ETV Bharat / state

Monsoon 2022 Gujarat: હવામાન વિભાગની આગાહીને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

author img

By

Published : Apr 21, 2022, 2:37 PM IST

ગુજરાતમાં આગામી બે દિવસ(Monsoon 2022 Gujarat) સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી(Chance of unseasonal rains ) છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે મોરબીના માર્કેટ યાર્ડના અનાજ વિભાગમાં રજા રાખવામાં આવી છે. જેથી યાર્ડમાં પડેલ જણસને નુકશાન ન પહોંચે અને ખેડૂતોનો માલ પણ સુરક્ષિત રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

Monsoon 2022 Gujarat: હવામાન વિભાગની આગાહીને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે
Monsoon 2022 Gujarat: હવામાન વિભાગની આગાહીને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

મોરબીઃ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે(Monsoon 2022 Gujarat) મોરબીના માર્કેટ યાર્ડના (Morbi Marketing Yard)અનાજ વિભાગમાં રજા રાખવામાં આવી છે. જેથી યાર્ડમાં પડેલ જણસને નુકશાન ન પહોંચે અને ખેડૂતોનો માલ પણ સુરક્ષિત રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહીના (Meteorological Department )કારણે મોરબી શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

મોરબી માર્કેટિંગ યાર્ડ

આ પણ વાંચોઃ Weather Forecast Gujarat: ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્રમાં માવઠાની આગાહી, 20થી 25 કિમીની ગતિએ ફૂંકાશે પવન

અનાજ વિભાગમાં રજા જાહેર - મોરબીમાં સવારથી વાદળછાયું વાતાવરણ (Monsoon 2022 start date)જોવા મળ્યું છે. જેને પગલે મોરબી માર્કેટિંગ યાદ દ્વારા અનાજ વિભાગમાં રજા જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ સાથે ખેડૂતોને યાર્ડમાં માલ લઇને ન આવવા સુચના આપવામાં આવી છે. આ કમોસમી વરસાદ બાદ આકરી ગરમી પણ પડશે એવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather forecast: આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા, ત્યારબાદ પડી શકે છે આકરી ગરમી

આકરી ગરમીનો લોકોને સામનો કરવો પડશે - ઉત્તર પૂર્વના રાજ્યોમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે ગુજરાત અને તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ(cloudy weather in saurashtra) સર્જાયું છે. વાદળછાયા વાતાવરણને કારણે દિવસના તાપમાનમાં અચાનક ખૂબ ઘટાડો થયો છે. આકરી ગરમીથી લોકોને છુટકારો મળ્યો છે. પરંતુ બે દિવસના કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ફરી આકરી ગરમીનો લોકોને સામનો કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.