ગુજરાત

gujarat

Rahul Gandhi will visit Gujarat : દ્વારકાધીશના દર્શન કરી ચૂંટણીનું કામ શરુ કરશે, દ્વારકા ચિંતન શિબિરમાં રાહુલ આવશે

By

Published : Feb 14, 2022, 8:42 PM IST

Gujarat Assembly Elections 2022 માટે છેવટે કોંગ્રેસનું કામકાજ શરુ થવાના વાવડ છે. રાહુલ ગાંધી ગુજરાત (Rahul Gandhi will visit Gujarat) આવી રહ્યાં છે. સુખરામ રાઠવાએ તેની માહિતી આપી હતી તે સાંભળો.

Rahul Gandhi will visit Gujarat :  દ્વારકાધીશના દર્શન કરી ચૂંટણીનું કામ શરુ કરશે, દ્વારકા ચિંતન શિબિરમાં રાહુલ આવશે
Rahul Gandhi will visit Gujarat : દ્વારકાધીશના દર્શન કરી ચૂંટણીનું કામ શરુ કરશે, દ્વારકા ચિંતન શિબિરમાં રાહુલ આવશે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections 2022 ) હવે ગણતરીના મહિનાઓમાં જ બાકી છે. ત્યારે ગુજરાતના રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ અંદરખાને શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. જ્યારે આજે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં કોંગ્રેસ નેતા (Rahul Gandhi will visit Gujarat) ગુજરાત પ્રવાસે આવશે અને દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને જયઘોષ કરશે.

ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીઓ માટે સજ્જ થઇ રહી છે

દ્વારકા દર્શન કરીને શરૂ થશે ચિંતન શિબિર

કોંગ્રેસ પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી 22 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ગુજરાતના પ્રવાસે (Rahul Gandhi will visit Gujarat ) આવશે. જેમાં દ્વારકા ખાતે કોંગ્રેસની ચાર દિવસની ચિંતન શિબિર યોજાશે અને તમામ દિવસોમાં રાહુલ ગાંધી હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીને (Gujarat Assembly Elections 2022 ) હવે ગણતરીના મહિનાઓની વાર છે ત્યારે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ચૂંટણી શિબિર ખૂબ મહત્વની બની રહેશે અને આગામી દિવસમાં કોંગ્રેસનો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Budget Session 2022: રાહુલ ગાંધીએ પેગાસસ મામલે કહ્યું - "મોદી સરકારે દેશદ્રોહ કર્યો"

વર્ષ 2017માં સોમનાથથી શરૂઆત, 2022માં દ્વારકાથી

કોંગ્રેસની ચૂંટણીલક્ષી કામગીરીની (Gujarat Assembly Elections 2022 ) જો વાત કરવામાં આવે તો વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સોમનાથના દર્શન કર્યા બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કામગીરી હાથમાં સંભાળી હતી. હવે 2022માં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓની વાર છે. ત્યારે અમુક ગણતરીના મહિના પહેલાં જ રાહુલ ગાંધી ગુજરાત આવીને (Rahul Gandhi will visit Gujarat ) સીધા આ દ્વારકાધીશના દર્શન કરીને ચૂંટણીની કમાન સંભાળશે. આ સાથે તમામ ધારાસભ્યો અને મહત્વના કાર્યકરો અને નેતાઓ સાથે વિધાનસભાની ચૂંટણીની બેઠક યોજીને કોંગ્રેસ એક ટીમ તરીકે કાર્યરત થશે અને તે બાબતે પણ આખો રોડમેપ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Rahul Gandhi on Budget 2022: રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું, ભારતમાં ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ વધી રહી છે

ABOUT THE AUTHOR

...view details