મેળવી જીત

● વિપક્ષ જેવું ય બચ્યું નહીં


ગાંધીનગરઃ રાજ્યના મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ GMC Election Result સંદર્ભે ETV Bharat ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે...


ભાજપે ગાંધીનગર મહાનગરપાલિકામા વિપક્ષ જેવું કંઇ રહેવા દીધું નથી. શું કહેશો ?


ગુજરાતનું હ્રદય ગાંધીનગર છે. ગુજરાતના રાજકારણનું હૃદય ગાંધીનગર છે. આ જીતનો (GMC Election Result) તમામ યશ ભાજપના કાર્યકરોને જાય છે. મુખ્ય પ્રધાન ભૂપેેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વની કામગીરીનું આ ફળ છે. આવનારી તમામ ચૂંટણીઓમાં પણ ત્રીજો પક્ષ દેખાશે નહીં. આજે એક સીટ પણ આવી છે, એ તો કમળને નજર ન લાગે તે માટે કાલી ટીલ્લી જનતાએ લગાવી છે.


નવી સરકારના કડક નિર્ણયોએ પ્રજાને આકર્ષી છે?

થોડા સમય પહેલાં જ ભારતીય જનતા પાર્ટીની નવી ટીમની સરકાર બની છે. તેમાં સચિવાલય ખાતે પ્રધાનોને હાજર રહેવાનો, તેમ જ અધિકારીઓને પણ જનતાના કામ માટે સમયસર ઓફિસમાં હાજર રહેવાના આદેશ જેવા કાર્યોની લોકો પર અસર થઈ છે. લોકો ભાજપના કાર્યથી ખુશ છે. અધિકારીએ વર્ક કલ્ચર બદલવું પડશે. તો મુખ્યપ્રધાનના આદેશ નાનીનાની બાબત અને ઝીણવટપૂર્વક લોકોના કાર્યને મહત્વ આપવાના કાર્યની આ જીત છે.

ભાજપે વિપક્ષ જેવું કંઈ રહેવા દીધું નથી
આ પણ વાંચોઃ ઓફિસે મોડા આવતા કર્મચારીઓ સામે મહેસુલ પ્રધાનની લાલ આંખ, કહ્યું- સમયસર આવો અને કામ પૂર્ણ કરો, હું અચાનક જ ઓફિસની મુલાકાત લઈશ

આ પણ વાંચોઃ રાજેન્દ્ર ત્રિવેદીએ સંભાળ્યો ચાર્જ, ગુનેગારોને રાજ્ય છોડવા મજબૂર કરનારા કાયદાઓ લાવીશું

ABOUT THE AUTHOR

...view details