ગુજરાત

gujarat

GERMIS Health Portal : કોવિડ બેડ સહિત આરોગ્યની તમામ માહિતી હવે એક ક્લિક પર મળશે, જાણો કેમ...

By

Published : Dec 28, 2021, 7:52 AM IST

રાજ્યમાં આરોગ્યની વ્યવસ્થા સુદ્રઢ બનવવા માટે ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાત એપેડેમીક એપ્લિકેશન અને રાજ્ય કક્ષાનું GERMIS (Gujarat Epidemic Response Management Information System) પોર્ટલ અને એપ્લિકેશન લોન્ચ (Government Launched The GERMIS Portal) કરવામાં આવી છે.

GERMIS Health Portal :  કોવિડ બેડ સહિત આરોગ્યની તમામ માહિતી હવે એક ક્લિક પર મળશે, જાણો કેમ...
GERMIS Health Portal : કોવિડ બેડ સહિત આરોગ્યની તમામ માહિતી હવે એક ક્લિક પર મળશે, જાણો કેમ...

ગાંધીનગર:રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેર પૂર્વેની તૈયારી રૂપે જાહેર જનતાને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ ખાલી બેડ અને ચણાના લોટના ટેસ્ટ લેબોરેટરીની માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર GERMIS (Gujarat Epidemic Response Management Information System) ઇન્ફોર્મેશનએપ્લીકેશન બનાવવામાં આવી છે.

GERMIS Health Portal : કોવિડ બેડ સહિત આરોગ્યની તમામ માહિતી હવે એક ક્લિક પર મળશે, જાણો કેમ...

GERMIS એપ્લિકેશનમાં શુ ફાયદો

રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે એપ્લિકેશન લોન્ચ કર્યા બાદ પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે ટેકનોલોજીના માધ્યમથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેમજ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના (Gujarat Informatics Limited) સંકલનથી તૈયાર કરેલ આ એપ્લિકેશન નજીકની સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં વેન્ટિલેટર ઓક્સિજન બેડ અને અન્ય સામાન્ય બેડની માહિતી પણ એપ્લિકેશનમાં જોવા મળશે.

પોર્ટલ પર સેવાઓ અને યોજનાનું મોંનીટરીગ થશે

આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે PMJAY અને માં કાર્ડ અંતર્ગત લાભાર્થીઓને આરોગ્યની સેવાની ગુણવત્તા અને વિનામૂલ્યે લાભ મળ્યા છે કે નહીં તે અંગેનો પણ મોનિટરિંગ કરવામાં આવશે. જ્યારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત APL BPLના તમામ લાભાર્થીઓને પ્રથમ વખતની તમામ સગર્ભા બને તેમ જ પ્રસૂતિ બાદ પોષણયુક્ત આહાર મળી રહે તે માટે પાંચ હજાર રૂપિયાની તબક્કાવાર સતી સહાય ચુકવવામાં આવે છે કે નહીં તે અંગેનો પણ મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ કસ્તુરબા પોષણ સહાય યોજના જનની શિશુ સુરક્ષા આ તમામ રાજ્ય સરકારની યોજનાઓનું ઓનલાઇન સર્વેલન્સ પણ કરવામાં આવશે.

જાહેર જનતા નક્કી કરે ભીડમાં જવું કે નહીં

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેના દસ્તક છે અને રાજકીય પક્ષો દ્વારા ભીળો એકત્રિત કરવામાં આવી રહી છે. જેમાં ભાજપના જ પૂર્વ નેતા સૌરભ પટેલ અને અલ્પેશ ઠાકોર દ્વારા હજારોની સંખ્યામાં લોકોને ભેગા કર્યા હતા. આ સમગ્ર ઘટના બાબતે ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, જાહેર જનતાએ નક્કી કરવું પડશે કે ભીડમાં જવું કે ન જવું પરંતુ રાજકીય કાર્યક્રમ ન કરવા જોઈએ તેવું સ્પષ્ટપણે જણાવ્યું ન હતું.

આ પણ વાંચો:અમદાવાદ જિલ્લાના નાગરિકોને એક જ ક્લિકથી ઉપલબ્ધ થશે સ્વાસ્થ્ય સેવાઓની માહિતી

આ પણ વાંચો:જામનગર પોલીસે લોન્ચ કરી 'જન સારથી એપ્લીકેશન', જાણો તેની ઉપયોગિતા...

ABOUT THE AUTHOR

...view details