ETV Bharat / bharat

Monsoon 2022 Forecast : જાણો, ગુજરાત સહિત કેવું રહેશે આ વર્ષે ચોમાસું, ખેડૂતો પર શું થશે અસર, કયા મહિનામાં થશે સૌથી વધુ વરસાદ ?

author img

By

Published : Apr 12, 2022, 5:13 PM IST

Updated : Apr 12, 2022, 5:27 PM IST

MONSOON 2022 FORECAST
MONSOON 2022 FORECAST

ખાનગી હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટે ચોમાસા 2022ની આગાહી (Monsoon 2022 Forecast ) જાહેર કરી છે, જે સામાન્ય ચોમાસાની આગાહી બતાવી છે. એજન્સી અનુસાર, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને સરેરાશ વરસાદની સરખામણીમાં 2022માં 98 ટકા વરસાદ થવાની સંભાવના છે. હકીકતમાં, સામાન્ય વરસાદનો પ્રસાર LPA ના 96-104 ટકા છે.

નવી દિલ્હીઃ ચોમાસા 2022ની (Monsoon 2022) રાહ જોઈ રહેલા લોકો અને કૃષિ ક્ષેત્ર (Agriculture) સાથે જોડાયેલા લોકો માટે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆત સારી થવાની ધારણા સાથે જૂન મહિનામાં જ મહત્તમ વરસાદની અપેક્ષા છે. જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સરેરાશ વરસાદ 880.6 મીમી પડી શકે છે. તેની સરખામણીમાં વરસાદની સંભાવના 98 ટકા છે. આ દરમિયાન ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે, જ્યારે પંજાબ, યુપી, મધ્યપ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં વધુ વરસાદ પડશે. આ સાથે જ, ખેડૂતો માટે સારા સમાચાર છે કે, ચોમાસું તેમના માટે સારું રહેશે, કારણ કે શરૂઆતના મહિનામાં પાકની વાવણી માટે સારો વરસાદ થશે, તેનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે.

આ પણ વાંચો : Gujarat Weather Report: રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થતા ગરમીથી રાહત, જાણો આજનું તાપમાન

સામાન્ય ચોમાસાની આગાહી : ખાનગી હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટે ચોમાસા 2022ની આગાહી (Monsoon 2022 Forecast) કરી છે. જેમાં સામાન્ય ચોમાસાની આગાહી કરવામાં આવી છે. એજન્સી અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને સરેરાશ વરસાદની સરખામણીમાં 2022માં 98 ટકા વરસાદ થવાની સંભાવના છે. હકીકતમાં સામાન્ય વરસાદનો પ્રસાર LPA ના 96-104 રહેશે.

ગુજરાતમાં વરસાદની ઉણપ : એજન્સીએ કહ્યું છે કે, ભૌગોલિક જોખમોના સંદર્ભમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજસ્થાન, ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાની સાથે પૂર્વોત્તર પ્રદેશમાં સમગ્ર સિઝન દરમિયાન વરસાદની ઉણપ રહેશે. કેરળ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય ચોમાસાના મહિનામાં ઓછો વરસાદ જોવા મળશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તર ભારતના કૃષિ વિસ્તારો અને મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વરસાદી વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. સિઝનનો પ્રથમ અર્ધ ઉત્તરાર્ધ કરતાં વધુ સારો રહેવાની અપેક્ષા છે. જૂનની શરૂઆતમાં ચોમાસાની સારી શરૂઆત થવાની ધારણા છે.

આ પણ વાંચો : Fertilizer price hike issue: ખાતરના ભાવમાં ભડકો...શુ બોલ્યા કૃષિ પ્રધાન?

ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર રહેશે સારૂ : હવામાનશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે હતું કે, આ વર્ષે ચોમાસું ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સારું રહેવાની ધારણા છે, કારણ કે પ્રારંભિક તબક્કામાં ચોમાસું સારું રહેવાની અપેક્ષા છે. વાવણીનો સમય હોવાથી ખેડૂતો માટે સારું રહેશે. તે જ સમયે, તેમણે કહ્યું કે ચોમાસું દિલ્હી-એનસીઆર ક્ષેત્ર માટે પણ સારું રહેશે અને અપેક્ષા મુજબ વરસાદ થશે.

Last Updated :Apr 12, 2022, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.