ગુજરાત

gujarat

Rain forecast in Gujarat: ફરી વરસાદમાં ભીંજાવવા થઈ જાઓ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી

By

Published : Jun 15, 2022, 9:08 AM IST

ગાંધીનગર ખાતે ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી વેધર વોચ ગૃપની બેઠક (Rain forecast in Gujarat) યોજાઈ હતી. તેમાં આગામી વરસાદની શક્યતાઓ વિશે જાણવા મળ્યું હતું. તેમ જ આ વર્ષે ખરીફ (Meteorological Department Rainfall) પાકને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

Rain In Gujarat : આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ૫ડવાની સંભાવના : હવામાન વિભાગ
Rain In Gujarat : આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ૫ડવાની સંભાવના : હવામાન વિભાગ

ગાંધીનગર : રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ચોમાસાની સિઝન (Weather Watch Group Meeting) દરમિયાન મંગળવારે વેધર વોંચની બેઠક મળી હતી. ગાંધીનગર ખાતે રાહત નિયામક સી.સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની મીટીંગ યોજાઈ હતી. જેમાં IMDના અઘિકારી એમ. મોહંતીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે. તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા (Moonsoon Gujarat 2022) દરમિયાન 96 થી 104 ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે.

કેટલો વરસાદ નોંધાયો -છેલ્લા 24 કલાક રાજ્યમાં થયેલા વરસાદની માહિતી (Gujarat Weather Prediction) આપતા રાહત નિયામકએ જણાવ્યું હતું કે, સવારના 6થી બપોરના 2 સુધી રાજ્યમાં 2 જિલ્લાઓના 2 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના (Meteorological Department Rainfall) નડિયાદ તાલુકામાં 07 મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી 14મી જૂન 2022 ના અંતિત 14.45 મીમી વરસાદ થયો છે. જે છેલ્લા 30 વર્ષની રાજ્યની સરેરાશ 850 મીમી.ની સરખામણીએ 1.70 ટકા છે.

આ પણ વાંચો :Color Code in Heat Alert : ગરમીને લઇને આપવામાં આવતા એલર્ટના કલરો શું સૂચવે છે જાણો..!

કેટલું વાવેતર નોંધાયું -કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અંદાજે 2,53,029 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 13 જૂન સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 2,18,554 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર (Rain forecast in Gujarat) વિસ્તારની સામે 2.93 વધુ વાવેતર થયું છે.

આ પણ વાંચો :Gujarat Weather forecast: અમરેલીમાં વાદળછાયુ વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો

જળાશ્યો એલર્ટ પર -સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં (Gujarat Rain Update) 154915 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિ 46.37 ટકા છે. રાજ્યના 206 જળાશ્યોમાં 1,94,954 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 34.93 ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નિંગ પર છે.આ બેઠકમાં NDRF, SDRF, ઉર્જા, માર્ગ અને મકાન, આરોગ્ય, વન વિભાગ, CWC, ઈસરો સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અઘિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.

ABOUT THE AUTHOR

...view details