ETV Bharat / state

અમદાવાદ જિલ્લાના નાગરિકોને એક જ ક્લિકથી ઉપલબ્ધ થશે સ્વાસ્થ્ય સેવાઓની માહિતી

અમદાવાદ જિલ્લામાં વહીવટી તંત્રની સ્વાસ્થ્ય સંબંધિત નવતર પહેલના ભાગરૂપે ‘આશિષ’ Ahmedabad approach to Strengthen Health Information System વેબપોર્ટલ વિકસાવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિષયક સેવાઓ સંબંધિત આ પ્રકારનું વેબ પોર્ટલ વિકસાવવામાં પ્રથમ બન્યો છે.

અમદાવાદ જિલ્લાના નાગરિકોને એક જ ક્લિકથી ઉપલબ્ધ થશે સ્વાસ્થ્ય સેવાઓની માહિતી
અમદાવાદ જિલ્લાના નાગરિકોને એક જ ક્લિકથી ઉપલબ્ધ થશે સ્વાસ્થ્ય સેવાઓની માહિતી
author img

By

Published : Oct 12, 2021, 8:08 PM IST

  • અમદાવાદમાં આરોગ્ય વિષયક ‘આશિષ’ વેબપોર્ટલના લોન્ચીંગ
  • પોર્ટલ હેલ્થ ઇમરજન્સીમાં આશીર્વાદરૂપ સાબિત થશે
  • આરોગ્ય વિષયક સેવાઓ વેબ પોર્ટલના માધ્યમથી મળશે

અમદાવાદ: જિલ્લાની સ્વાસ્થય વિષયક સેવાઓનું એકીકરણ કરીને ‘આશિષ’ પોર્ટલમાં તમામ સેવાઓ સંલગ્ન માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે દ્વારા ‘આશિષ’ વેબપોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

હેલ્થ ઈમરજન્સીમાં આશીર્વાદરૂપ

આ ‘આશિષ’ વેબપોર્ટલના લોન્ચીંગ બાદ જિલ્લા કલેક્ટરે પોર્ટલ હેલ્થ ઇમરજન્સીમાં આશીર્વાદરૂપ સાબિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હાઇ રીસ્ક ગૃપના દર્દીઓનો મૃત્યુદર ઘટાડવાના લક્ષ્યાંકમાં પણ આ પોર્ટલ ખુબજ મદદરૂપ બનશે.

આરોગ્યકર્મીઓના ડેટા અને સંપર્ક નંબર પોર્ટલ પર

આ પોર્ટલમાં અમદાવાદ જિલ્લાના પી.એચ.સી.(P.H.C.), સી.એચ.સી (C.H.C.), અન્ય તબીબી સેન્ટર, પ્રાથમીક, દ્વિતીય અને ટર્સરી કેર સેન્ટર સહિત આકસ્મિક સ્વાસ્થય સેવાઓના સંપર્ક નંબરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તથા ગ્રામ્ય સ્તરથી લઈ તાલુકા અને જિલ્લા સ્તર સુધીના તમામ આરોગ્યકર્મીઓના ડેટા અને સંપર્ક નંબરનો આ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

દર્દીઓની દેખરેખને વધુ સરળ બનાવવામાં મદદરૂ

સમયાંતરે ગંભીર બિમારી સંદર્ભે જાહેર કરવામાં આવતા નોટીફાઇટ વિસ્તારની માહિતી પણ આ પોર્ટલ પર મૂકવામાં આવશે. જે કારણોસર તે વિસ્તારના વ્યવસ્થાપનમાં સરળતા રહેશે. આશિષ વેબપોર્ટલ હેલ્થ ઇમરજન્સી અને અન્ય આફતોમાં હાઇ રિસ્ક ગ્રુપનું સુપરવિઝન, કોમોર્બિડ દર્દીઓની દેખરેખને વધુ સરળ બનાવવામાં મદદરૂપ બનશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશની ધાડપાડું ટોળકીના પાંચ આરોપીઓને સરખેજ પોલીસે ઝડપી પાડ્યા, એક ફરાર

આ પણ વાંચોઃ સાતમું નોરતું : માતા નવદુર્ગાનું ભયંકર સ્વરૂપ માઁ કાલરાત્રિ, જાણો તેનો મહિમા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.