ETV Bharat / state

સરકાર ઉદ્યોગકારોની દરેક સમસ્યા દૂર કરશે, CMએ ચેમ્બર ઑફ કોમર્સના નવા ભવનના ઉદ્ઘાટન સમયે આપી ખાતરી

author img

By

Published : Oct 5, 2022, 3:05 PM IST

સરકાર ઉદ્યોગકારોની દરેક સમસ્યા દૂર કરશે, CMએ ચેમ્બર ઑફ કોમર્સના નવા ભવનના ઉદ્ઘાટન સમયે આપી ખાતરી
સરકાર ઉદ્યોગકારોની દરેક સમસ્યા દૂર કરશે, CMએ ચેમ્બર ઑફ કોમર્સના નવા ભવનના ઉદ્ઘાટન સમયે આપી ખાતરી

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સના (Gandhidham Chamber of Commerce) નવનિર્મિત ન્યૂ એનેક્ષી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છ ભારતનો અને ગુજરાતનો વિશાળ જિલ્લો હોવાના કારણે તથા વેપારની અપાર સંભાવનાઓને લક્ષમાં રાખી આ ભવનનું નિર્માણ (New Annexe Building of Gandhidham) કરવામાં આવ્યું છે.

કચ્છ કચ્છ એ ભારતનો અને ગુજરાતનો વિશાળ જિલ્લો હોવાના કારણે તથા વેપારની અપાર સંભાવનાઓને ધ્યાનમાં રાખી ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સ દ્વારા ન્યૂ એનેક્સી ભવનનું નિર્માણ (New Annexe Building of Gandhidham) કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આ નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) વેપારીઓ માટે કરેલા વિવિધ કાર્યોને યાદ કર્યા હતા.

ઔદ્યોગિકરણના વિકાસને આગળ વધારવા સરકાર કટિબદ્ધ અહીં ઉદ્યોગકારોને સંબોધતા મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે વાયબ્રન્ટ ગુજરાતની (vibrant gujarat summit ) શરૂઆત કરીને રાજ્યના દરેક વિસ્તારમાં ઉદ્યોગો લાવવાનું મહત્વપૂર્ણ કામ કર્યું છે. જેના મીઠા ફળરૂપે રાજ્ય અને કચ્છમાં પણ મોટા પાયે ઔદ્યોગિકરણ થયું છે અને હજુ પણ ઔદ્યોગિકરણની વિકાસ પરંપરા (kutch industrialization news) આગળ વધારવા માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે.

ભૂકંપમાંથી બેઠું થયેલું કચ્છ ગુજરાત રાજ્યનું ગ્રોથ એન્જિન બન્યું છે

ભૂકંપમાંથી બેઠું થયેલું કચ્છ ગુજરાત રાજ્યનું ગ્રોથ એન્જિન બન્યું છે મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, કચ્છનો મિજાજ જ કંઈ અલગ છે. ભૂકંપ જેવી પરિસ્થિતિ હોય કે અન્ય કોઈ પણ પરિસ્થિતિ હોય કચ્છ મજબૂત બનીને ઊભર્યું છે. આજે કચ્છ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે. તેવું ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના (Gandhidham Chamber of Commerce) ન્યૂ એનેક્ષી ભવનનું (inauguration New Annexe Building of Gandhidham) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ઉદ્ઘાટન કરતા સમયે જણાવ્યું હતું.

5Gથી થશે ફાયદો મુખ્યપ્રધાને (CM Bhupendra Patel) ઉદ્યોગકારોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને ગુજરાતને ગ્લોબલ બનાવ્યું છે. આના કારણે આજે ઉદ્યોગો સામેથી ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાતમાં ઉદ્યોગકારોને તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 5Gનું લોકાર્પણ થશે. ત્યારે ડિજિટલ ઈન્ડિયાને (Digital India) ખરા અર્થમાં વેગ મળશે. હેલ્થ સેક્ટર, ઉદ્યોગ સેક્ટર સહિતના તમામ સેક્ટરમાં 5Gના કારણે ફાયદો થશે.

ઔદ્યોગિકરણના વિકાસને આગળ વધારવા સરકાર કટિબદ્ધ
ઔદ્યોગિકરણના વિકાસને આગળ વધારવા સરકાર કટિબદ્ધ

સામાન્ય માણસ પર રહેલા વિશ્વાસના કારણે આજે અભિયાન સાર્થક થયા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન ડિજિટલ ઇન્ડિયા (Digital India), મેક ઈન ઇન્ડિયા (Make in India), સ્ટાર્ટ અપ ઇન્ડિયા વગેરે અભિયાન (Start Up India) શરૂ કર્યા ત્યારે તે કેમ પાર પડશે તે સૌને સવાલ હતો, પરંતુ વડાપ્રધાનના સામાન્ય માણસ પર રહેલા વિશ્વાસના કારણે આજે આ અભિયાન સાર્થક થયા છે. આજે દરેક નાનામાં નાના વ્યક્તિ પાસે પણ મોબાઈલ ફોન છે અને તે પોતાના નાણાંકીય વ્યવહાર આજે ઓનલાઈન તેમ જ યુપીઆઈ દ્વારા કરી રહ્યો છે. તે દર્શાવે છે કે, દેશ બદલ રહા હૈ અને આપણે પોતે પણ સમય સાથે બદલાઈ રહ્યા છીએ અને વિશ્વ સાથે કદમથી કદમ મિલાવી રહ્યા છીએ.

વિકાસની પરંપરાને આગળ લઈ જવા ઉદ્યોગકારો સહયોગ આપે તેવો અનુરોધ સરકારના સ્વચ્છતા અભિયાને પણ સમગ્ર દેશની સિકલ બદલી નાખી છે. આજે સામાન્ય વ્યક્તિ પણ કોઈ પણ પ્રકારનો કચરો રોડ ઉપર નાખતા પહેલા એક વખત વિચાર જરૂર કરે છે. આમ, સમગ્ર દેશના વિકાસમાં દરેકે દરેક નાગરિકનો સિંહફાળો છે. રાજ્ય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (Sustainable Development) તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારે રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટ આપ્યું છે, જે લોકોની સુખાકારીમાં મદદરૂપ બન્યું છે. નીતિ આયોગ મુજબ આજે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં નંબર વન છે. આમ, વધુને વધુ ગ્રોથ સાથે રાજ્ય આગળ વધી રહ્યું છે, ત્યારે તેમાં ઉદ્યોગપતિઓ પણ પોતાનો સહયોગ આપણે આપે તેવી તેમણે ઉદ્યોગકારોને અપીલ કરી હતી.

ઉદ્યોગકારોની કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે સરકાર કટિબદ્ધ વેપાર અને વાણિજ્ય ક્ષેત્રમાં ઉદ્યોગકારોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. આ ક્ષેત્રના કોઈ પણ પ્રશ્નો હશે તો સરકાર તેને દૂર કરવા માટે કામગીરી કરશે એવી ખાતરી પણ ઉપસ્થિત ઉદ્યોગકારોને મુખ્યપ્રધાને (CM Bhupendra Patel) આપી હતી. આજના કાર્યક્રમમાં કચ્છના સૉલ્ટ, ટિમ્બર, ટ્રાન્સપોર્ટ, શિપિંગ સહિત અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.