ગુજરાત

gujarat

PM Modi Met Hiraba: PM મોદી સાંજે હીરાબા સાથે જમ્યાં, ખબરઅંતર પૂછ્યાં

By

Published : Mar 11, 2022, 10:14 PM IST

PM મોદી (PM Modi In Gujarat) રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક પૂર્ણ કર્યા બાદ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. PM મોદી હીરાબાને મળવા માટે તેમના નાના ભાઈના ઘરે રાયસણ પહોંચ્યા હતા.

PM Modi Met Hiraba: PM મોદી સાંજે હીરાબા સાથે જમ્યાં, ખબરઅંતર પૂછ્યાં
PM Modi Met Hiraba: PM મોદી સાંજે હીરાબા સાથે જમ્યાં, ખબરઅંતર પૂછ્યાં

ગાંધીનગર: ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન (PM Modi In Gujarat) અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમલમ (kamalam bjp gandhinagar) ખાતે ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક બાદ સાંજે મહા પંચાયત સંમેલન (Maha Panchayat Sammelan)માં હાજરી આપી હતી.

PM નરેન્દ્ર મોદી તેમના નાના ભાઈના ઘરે રાયસણ પહોંચ્યા હતા.

રાયસણ પહોંચ્યા હતા PM મોદી

ત્યારબાદ રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક (Somnath Trust Meeting)માં જોડાયા હતા અને બેઠક પૂર્ણ થયાના એક કલાક બાદ અચાનક જ તેમના માતા હીરાબાને (PM Modi Met Hiraba) મળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નાના ભાઈના ઘરે રાયસણ પહોંચ્યા હતા.

માતા હીરાબા સાથે PM મોદીએ ભોજન લીધું.

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદીએ માતા હીરાબા ના લીધા આશિર્વાદ

વર્ષ બાદ મુલાકાત

મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 મહિના પહેલા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. કોરોનાની પરિસ્થિતિ (Corona In Gujarat) વચ્ચે તેઓ માતા હીરાબાને મળ્યા નહોતા અને સીધા જ ગાંધીનગરમાં કાર્યક્રમ પૂર્ણ કરીને રાજ ભવન પહોંચ્યા હતા. રાજ ભવનથી સીધા અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા.

PM મોદીએ ખબરઅંતર પૂછ્યાં

હીરાબા સાથે બેસીને ખીચડી શાક ખાધું

હવે ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા. PM મોદીએ હીરાબા સાથે ખીચડી અને શાક ખાધાં હતા.

PM મોદીએ હીરાબાના આશીર્વાદ લીધા.

આ પણ વાંચો:25 કલાકારોએ 12 મહિનામાં PM મોદી અને હીરાબાના પ્રેમને વૂડ લે આર્ટથી અંકિત કર્યો

2017 ઈલેક્શન પહેલા હીરાબાના આશીર્વાદ લીધા હતા

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2017)માં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા હતા. ત્યારે કાર્યક્રમમાંથી અચાનક જ બપોરના સમયે હીરાબાને મળવા ગયા હતા અને તેમની સાથે ચા પણ પીધી હતી. મહત્વની વાત કરવામાં આવે તો હવે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને ગણતરીના મહિનાઓમાં જ બાકી છે અને ભાજપ પક્ષ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થાય તેને ધ્યાનમાં લઈને ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતાનો આશીર્વાદ લેવા અચાનક જ રાયસણ તેમના ઘરે પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details