ગુજરાત

gujarat

ઉદ્યોગો માટે સરકારની નવી પૉલિસી, 12.50 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 15 લાખ રોજગાર ઊભા થશે

By

Published : Oct 6, 2022, 11:52 AM IST

રાજ્ય સરકારે ઉદ્યોગો માટે આત્મનિર્ભર ગુજરાત (Atmanirbhar Gujarat Scheme) સ્કીમ ફૉર આસિસ્ટન્ટ ટૂ ઇન્ડસ્ટ્રીઝ પૉલિસીની (Scheme for Assistant to Industries Policy ) જાહેરાત કરી છે. આ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ યોજનાના કારણે 12.50 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 15,00,000 જેટલા રોજગાર ઊભા થશે.

ઉદ્યોગો માટે સરકારની નવી પૉલિસી, 12.50 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 15 લાખ રોજગાર ઊભા થશે
ઉદ્યોગો માટે સરકારની નવી પૉલિસી, 12.50 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 15 લાખ રોજગાર ઊભા થશે

ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વિપક્ષ દ્વારા બેરોજગારી ઉદ્યોગો બાબતે અનેક પ્રશ્નો અને સવાલો ઊભા કરવામાં આવે છે. ત્યારે આજે રાજ્ય સરકારે (Gujarat Government) ઉદ્યોગોને આત્મનિર્ભર કરવા માટે સહાયની આત્મનિર્ભર ગુજરાત સ્કીમ (Atmanirbhar Gujarat Scheme) ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ પૉલિસીની (Scheme for Assistant to Industries Policy) જાહેરાત કરી છે.

લાર્જ ઇન્ડસ્ટ્રીઝ માટેની જોગવાઈ

CMએ આપી માહિતીરાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આ પૉલિસીની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ યોજનાના પરિણામે આગામી દિવસોમાં 12.50 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને 15 લાખ જેટલા રોજગાર ઉભા થશે.

આ પૉલિસીથી MSMEને મળનારા લાભઆ પૉલિસીથી રાજ્યના MSME સેક્ટરને (msme gujarat) ઘણો લાભ થશે. NET GST રિઅમ્બર્સમેન્ટ પેટે ઉદ્યોગ અને ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 75 ટકા સુધી દસ વર્ષ સુધી મળશે. જ્યારે માઈક્રો ઇન્ડસ્ટ્રીઝ માટે 35,00,000 રૂપિયા સુધીની કેપિટલ સબસિડી મળશે. તો MSME માટે 7 વર્ષ સુધી 35,00,0000 રૂપિયા સુધીની વાર્ષિક વ્યાજ સબસિડી, 10 વર્ષ માટે EPF રિએમ્બરસમેન્ટ, 5 વર્ષ માટે વીજ ડ્યૂટીમાંથી મુક્તિ, મહિલાઓ, યુવાનો અને દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકો માટે વધારાના ઈન્સેન્ટિવ જેવા કે, જે વ્યક્તિ લોન લે તેને બજાર કિંમત કરતા ઓછા વ્યાજ દર લોન આપવામાં આવશે.

લાર્જ ઇન્ડસ્ટ્રીઝ માટેની જોગવાઈમોટી ઈન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો, રાજ્ય સરકારે (Gujarat Government) આ બધા હેતુસર આત્મનિર્ભર ગુજરાત સ્કીમ પર આસિસ્ટન્ટ લાર્જ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ વિશેષ યોજનાની જાહેરાત કરી છે. આત્મનિર્ભર ભારતના (atma nirbhar bharat abhiyan) વિઝનને ધ્યાનમાં રાખી મેન્યુફેક્ચરિંગના વૈશ્વિક પ્રવાહો પ્રમાણે 9 થ્રસ્ટ સેક્ટર એટલે કે, 22 સબસેક્ટરને મુખ્ય મેન્યુફેક્ચરિંગ સેક્ટર તરીકે ઓળખવામાં આવશે.

મેગા ઇન્ડસ્ટ્રીઝ માટેની જોગવાઈમેગા ઇન્ડસ્ટ્રીઝ માટે મેન્યુફેક્ચરિંગના વૈશ્વિક પ્રવાહો પ્રમાણે 10 થ્રસ્ટ સેક્ટર એટલે કે, 23 સબ સેક્ટરને મુખ્ય પ્રવાહ મેન્યુફેક્ચર તરીકે ઓળખવામાં આવશે. 2,500 કરોડ રૂપિયાથી વધુ રોકાણ ધરાવતા અને 2,500થી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા ઇન્ડસ્ટ્રીયલ યુનિટને આ સ્કીમ હેઠળ વિશેષ ઈન્સેન્ટિવ આપવામાં આવશે. ઇન્ડસ્ટ્રીઝના ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 12 ટકા સુધી કુલ વ્યાજ સબસિડી, નેટ જીએસટી ઉદ્યોગ અને ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 18 ટકા સુધી 20 વર્ષ સુધી મળશે. પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવેલા કે લીઝ માટેની જમીનને સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જમાંથી 100 ટકા માફી આપવામાં આવશે, પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી મુક્તિ મળશે.

રાજ્યમાં 15 લાખ રોજગારી પ્રાપ્ત થશેરાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પોલિસીના લોન્ચિંગ (Atmanirbhar Gujarat Scheme) દરમિયાન નિવેદન આપ્યું હતું કે ગુજરાત દેશમાં મેન્યુફેક્ચરિંગ લેન્ડ કેપ માં આત્મ નિર્ભરતાથી આગવું સ્થાન ઊભું કરશે સાથે જ આત્મ નિર્ભય ગુજરાત સ્કીમ પર આસિસ્ટન્ટ ટૂ ઇન્ડસ્ટ્રીઝને (Scheme for Assistant to Industries Policy) પરિણામે રાજ્યમાં 12.50 લાખ કરોડ રોકાણ આવશે. આ ઉપરાંત 15 લાખ જેટલા વિશાળ રોજગારોનું અવસર પણ પ્રાપ્ત થશે તેવી શક્યતાઓ પણ રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા મૂકવામાં આવી છે.

લોન્ચિંગ કાર્યક્રમમાં આ લોકો રહ્યા ઉપસ્થિત જ્યારે આ સ્કીમના લોન્ચિંગ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), રાજ્ય કક્ષાના ઉદ્યોગ પ્રધાન જગદીશ વિશ્વકર્મા (State Minister Jagdish Panchal), મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમાર અને ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details