ગુજરાત

gujarat

કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ હવેથી અપાશે સહાય : રાજ્ય સરકાર

By

Published : Jul 27, 2021, 3:01 PM IST

કોરોનામાં જેમણે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે, એટલે કે કોરોનાથી માતા-પિતા બન્નેનું અવસાન થયું છે, તેવા બાળકોને અત્યાર સુધી સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવેથી મુખ્યમંત્રી બાળ સેવા યોજના ( Mukhyamantri Bal Seva Yojana ) અંતર્ગત કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ સહાય અપાશે.

કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ હવેથી અપાશે સહાય
કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ હવેથી અપાશે સહાય

  • માતા કે પિતા ગુમાવનાર બાળકને 2,000ની સહાય
  • આ પહેલા માતા પિતા બન્ને ગુમાવનારને સહાય મળતી
  • માતા અને પિતા ગુમાવનારને 4,000 સહાય અપાશે

ગાંધીનગર : મુખ્યમંત્રી બાળ સેવા યોજના ( Mukhyamantri Bal Seva Yojana )માં અનાથ-નિરાધાર બાળકોને અગાઉ 18 વર્ષની વય સુધી દર મહિને 4,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જો કે એ બાદ આ વયમર્યાદા વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી માતા પિતા બન્નેને ગુમાવનાર બાળકને આ સહાય મળતી હતી, પરંતુ હવે એક વાલી ગુમાવનાર બાળકને પણ આ સહાય આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત બાળકોને હવે 18 વર્ષની જગ્યાએ 21 વર્ષ સુધી માસિક રૂપિયા 4,000ની સહાય

ઓગસ્ટથી સહાય ચૂકવવાની થશે શરૂઆત

કોરોનામાં અનેક બાળકોને માતા કે પિતા ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે આકસ્મિક રીતે નિરાધાર થવાથી તેમના ભવિષ્યનો પણ પ્રશ્ન સર્જાયો છે. જે જોતા સરકારે બાળકોની આ ચિંતાને ધ્યાનમાં રાખી એક વાલી વાળા બાળકોને માસિક 2,000 રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સહાયની રકમ 2 ઓગસ્ટના રોજ ઓનલાઇન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ( DIRECT BENEFIT TRANSFER ) દ્વારા ચૂકવવાની યોજના લોન્ચ કરવામાં આવશે. રૂપાણી સરકારનો આ મહત્વનો નિર્ણય બાળકોના સંદર્ભમાં લેવાયો છે. કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને સહાય મળવી જોઈએ, તે વાત સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પાટણ જિલ્લાના 22 નિરાધાર બાળકોને રૂપિયા 88000ની સહાય

ત્રણ દિવસમાં ખાતા ખોલવા આદેશ

સરકાર દ્વારા એક વાલી ગુમાવનાર બાળકના બેન્ક ખાતા ખોલવા આદેશ કરવામાં આવ્યો છે. કેમ કે, ઓગસ્ટ મહિનામાં તેમને આ સહાય ચૂકવવામાં આવશે. જેથી ત્રણ દિવસમાં ખાતા ખોલવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ ગુજરાતમાં કોરોનાથી માતા-પિતા ગૂમાવી ચૂકેલા નિરાધાર બાળકો પ્રત્યે સંપૂર્ણ સંવેદનાથી શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details