ETV Bharat / state

PM નરેન્દ્ર મોદીએ માતા હીરાબા ના લીધા આશિર્વાદ

author img

By

Published : Oct 30, 2019, 4:45 PM IST

Updated : Oct 31, 2019, 8:50 AM IST

ગાંધીનગર: રાજ્યના કેવડિયા કોલોની ખાતે બનેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબરની એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જ્યંતીના દિવસે કેવડીયા ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરશે, ત્યારે 31 ઓક્ટોબર એટલે કે આવતીકાલના રોજ યોજાનાર PM મોદીનો વિગતવાર કાર્યક્રમ આ પ્રમાણે છે. તે પહેલા આજરોજ આ કાર્યક્રમને લઇને PM મોદી અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં હતાં. જ્યાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન સહીતના ટોંચના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આગમન કરતાની સાથે જ વડાપ્રધાન મોદીએ સૌ પ્રથમ માતા હીરા બા સાથે મુલાકાત કરી હતી. નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે જવા રવાના થઈ ગયા છે.

Statue of Unity

  • 30 ઓક્ટોબરે રાત્રે 8.30 કલાકે નવી દિલ્હીથી અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં હતાં જ્યાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહીત ટોંચના નેતાઓ ઉપસ્થિત રહી અને વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યુ હતું અને ત્યાંથી વડાપ્રધાન માતા હીરા બા ને મળવા પહોંચ્યાં હતાં. જ્યાં વડાપ્રધાન મોદીએ માતાના આશીર્વાદ લીધા હતાં અને ત્યાંથી આવતીકાલના કાર્યક્રમને લઇને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવા રવાના થયા હતાં.
    PM નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા ગુજરાત પ્રવાસે, જાણો PM મોદીનું શિડયુલ
    સૌજન્ય: ANI
  • 31 ઓક્ટોબરે સવારે 8.15 વાગ્યે કેવડીયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ઉપસ્થિત રહેશે અને સૌને રાષ્ટ્રીય એકતાનાં શપથ લેવડાવશે
    PM નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા ગુજરાત પ્રવાસે, જાણો PM મોદીનું શિડયુલ
  • આ રાષ્ટ્રીય એકતા પરેડમાં રાજ્ય પોલીસ દળની પાંચ ઉપરાંત કેન્દ્રીય દળની ટુકડીઓ માર્ચ પોસ્ટ યોજશે અને NSG, CISF, NDRF, CRPF, ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસનું સાહસ પૂર્ણ નિદર્શન યોજાવાનું છે.
    PM નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા ગુજરાત પ્રવાસે
  • સવારે 09.50 કલાકે કેવડીયામાં નવ નિર્મિત ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટનું ઉદ્ઘાટન અને મુલાકાત કરશે
  • બપોરે 12થી 2 વાગ્યા સુધી IAS પ્રોબેશનર અધિકારીઓએ પાંચ થીમ પર તૈયાર કરેલા પ્રેઝન્ટેશન નિહાળશે અને તાલીમી અધિકારીઓ સાથે વાર્તાલાપ ચર્ચામાં સહભાગી થશે
  • પ્રોબેશનરી અધિકારીઓ સાથે બપોરનું ભોજન લેશે, ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગૃપ ફોટો સેશન કરશે
  • સાંજે 5.45 કલાકે કેવડીયાથી હવાઈ માર્ગે વડોદરા પહોંચશે અને ત્યાંથી વાયુદળના વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે
Intro:Approved by panchal sir

રાજ્યના કેવડિયા કોલોની ખાતે બનેલ સરકાર વલ્લબ પટેલ ની પ્રતિમા સ્ટેવહયું ઓફ યુનિટી ને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર ને એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સરદાર વલ્લભ ભાઈ પટેલ જન્મ જ્યંતી ૩૧ ઓક્ટોબરે કેવડીયા ખાતે સરદાર સાહેબ ની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પુષ્પાંજલિ અર્પણ કરશે. Body:31 ઓક્ટોબર ના દિવસે પીએમ મોદી ક્યાં અને કેટલા વાગે શુ કરશે તેનો વિગતવાર કાર્યક્રમ.

૩૦ ઓક્ટોબરે રાત્રે 8.30 કલાકે નવીદિલ્હી થી અમદાવાદ આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે

31 ઓક્ટોબરે સવારે 8.15 વાગ્યે કેવડીયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ માં ઉપસ્થિત રહેશે અને સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવશે,

આ રાષ્ટ્રીય એકતા પરેડ માં રાજ્ય પોલીસ દળ ની પાંચ ઉપરાંત કેન્દ્રીય દળ ની ટુકડીઓ માર્ચ પાસ્ટ યોજશે અને એન.એસ.જી સી આઈ એસ એફ એન ડી આર એફ તેમજ સી આર પી એફ અને ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ ના સાહસ પૂર્ણ નિદર્શન યોજાવાના છે


સવારે 09.50 કલાકે કેવડીયા માં નવ નિર્મિત ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટ નું ઉદ્ઘાટન અને મુલાકાત કરશે

બપોરે 12 થી 2 વાગ્યા સુધી આઈ.એ.એસ પ્રોબેશનર અધિકારીઓએ પાંચ થીમ પર તૈયાર કરેલા પ્રેઝન્ટેશન નિહાળશે અને તાલીમી અધિકારીઓ સાથે વાર્તાલાપ ચર્ચામાં સહભાગી થશે

પ્રોબેશનરી અધિકારીઓ સાથે બપોર નું ભોજન લેવાના છે અને ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગ્રુપ ફોટો સેશન

સાંજે 5.45 કલાકે કેવડીયા થી હવાઈ માર્ગે વડોદરા પહોંચશે અને ત્યાંથી વાયુદળના વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે.Conclusion:...
Last Updated : Oct 31, 2019, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.