ગુજરાત

gujarat

રુપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાજર રહેવા ફરમાન

By

Published : Jul 29, 2021, 7:51 PM IST

Updated : Jul 29, 2021, 11:01 PM IST

ગુજરાત રાજ્યમાં 5 વર્ષ પૂર્ણ કરનારા ભાજપના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ 9 દિવસ ખાસ ઉજવણી ઓગસ્ટ મહિનામાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 1 ઓગસ્ટના દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારા જ્ઞાનશક્તિ કાર્યક્રમમાં ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા એક ખાસ ફરમાન બહાર પાડવામાં આવ્યું છે.

ruapni goverment
ruapni goverment

  • સરકારના 5 વર્ષની ઉજવણી નિમિતે ટેક્નિકલ શિક્ષણ કચેરીનું ફરમાન
  • રાજ્યના ટેક્નિકલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાજર રહેવાની સૂચના
  • 1 ઓગસ્ટના દિવસે યોજાશે જ્ઞાન શક્તિ દિવસ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં 5 વર્ષ પૂર્ણ કરનારા ભાજપના મુખ્યપ્રધાન (CM) તરીકે વિજય રૂપાણીએ નવ દિવસની ખાસ ઉજવણી ઓગસ્ટ મહિનામાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 1 ઓગસ્ટના દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારા જ્ઞાનશક્તિ કાર્યક્રમમાં ટેકનિકલ શિક્ષણ બાબુ કચેરી દ્વારા એક ખાસ ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અને શિક્ષકોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

રુપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી

ટેક્નિકલ શિક્ષણ કમિશ્નરનું શુ છે ફરમાન

ટેકનિકલ શિક્ષણ કચેરીના કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક જિલ્લાના શિક્ષણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થી સાથે 1 ઓગસ્ટ 2021ના રોજ જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમનું બાયસેગ (BISAG) અને યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે આથી અત્રેની કચેરી હેઠળની તમામ સરકારી ઈજનેરી ફાર્મસી અને પોલિટેકનિક સંસ્થાઓ કે જ્યાં શક્તિ દિવસ અંગે કોઇ પ્રત્યક્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ નથી. તે સંસ્થાઓ ખાતેના આચાર્યોએ તારીખ 1 ઓગસ્ટના રોજ સંસ્થા ખાતેના સર્વ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહે તે સુનિશ્ચિત કરવાનું અને લાઈવ ટેલીકાસ્ટમાં જોડાવાનું રહેશે.

2 ઓગસ્ટના દિવસે કાર્યક્રમના ફોટો પણ ગાંધીનગર મોકલવાના રહેશે

રાજ્યના શિક્ષણ ટેકનીક વિભાગના કમિશનર દ્વારા એક ખાસ પરિપત્ર બહાર પાડીને 1 ઓગસ્ટના દિવસે યોજાનારા આ જ્ઞાન શક્તિ કાર્યક્રમમાં રાજ્યની તમામ ટેકનિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ અને ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે આ યોજાનારા કાર્યક્રમમાં કેમ્પસના ફોટોગ્રાફ્સ પણ પાડવાની સૂચના આપવામાં આવી છે. આ તમામ ફોટોગ્રાફ્સ 2 ઓગસ્ટના દિવસે ગાંધીનગર ખાતે મોકલી આપવાની પણ સૂચના આપવામાં આવી છે. આમ સરકારી વિભાગમાં પણ કાર્યક્રમ યોજાયો છે કે નહીં અને જે તે કોલેજ કેમ્પસમાં કાર્યક્રમ કર્યો છે કે, નહીં તે અંગેના પ્રુફ પણ ટેકનીકલ કચેરી દ્વારા માંગવામાં આવ્યા છે.

આ પણ વાંચો:કોરોનામાં રાજ્ય સરકારનો નિર્ણય : ખેડૂતોને ધીરાણ ચૂકવણી માટે 30 જૂન સુધીનો સમય લંબાવાયો

1 ઓગસ્ટના દિવસે જ્ઞાન શક્તિ કાર્યક્રમ

રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે એક વર્ષના દિવસે જ્ઞાનશક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અશક્તિ દિવસ નિમિત્તે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ 12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે શોધ યોજના હેઠળ 1 હજાર જેટલા વિદ્યાર્થીઓને PHDની સ્કોલરશીપ આપવામાં આવશે જ્યારે 51 જેટલા ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહીત કુલ 151 કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 2008 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઇ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે.

Last Updated : Jul 29, 2021, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details