ગુજરાત

gujarat

રાજ્યમાં અભ્યાસક્રમનું પ્રથમ સત્ર પૂર્ણ: 'ફી માફી' બાબતે કોંગ્રેસનાં પ્રવકતાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

By

Published : Nov 9, 2021, 7:28 PM IST

કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઈને અત્યારે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા(Education system in the state) પર ખૂબ જ વ્યાપક અસર પડી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા મનિષ દોશી(Congress chief spokesperson Manish Doshi)એ રાજ્યનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel)ને પત્ર લખીને મેડિકલ-ડેન્ટલ, પેરામેડિકલ, ઇજનેરી-ફાર્મસી અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓની 'એક સત્રની ફી માફ કરવા' માટેની માગણી કરી (Demanded 'one session fee waiver')છે. તેમજ રાજ્ય સરકારની મહત્વની 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના'(Mukhyamantri Yuva Swavalamban Yojana)માં આવક મર્યાદા વધારવાની માંગ પણ કરવામાં આવી છે.

રાજ્યમાં અભ્યાસક્રમનું પ્રથમ સત્ર પૂર્ણ: 'ફી માફી' બાબતે કોંગ્રેસનાં પ્રવકતાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
રાજ્યમાં અભ્યાસક્રમનું પ્રથમ સત્ર પૂર્ણ: 'ફી માફી' બાબતે કોંગ્રેસનાં પ્રવકતાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

  • કોંગ્રેસ પ્રવક્તાએ મુખ્યપ્રધાનને ફી અંગે લખ્યો પત્ર
  • બીજુ સત્ર શરૂ થવાની થઈ રહી છે તૈયારીઓ
  • રાજ્યમાં અભ્યાસક્રમનું પ્રથમ સત્ર થયું પૂર્ણ

ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી(Congress chief spokesperson Manish Doshi)એ જણાવ્યું હતું કે, છેલ્લાં 14 મહિના જેટલા સમયથી કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ હતું જેનાથી સંચાલકોને વીજળી, વહીવટી, મેઇન્ટેનન્સ, લેબોરેટરી સહિતનાં કોઈપણ પ્રકારનાં ખર્ચ થયા નથી. જ્યારે વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક સત્ર પણ હજુ શરૂ થયું નથી ત્યારે સમગ્ર વર્ષની ફી વસૂલવાનો નિર્ણય કેટલો યોગ્ય રહેશે? જેવા અનેક પ્રશ્નો મુખ્યપ્રધાનને લખેલા પત્રોમાં કરવામાં રજૂ કરવામાં આવ્યા છે. તેમજ મેડિકલ-ડેન્ટલ, પેરામેડિકલ, ઇજનેરી-ફાર્મસી અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓની એક સત્રની ફી માફીની પણ માંગ કરવામાં આવી(Demanded one session fee waiver) છે.

રાજ્યમાં અભ્યાસક્રમનું પ્રથમ સત્ર પૂર્ણ: 'ફી માફી' બાબતે કોંગ્રેસનાં પ્રવકતાએ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર

મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં મર્યાદા વધારવાની કરી માંગ

રાજ્યનાં હોશિયાર વિદ્યાર્થીઓ મેડિકલ, પેરા મેડિકલ, ફાર્મસી જેવા અભ્યાસક્રમ યોગ્ય રીતે કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 'મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના'નો અમલ કરવામાં આવ્યો છે. જેમાં મેડિકલ કોલેજોમાં 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના'માં રૂપિયા 6,00,000થી ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને 2,00,000 અથવા તો 50 ટકા ફી આ બે માંથી જે ઓછુ હોય તેનાં આધારે સ્કોલરશિપ આપવામાં આવે છે. જ્યારે આ યોજના વર્ષ 2015-16માં ખાનગી કોલેજોની વાર્ષિક ફી 4,00,000 રૂપિયાથી ઓછી હતી જ્યારે હવે તેજ ફીનું ધોરણ વર્ષ 2020-21 માં લગભગ ડબલથી પણ વધુ થયું હોવાનો દાવો મનીષ દોશીએ કર્યો હતો તેમજ વાર્ષિક આવકની મર્યાદા પણ 8,00,000 કરવાની માંગ પણ કરી છે.

હાઇકોર્ટ પણ કર્યો હતો હુકમ, તેમ છતાં નિર્ણય નહિ

મનીષ દોશીએ પત્રમાં વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, બે વખત લેખિતમાં સમગ્ર રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શિક્ષણ ક્ષેત્રની ફીની રાહત માટે પુન: રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે નામદાર હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ફી માફી માટે નિર્ણય લેવા જણાવ્યું હતું પરંતુ 14 મહિના જેટલા સમયથી સમગ્ર શિક્ષણ કાર્ય બંધ હતું તેમ છતાં આજદિન સુધી રાજ્ય સરકારે ફી માફીનો કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના લોકો ગુજરાત આવવા મજબૂર, જાણો સમગ્ર બાબત...

આ પણ વાંચો : LRD ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, 12 નવેમ્બર સુધી ફી ભરી શકાસે

ABOUT THE AUTHOR

...view details