ભુપેન્દ્ર પટેલે સીએમ હાઉસમાં કરી શસ્ત્ર પૂજા, નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરંપરા યથાવત

author img

By

Published : Oct 5, 2022, 1:30 PM IST

ભુપેન્દ્ર પટેલે સીએમ હાઉસમાં કરી શસ્ત્ર પૂજા, નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરંપરા યથાવત

આજના દિવસે શસ્ત્ર વિધિ કરવામાં આવે છે. ભૂતકાળમાં આનંદીબેન પટેલ વિજય રૂપાણી અને હવે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ પણ દશેરાના દિવસે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પરંપરા આ દશેરામાં પણ યથાવત રાખી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાન(shastra pooja CM House) ખાતે સલામતી વિભાગના જવાનો સાથે મળીને શસ્ત્ર વિધિ કરી હતી.

ગાંધીનગર દશેરાના પવિત્ર દિવસે લોકો પોતાના વાહનો અને સુરક્ષાના સાધનોની પૂજા વિધિ કરતા હોય છે ત્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સલામતી વિભાગના જવાનો સાથે રહીને શસ્ત્ર વિધિ (shastra pooja) શરૂ કરી હતી. ત્યારે વડાપ્રધાન થયા બાદ ગુજરાતમાં આ વિધિ હજુ પણ યથાવત રાખવામાં આવી છે.

ભુપેન્દ્ર પટેલ પરંપરા યથાવત રાખી જેમાં ભૂતકાળમાં આનંદીબેન પટેલ વિજય રૂપાણી અને હવે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ પણ દશેરાના દિવસે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની પરંપરા આ દશેરામાં પણ યથાવત રાખી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે સલામતી વિભાગના જવાનો સાથે મળીને શસ્ત્ર વિધિ કરી હતી.

સલામતી વિભાગના જવાનો સાથે મળીને શસ્ત્ર વિધિ
સલામતી વિભાગના જવાનો સાથે મળીને શસ્ત્ર વિધિ

મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના અવસરે મુખ્યમંત્રી સુરક્ષા કર્મીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું હતું, સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનની પરંપરા છે

મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર વિધિ
મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર વિધિ

નરેન્દ્ર મોદી કરાવી હતી શરૂઆત હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે, આજે વિજયાદશમીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું.

નાગરિકોને આપી શુભેચ્છા સીએમ ભુપેન્દ્ર પટેલે દશેરાના તહેવાર નિમિતે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિજયાદશમીનું આ પર્વ સદભાવના-સમરસતા સૌહાર્દ, આપસી પ્રેમ તથા બંધુતા અને સૌના સાથ સૌના વિકાસની નેમ પાર પાડનારૂં પર્વ બને તેવી અપેક્ષા પણ વ્યકત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.