ETV Bharat / bharat

Budget Session 2022: રાહુલ ગાંધીએ પેગાસસ મામલે કહ્યું - "મોદી સરકારે દેશદ્રોહ કર્યો"

author img

By

Published : Jan 31, 2022, 7:02 AM IST

આગામી બજેટ સત્રમાં (budget session 2022) કોંગ્રેસ ફરી એકવાર કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારને પેગાસસ મુદ્દે ઘેરશે. રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેગાસસ મામલે ભાજપ સરકારને દેશદ્રોહી ગણાવી હતી.

Budget Session 2022 pegasus issues
Budget Session 2022 pegasus issues

નવી દિલ્હીઃ આગામી બજેટ સત્રમાં (budget session 2022) કોંગ્રેસ ફરી એકવાર પેગાસસ મુદ્દે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારને ઘેરશે. કોંગ્રેસના લોકસભા નેતા અધીર રંજન ચૌધરીએ રવિવારે કોંગ્રેસ સંકલન જૂથની બેઠકની (Congress coordination group meeting) અધ્યક્ષતા કરી હતી. જેમાં પક્ષના પાર્લામેન્ટ સ્ટ્રેટેજી ગ્રુપ દ્વારા આગામી બજેટ સત્રમાં હાથ ધરવામાં આવનાર પેગાસસ તેમજ અન્ય મુદ્દાઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો - "ભારતે પેગાસસને ઈઝરાયેલ પાસેથી ડિફેન્સ ડીલમાં ખરીદ્યું"

મોદી સરકારે દેશદ્રોહ કર્યો : રાહુલ ગાંધી

  • मोदी सरकार ने हमारे लोकतंत्र की प्राथमिक संस्थाओं, राज नेताओं व जनता की जासूसी करने के लिए पेगासस ख़रीदा था। फ़ोन टैप करके सत्ता पक्ष, विपक्ष, सेना, न्यायपालिका सब को निशाना बनाया है। ये देशद्रोह है।

    मोदी सरकार ने देशद्रोह किया है। pic.twitter.com/OnZI9KU1gp

    — Rahul Gandhi (@RahulGandhi) January 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ દરમિયાન ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટના હવાલેથી રાહુલ ગાંધીએ ટ્વિટ (Rahul gandhi on Pegasus) કર્યું હતું કે, "મોદી સરકારે આપણી લોકશાહીની પ્રાથમિક સંસ્થાઓ, રાજ્યના નેતાઓ અને જનતાની જાસૂસી કરવા માટે પેગાસસને ખરીદ્યું હતું. ફોન ટેપ કરીને શાસક પક્ષ, વિપક્ષ, સેના, ન્યાયતંત્ર તમામને નિશાન બનાવ્યા છે. આ દેશદ્રોહ છે. મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે."

આ પણ વાંચો: કેન્દ્ર સરકાર સતત બીજા વર્ષે રજૂ કરશે ડિજિટલ બજેટ, શું હશે વિશેષતા?

આજે સંકલન જૂથની બેઠક

કોંગ્રેસના નેતાઓ ગૌરવ ગોગોઈ, શશિ થરૂર, મનીષ તિવારી, સુરેશ અને મણિકમ ટાગોર આ બેઠકમાં સામેલ થયા હતા. રાષ્ટ્રપતિના સંબોધન બાદ આજે સોમવારે ફરીથી સંકલન જૂથની બેઠક મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.