ETV Bharat / city

ઓફિસે મોડા આવતા કર્મચારીઓ સામે મહેસુલ પ્રધાનની લાલ આંખ, કહ્યું- સમયસર આવો અને કામ પૂર્ણ કરો, હું અચાનક જ ઓફિસની મુલાકાત લઈશ

author img

By

Published : Oct 4, 2021, 2:13 PM IST

ઓફિસે મોડા આવતા કર્મચારીઓ સામે મહેસુલ પ્રધાનની લાલ આંખ, કહ્યું- સમયસર આવો અને કામ પૂર્ણ કરો, હું અચાનક જ ઓફિસની મુલાકાત લઈશ
ઓફિસે મોડા આવતા કર્મચારીઓ સામે મહેસુલ પ્રધાનની લાલ આંખ, કહ્યું- સમયસર આવો અને કામ પૂર્ણ કરો, હું અચાનક જ ઓફિસની મુલાકાત લઈશ

મોટા ભાગના સરકારી કર્મચારીઓને ઓફિસમાં મોડા આવવાની આદત હોય છે. ત્યારે આવી અનેક ફરિયાદ સરકારને મળી છે. તો રાજ્યના મહેસુલ પ્રધાન ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ (State Revenue Minister Dr. Rajendra Trivedi) હવે આવા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. મહેસુલ પ્રધાનના મોબાઈલ પર અચાનક ફરિયાદીઓ અને જાહેર જનતાએ ફોન કરીને અધિકારીઓ અને કર્મચારીઓ ન આવ્યા હોવાની ફરિયાદ કરી હતી. તો મહેસુલ પ્રધાને પત્રકાર પરિષદ સંબોધીને રાજ્યના મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓને સમયસર ઓફિસ આવવા માટે ટકોર કરીને સૂચના આપી છે.

  • રાજ્યના મહેસુલ પ્રધાન ડો. રાજેન્દ્ર ત્રિવેદી (State Revenue Minister Dr. Rajendra Trivedi)ની મોડા આવતા કર્મચારીઓને ટકોર
  • કર્મચારીઓ મોડા આવતા હોવાની મળી રહી છે ફરિયાદ
  • ફરિયાદીઓ કરી રહ્યા છે ફોન પર મહેસુલ પ્રધાનને ફરિયાદ
  • મહેસુલ પ્રધાન કરશે ગમે જેતે કર્મચારીની ઓફિસની લેશે મુલાકાત

ગાંધીનગર: રાજ્યના સરકારી કર્મચારીઓ મોડા આવતા હોવાની ફરિયાદ હવે રાજ્ય સરકાર પાસે સત્તાવાર રીતે થઈ રહી છે. રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને (Revenue Minister Dr. Rajendra Trivedi) અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર ઓફિસ નથી આવતા તેની જાણ કરવા માટે ફોન આવ્યો હતો. ત્યારે મહેસુલ પ્રધાને લેટલતીફ કર્મચારીઓને ટકોર કરી છે અને સમયસર આવવા સૂચના આપી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કર્મચારીઓ સમયસર આવે અને કામ જલ્દી પૂર્ણ કરે અને હું ગમે ત્યારે ઓફિસની મુલાકાત લેવા આવીશ.

રાજ્યના મહેસુલ પ્રધાન ડો. રાજેન્દ્ર ત્રિવેદીની મોડા આવતા કર્મચારીઓને ટકોર

મહેસુલ પ્રધાન કરશે સરપ્રાઈઝ ચેકિંગ

રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Dr. Rajendra Trivedi) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આગામી સમયમાં રાજ્યની ગમે તે કલેકટર ઓફિસ હોય કે અન્ય ઓફિસ હોય કે પછી ગમે તે સરકારી ઓફિસ કે જ્યાં મહેસુલને લગતી કામગીરી થતી હોય તે તમામ જગ્યાએ અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને મોડા આવનારા કર્મચારી અથવા તો જે કામ ન કરતા હોય તેવા તમામ કર્મચારીઓ પર કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે.

જલ્દી ચૂકાદા આપો, પણ બરાબર આપો

રાજ્ય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Dr. Rajendra Trivedi) વધુમાં ઉમેર્યું હતું કે, મહેસુલના અનેક પ્રશ્નો બાબતે ચૂકાદાઓ સરકારી કર્મચારીઓ દ્વારા આપવામાં આવતા હોય છે, જેમાં અનેક લોકોની ફાઈલો છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ હોય છે ત્યારે આવા તમામ પેન્ડિંગ કામો જલ્દી પૂર્ણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ જલ્દીમાં કોઈ પણ ચુકાદો ગેરવ્યાજબી નોતરે તે પણ ધ્યાન રાખવાની સલાહ મહેસુલ પ્રધાને આપી છે. આમ, તમામ પક્ષો સાથે સંકલન કરીને અને તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બરાબર ચૂકાદો આપો તેવી પણ સૂચના મહેસૂલ પ્રધાને આપી છે.

મહેસુલ પ્રધાનનો મોબાઈલ નંબર થયો વાઈરલ

મહેસુલ પ્રધાને જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિએ તેમનો નંબર વાઈરલ કર્યો છે અને તેની પર અનેક લોકોના ફોન આવી રહ્યા છે. લોકો ફરિયાદ કરી રહ્યા છે કે, કર્મચારીઓ આવતા નથી અથવા તો કામ નથી કરી રહ્યા. છેલ્લા કેટલાય સમયથી તેઓની ફરિયાદ પેન્ડિંગ છે ત્યારે વાઈરલ થયેલા નંબરને પોઝિટિવ લેતા મહેસુલ પ્રધાને તાત્કાલિક ધોરણે રાજ્યના મહેસુલ વિભાગના કામો 7 દિવસની અંદર રેગ્યુલર કરવાની વાત કરી છે. આમ, આ 7 દિવસમાં રાજ્યની તમામ મહેસૂલ વિભાગની કચેરીઓની સમીક્ષા કરવામાં આવશે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.