ગુજરાત

gujarat

ગાંધીનગરમાં ત્યજી દેવાયેલા બાળકને અપાશે દત્તક, બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતે આપી મંજૂરી

By

Published : Nov 11, 2021, 1:23 PM IST

ગાંધીનગરમાં ઓક્ટોબર મહિનામાં પેથાપુર ગૌશાળામાં (Pethapur Gaushala) ત્યજી દેવાયેલી સ્થિતિમાં એક બાળક મળી આવ્યું હતું. ત્યારે આ બાળકનો પિતા અને આરોપી સચિન દિક્ષિત (Accused Sachin Dixit) નામનો વ્યક્તિ નીકળ્યો હતો. સાથે જ તેણે બાળકની માતા મહેંદી નામની મહિલાની પણ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે હવે બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતે (Accused Sachin Dixit) બાળકને દત્તક આપવા માટે સંમતિ આપી છે. એટલે હવે આ બાળકને કાયદાકીય રીતે દત્તક લેવામાં આવશે.

ગાંધીનગરમાં ત્યજી દેવાયેલા બાળકને અપાશે દત્તક, બાળકના પિતા અને સચિન દિક્ષિતે આપી મંજૂરી
ગાંધીનગરમાં ત્યજી દેવાયેલા બાળકને અપાશે દત્તક, બાળકના પિતા અને સચિન દિક્ષિતે આપી મંજૂરી

  • ગાંધીનગરના પેથાપુરમાં ત્યજી દેવાયેલા બાળકનો મામલો
  • ત્યજી દેવાયેલા આ બાળકને હવે કોઈ પણ દત્તક લઈ શકશે
  • બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતે (Accused Sachin Dixit) આપી મંજૂરી
  • અત્યારે આ બાળક ઓઢવ સંરક્ષણ ગૃહમાં છે
  • દત્તક લેવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા (Registration Process) હાથ ધરાશે
  • ચાઈલ્ડ વેલફેર કમિટિએ (Child Welfare Committee) સબંધિત રિપોર્ટ સોંપ્યો

ગાંધીનગરઃ પેથાપુર નજીક ગૌશાળામાં (Pethapur Gaushala) ઓક્ટોબર મહિનામાં આરોપી સચિન દિક્ષિત (Accused Sachin Dixit) પોતાના બાળકને ત્યજી દીધો હતો. ત્યારબાદ આરોપી સચિન દિક્ષિતની (Accused Sachin Dixit) ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ મામલે એક પછી એક ખુલાસા સામે આવ્યા હતા. આરોપી સચિને પ્રેમિકા અને બાળકની માતા મહેંદી નામની મહિલાની હત્યા કરી હતી. ત્યારબાદ આત્યારે જેલમાં રહેલા બાળકને દત્તક લેવા પોતાની સંમતિ કાયદાકીય રીતે સચિને દર્શાવી છે, જેથી કાયદાકીય રીતે હવેથી આ બાળકને દત્તક લેવાશે.

ચાઈલ્ડ વેલફેર કમિટિએ (Child Welfare Committee) સબંધિત રિપોર્ટ સોંપ્યો

આ પણ વાંચોઃપેથાપુર ઘટના મામલો : સચિન દિક્ષિતનો DNA રિપોર્ટ આવ્યો સામે,આરોપીના બન્ને બાળકો હતા

રાજ્યભરમાં આ કેસે ચકચાર મચાવી હતી

ચકચાર મચાવી ચૂકેલા આરોપી સચિન દિક્ષિતનો કેસ રાજ્યભરમાં ચર્ચામાં રહ્યો હતો. પોતાના 11 મહિનાના બાળકને ત્યજી આરોપી સચિન દિક્ષિત ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બાળકના માતાની હત્યા ખૂદ સચિને કરી છે. જ્યારે બાળકના વાલી વારસા તરીકે સચિન ખૂદ હત્યાના આરોપમાં જેલમાં છે. જોકે, બાળકને દત્તક આપવા માટે પિતા પાસેથી કાયદેસરની મંજૂરી મેળવવાની હોય છે. તે માટે આરોપી અને બાળકના પિતા સચિન દિક્ષિતને આ અંગે પૂછતા તેણે બાળકને દત્તક આપવા માટે સંમતિ આપી છે.

આ પણ વાંચો-જાણો પ્રેમિકાની હત્યા કરનારા અને બાળક 'સ્મિત'ને ત્યજી દેનારા સચિન દીક્ષિત કેસનું અતથી ઇતિ

બાળગૃહમાં હવે બાળકને દત્તક લેવાની કામગીરી શરૂ કરાશે

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં ચેરપર્સન જાગૃતિ પંડ્યાએ (Chairperson of Gujarat State Child Protection Commission Jagruti Pandya) આ અંગે કહ્યું હતું કે, અત્યારે બાળક ઓઢવ શિશુ ગૃહમાં CNCP (કેર એન્ડ પ્રોટેક્શન) અંતર્ગત વ્યવસ્થામાં છે. બાળકના આ કેસમાં CWC (ચાઈલ્ડ વેલફેર કમિટિ)એ પિતા સચિન દિક્ષિતનો કન્સર્ન રિપોર્ટ સબમિટ કર્યો છે. કન્સર્નની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પિતાએ બાળકને દત્તક આપવાની પ્રક્રિયા માટે સંમતિ (Consent to the adoption process) આપી દીધી છે. બાળકને હવે બાળ ગૃહમાં દત્તક લેવાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેથી હવે બાળકને દત્તક લેવાની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા (Process of Registration) શરૂ થશે.

25 દિવસ જેટલા સમયથી આ બાળક શિશુ ગૃહમાં છે

ઘણા કપલે આ બાળકને દત્તક લેવા સંમતિ દર્શાવી હતી. હવે કોઈ પણ કાયદાની રૂએ બાળકને નિયમો આધીન દત્તક લઈ શકશે. જોકે, છેલ્લા 25 દિવસ જેટલા સમયથી આ બાળક શિશુ ગૃહમાં છે. નિયમો પ્રમાણે, જેતે કપલની ઉંમર, તેમની આર્થિક સ્થિતિ વગેરે બાબતોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારની કારા એજન્સીના નિયમોને અનુસરવા પડશે. ત્યારબાદ જ બાળકને દત્તક આપી શકાય છે. જોકે, 9 ઓકટોબરે પહેલા જ દિવસે રાજ્યના ગૃહપ્રધાનને 190 લોકોએ ફોન કરી આ બાળક દત્તક લેવા માટે તૈયારી દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

...view details