ETV Bharat / city

કોરોનામાં રાજ્ય સરકારનો નિર્ણય : ખેડૂતોને ધીરાણ ચૂકવણી માટે 30 જૂન સુધીનો સમય લંબાવાયો

author img

By

Published : Jun 3, 2021, 7:55 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. જેમાં કોરોનાના કપરાકાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધીરાણની રકમ ચૂકવવામાં રાહત આપવામાં આવી છે જેમાં ખેડૂતોએ લીધેલા ટૂંકી મુદતની પાક ધીરાણને ભરપાઈ કરવાની સમયમર્યાદાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે

કોરોનામાં રાજ્ય સરકારનો નિર્ણય :  ખેડૂતોને ધીરાણ ચૂકવણી માટે 30 જૂન સુધીનો સમય લંબાવાયો
કોરોનામાં રાજ્ય સરકારનો નિર્ણય : ખેડૂતોને ધીરાણ ચૂકવણી માટે 30 જૂન સુધીનો સમય લંબાવાયો

  • રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો નિર્ણય
  • રાજ્યના ખેડૂતો માટે લીધો નિર્ણય
  • 30 જૂન સુધી રાજ્ય સરકાર 4 ટકા વ્યાજ ચૂકવશે
  • 241.50 કરોડનો પડશે રાજ્ય સરકારને બોજો

    ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોના કેસો મળે છે ત્યારે ગુજરાતમાં પણ મે મહિનામાં અને એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે જેમાં કોરોનાના કપરાકાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધીરાણની રકમ ચૂકવવામાં રાહત આપવામાં આવી છે જેમાં ખેડૂતોએ લીધેલા ટૂંકી મુદતની પાક ધીરાણને ભરપાઈ કરવાની સમયમર્યાદાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.


    રાજ્ય સરકારે કેવો લીધો નિર્ણય

    રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે જેમાં રાજ્યના ખેડૂતોને રાજ્યની નેશનલ નેશનલ મધુર બેંક સહકારી કે ખાનગી કોઈપણ બેન્કમાંથી ખેડૂતોએ લીધેલા ટૂંકી મુદતના પાક ધીરાણ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.આવા તમામ ખેડૂતો માટે ૩૦ જુન સુધી ની રાજ્ય સરકારની ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર ચૂકવશે અને આ નિર્ણયથી રાજ્ય સરકારની વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત 241.50 કરોડનો ખર્ચ થશે.

આ પણ વાંચોઃ શિક્ષકો માટે રાહત : Teacher Eligibility Test ના પ્રમાણપત્રની માન્યતા આજીવન કરાઈ

કોરોનાને લીધે લેવાયો નિર્ણય

જે રીતે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ છે અને ધંધા રોજગાર આંશિક રીતે બંધ છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા આજે ખાસ મહત્વના નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઈને જ કરવામાં આવ્યો હોય તેવું પણ સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે..


ટૂંકી મુદ્દતના ધીરાણ માટેની જાહેરાત

રાજ્ય સરકારે પોતાની જાહેરાતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે રાજ્યના ખેડૂતોએ ટૂંકી મુદતના પાક ધીરાણ લીધા છે તેમને જ આ નિયમો લાગુ કરવામાં આવશે. જ્યારે લાંબી મુદતથી ધીરાણ લીધેલા ખેડૂતોને આવી કોઇપણ પ્રકારની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ, અનેક ખેડૂતોને પાકમાં નુકશાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.