ગુજરાત

gujarat

Gujarat Rain Update: 171 તાલુકાઓમાં વરસાદનું આગમન, રાજ્યભરમાં કુલ 5.94 ટકા વરસાદ નોંધાયો

By

Published : Jun 19, 2021, 7:00 PM IST

રાજ્યમાં ચોમાસાન પ્રારંભ થઇ ગયો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે 96 તાલુકાઓમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં આણંદમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત, વડાલીમાં 6 ઈંચ, ખંભાળિયા અને ચોર્યાસી તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.

Gujarat
Gujarat

  • પ્રથમ અઠવાડિયામાં 5.94 ટકા વરસાદ નોંધાયો
  • 96 તાલુકામાં અડધો ઇંચ વરસાદ
  • કુલ 171 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

ગાંધીનગર(Rain Update): રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના 171 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના 96 તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં આણંદ જિલ્લાના આણંદ તાલુકામાં 189 MM એટલે કે 7 ઈચથી વધુ વરસાદ તથા સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં 150 MM એટલે કે 6 ઈંચ વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં 128 MM અને સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 124 MM એટલે કે 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

આ તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો...

તાલુકા વરસાદ(MM)
ઓલપાડ 95
મહેસાણા 96
સુરત (શહેર) 93
સરસ્વતી 92
બરવાળા 91
જલાલપોર 88
પેટલાદ 84
દાંતા 81
રાધનપુર 79
નેત્રંગ 76

આ પણ વાંચો: Surat Rain Forecast: સુરત જિલ્લામાં આગામી બે દિવસ દરમ્યાન છૂટોછવાયો વરસાદ પાડવાની સંભાવના

આ તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો...

તાલુકા વરસાદ(MM)
ધંધુકા 64
કરજણ 62
પાટણ 61
ચુડા 59
વાપી 59
બેચરાજી 58
ઉમરગામ 58
જોટાણા 57
ભુજ 56
બોરસદ 53
જૂનાગઢ 51
જૂનાગઢ (શહેર) 51

કેટલાક તાલુકાઓમાં વરસાદની ગેરહાજરી

રાજ્યના 28 તાલુકાઓમાં 1થી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, જયારે અન્ય 47 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જેમાં વરસાદ ન હોય તેવા 19 તાલુકાઓ નોંધાયા છે. 0થી 2 ઈંચ વરસાદ હોય તેવા 142 તાલુકાઓ, 2થી 5 ઈંચ વરસાગ હોય તેવા 69 અને 5થી 10 ઈંચ વરસાદ ધરાવતા 18 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details