ગુજરાત

gujarat

ગાંધીનગર કોર્ટે તરછોડાયેલા બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો, આ સમગ્ર ઘટનાક્રમ

By

Published : Oct 11, 2021, 2:15 PM IST

Updated : Oct 11, 2021, 2:53 PM IST

ગાંધીનગર પાસે પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળામાં 8 ઓક્ટોબરે રાત્રે તરછોડાયેલા બાળકનું એક ત્યજી દેવાયેલું બાળક (ઉંમર 8થી 10 મહિના) મળી આવ્યું હતું. જોકે, છેલ્લા 3 દિવસથી સમગ્ર રાજ્યમાં આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતે આ મામલાની ગંભીરતા લઈ તરછોડાયેલા બાળકની મુલાકાત લીધી હતી. સાથે જ સમગ્ર પોલીસની ટીમે તરછોડાયેલા બાળકના પિતા સચિન દિક્ષિતને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ સચિને તેની પ્રેમિકા અને બાળકની માતા મહેંદી પેથાણીની હત્યા કરી બાળકને ગાંધીનગર પાસે મુકી ભાગી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જ્યારે આરોપી સચિન દિક્ષિતને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો અત્યારે બાળકને ઓઢવ શિશુગૃહમાં મોકલવામાં આવ્યો છે.

ગાંધીનગર કોર્ટે શિવાંશના પિતા અને આરોપી સચિન દિક્ષિતના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો, આ સમગ્ર ઘટનાક્રમ
ગાંધીનગર કોર્ટે શિવાંશના પિતા અને આરોપી સચિન દિક્ષિતના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો, આ સમગ્ર ઘટનાક્રમ

  • ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળામાંથી મળેલા બાળકનો મામલો
  • છેલ્લા 3 દિવસથી સમગ્ર રાજ્યમાં આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે
  • બાળકના પિતા સચિન દિક્ષિતે તેની પ્રેમિકા મહેંદી પેથાણીની હત્યા કરી હોવાનું સામે આવ્યું
  • આરોપી સચિન દિક્ષિત પ્રેમિકા મહેંદીની હત્યા કરી બાળકને ગાંધીનગર મુકી ભાગી ગયો હતો
  • પોલીસે ભાગી ગયેલા આરોપી સચિન દિક્ષિતને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો
  • ગાંધીનગરની કોર્ટે આરોપી સચિન દિક્ષિતના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

ગાંધીનગરઃ છેલ્લા ત્રણ દિવસથી બાળકને તરછોડાયાના સમાચાર ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ મામલે જેમ જેમ તપાસ આગળ વધી રહી છે. તેમ તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રે ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળામાં ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું હતું. ત્યારથી જ આ બાળક કોનું છે? તેના માતાપિતા કોણ છે. કોણ તેને અહીં મુકીને જતું રહ્યું છે? એવા તમામ લોકોને પ્રશ્ન થઈ રહ્યા હતા. જોકે, પોલીસ તપાસ કરે ત્યાં સુધીમાં ભાજપના કોર્પોરેટર દિપ્તી પટેલે તરછોડાયેલા બાળકને માતાની જેમ સંભાળી લીધો હતો.

બાળક મળ્યું પછી રાજ્ય સરકાર આવી હરકતમાં

શુક્રવારે રાત્રે બાળક તરછોડાયેલા બાળક મળતા જ પોલીસ જવાનો સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અહીં પોલીસે બાળકની સારસંભાળની વ્યવસ્થા કરી હતી. જો કે, તરછોડાયેલા બાળકના ચહેરા પર ફરી સ્મિત પાછું લાવવા સૌ તેને સ્મિત નામે બોલાવતા થયા હતા. ત્યારબાદ ગાંધીનગરના SP મયુર ચાવડાના વડપણ હેઠળ પોલીસ ટીમે બાળકના પરિવારને શોધવા મિશન શરૂ કર્યું હતું. બાળકની વિગત મગાવવા ગૃહ રાજ્યપ્રધાને LCB, SOG, સ્થાનિક પોલીસ સહિત કુલ 100થી વધુ પોલીસ જવાનોની ટીમને તપાસમાં લગાવી હતી. આ સાથે જ પોલીસે 45 ગામમાં તપાસ કરી હતી. જ્યારે 70થી વધુ CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા.

ગાંધીનગર કોર્ટે શિવાંશના પિતા અને આરોપી સચિન દિક્ષિતના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો, આ સમગ્ર ઘટનાક્રમ

આ પણ વાંચો-હીનાની હત્યાના આરોપી સચિનને લવાયો વડોદરા

પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

પોલીસે બાળકના પિતા સચિન દિક્ષિતની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. ત્યારબાદ એવું સામે આવ્યું હતું કે, સચિને તેની પ્રેમિકા અને શિવાંશની માતા મહેંદી પેથાણીની વડોદરામાં હત્યા કરી હતી. ત્યારબાદ તે બાળકને ગાંધીનગર મુકીને રાજસ્થાન ભાગી ગયો હતો. જોકે, પોલીસ સચિનની ધરપકડ કરી તેને વડોદરા લઈ ગઈ હતી. અહીં પોલીસે પૂછપરછ કરતા આરોપી સચિન દિક્ષિતે જણાવ્યું હતું કે, ગયા સપ્તાહમાં ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક પ્રસંગમાં જવા બાબતે તેની અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે મહેંદી પેથાણીએ જવાની ના કહી વિરોધ કર્યો હતો. સાથે જ બાળકની જવાબદારી અંગે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા સચિને મહેંદીનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. જ્યારે છેલ્લા 2 દિવસથી વડોદરાના ઘરમાં મહેંદીનો મૃતદેહ સડતો રહ્યો. જ્યારે પોલીસ ઘરની અંદર પહોંચી તો તેમને પણ દુર્ગંધથી ઉલટી થવા લાગી હતી. જે જગ્યાએ મહેંદીની હત્યા થઈ હતી. તે જ જગ્યાએ બેસાડીને પોલીસે આરોપી સચિનની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો-શિવાંશની હાજરીમાં સચિને મહેંદીની હત્યા કરી, 3 દિવસ સુધી રસોડામાં સડતો રહ્યો મૃતદેહ

આરોપી સચિન દિક્ષિત અને તેની પ્રેમિકા મહેંદી પેથાણીની ઓળખ કઈ રીતે થઈ?

આરોપી સચિન દિક્ષિત અમદાવાદની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે તેની પ્રેમિકા મહેંદી પણ એ જ કંપનીમાં નોકરી કરતી હતી. તે સમયે બંનેનો પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થયું હતું. જોકે, બંનેએ લગ્ન નહતા કર્યા, પરંતુ બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. પહેલા સચિન તેની પ્રેમિકા અને બાળક સાથે અમદાવાદ રહેતો હતો. ત્યારબાદ તે આ બંનેને વડોદરામાં ખોડિયારનગર પાસેના દર્શનમ્ ઓસેસિઝ નામની બિલ્ડિંગમાં રહેવા લઈ ગયો હતો.

મહેંદીની હત્યા થઈ તે કઈ રીતે ખબર પડી?

વડોદરામાં આરોપી સચિન દિક્ષિત અને તેની પ્રેમિકા મહેંદી પેથાણીના આજુબાજુના પાડોશી અમિતા તિવારીએ જણાવ્યું હતું કે, 4 દિવસ પહેલા રાત્રે 10.30 વાગ્યે બાળકનો જોરજોરથી રડવાનો અવાજ આવતો હતો, પરંતુ અમે આ અવાજને ગણકાર્યો ન હતો. જોકે, બંને વચ્ચે ઝઘડો થયાનો કોઈ અવાજ ન હતો આવ્યો. ત્યારબાદ રવિવારે બપોરે જ્યારે મારા પતિ નોકરી માટે નીકળતા હતા. તે સમયે તેમને દુર્ગંધ આવતી હતી. ત્યારબાદ સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.

ગૃહ રાજ્યપ્રધાને મામલાની ગંભીરતાથી નોંધ લીધી

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોતે તરછોડાયેલા બાળકના માતાપિતાને શોધવા તેમ જ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી હતી. ગૃહ રાજ્યપ્રધાને પોલીસના જવાનોને બાળક અંગે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. ગૃહ રાજ્ય પ્રધાન પોતે બાળકને મળવા પણ ગયા હતા.

પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા પણ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આ મામલાની તપાસ SOGના PI અને LCBના PI કરી રહ્યા છે. ત્યારે આરોપી સચિન દિક્ષિતને આજે (સોમવારે) ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે, કોર્ટે 14 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, આરોપી સચિન વડોદરાથી ક્યાં ગયો હતો. ગાંધીનગર કઈ રીતે આવ્યો, કોની સાથે આવ્યો તે અંગે પોલીસ તપાસ હજી બાકી છે. આ સાથે જ પોલીસને સાક્ષી પુરાવા મેળવવા, બોપલ અને ઉત્તરપ્રદેશ જવાનું પણ બાકી છે.

Last Updated :Oct 11, 2021, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details