ETV Bharat / state

ઉત્તરપ્રદેશની ધાડપાડું ટોળકીના પાંચ આરોપીઓને સરખેજ પોલીસે ઝડપી પાડ્યા, એક ફરાર

author img

By

Published : Oct 12, 2021, 10:01 AM IST

સરખેજમાં થયેલી લૂંટની ધટનાનાં આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. વેજલપુરમાં રહેતા કૌશલ ઠક્કર રાતનાં સમયે સરખેજ SM RING રોડથી YMCA CLUB તરફ કલરવ ફાર્મ પાસેથી પસાર થતા હતા, તે સમયે 2 મોટર સાયકલ પર આવેલા 4 ઈસમોએ તેઓને રોકી 45 હજાર રોકડ અને મોબાઈલ સહિત 54 હજારથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

ઉત્તરપ્રદેશની ધાડપાડું ટોળકીના પાંચ આરોપીઓને સરખેજ પોલીસે ઝડપી પાડ્યા : એક ફરાર
ઉત્તરપ્રદેશની ધાડપાડું ટોળકીના પાંચ આરોપીઓને સરખેજ પોલીસે ઝડપી પાડ્યા : એક ફરાર

  • ઉત્તરપ્રદેશની લૂંટ અને ધાડપડું ટોળકીને પોલીસે ઝડપી પાડી
  • બાઇક પર લોકોને રોકીને પૈસા પડાવી લેતા હતા
  • અન્ય કેટલી લૂંટ આચરી છે, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ : સરખેજ પોલીસે CCTV ફૂટેજનાં આધારે વાહનોની ઓળખ કરી આરોપીઓ સુધી પહોંચી હતી. ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાંથી નીતેષ ચૌહાણ, આકાશ કુશવાહ, મનીષ શ્રીવાસ, નીતિન સરોજ અને રીંકુ સરોજની ધરપકડ કરી છે. જ્યારે અભિષેક મિશ્રા નામના ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓની તપાસમાં સામે આવ્યુ કે, તેઓએ લૂંટમાં વાપરેલી બાઈકો પણ સેટેલાઈટ અને વેજલપુર વિસ્તારમાંથી ચોરી કર્યા હતા. ત્યારે આ ગેંગે આ રીતે અન્ય કેટલી લૂંટને અંજામ આપ્યો છે. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉત્તરપ્રદેશની ધાડપાડું ટોળકીના પાંચ આરોપીઓને સરખેજ પોલીસે ઝડપી પાડ્યા : એક ફરાર

ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી

પોલીસે હાલમાં પાંચ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપી અને ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે આરોપી સામે અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ 'ઇન્ડિયન સ્પેસ એસોસિએશન'ની શરૂઆત કરી, જાણો શું કહ્યું...

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: આંતકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત સેનાના 5 જવાન શહીદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.