ETV Bharat / city

પેથાપુર ઘટના મામલો : સચિન દિક્ષિતનો DNA રિપોર્ટ આવ્યો સામે,આરોપીના બન્ને બાળકો હતા

author img

By

Published : Oct 16, 2021, 2:14 PM IST

ગાંધીનગરમાં ત્યજી દેવાયેલી સ્થિતિમાં મળેલા 11 મહિનાના બાળકના કેસના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. ત્યારે આ મામલે પોલીસે આરોપી સચીન દિક્ષિતની ધરપકડ કરી છે. તો હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. કારણ કે, આ બાળકનો DNA આરોપી સચીન દિક્ષિત અને મૃતક મહેંદી પેથાણીના DNA રિપોર્ટ સાથે મેચ થયાો છે. આથી પૂરવાર થયું છે કે, આ બાળક આ બંનેનું જ છે. એટલે સચિન જ આ બાળકનો પિતા હોવાનું બહાર આવ્યું છે.

ગાંધીનગરમાં ત્યજી દેવાયેલા બાળકનો પિતા આરોપી સચિન દિક્ષિત જ નીકળ્યો, DNA રિપોર્ટમાં આવ્યું સામે
ગાંધીનગરમાં ત્યજી દેવાયેલા બાળકનો પિતા આરોપી સચિન દિક્ષિત જ નીકળ્યો, DNA રિપોર્ટમાં આવ્યું સામે

  • રાજયમાં ત્યજી દેવાયેલા બાળકનો મામલો
  • આરોપી સચિન દિક્ષિત અને મૃતક મહેંદી પેથાણીનો DNA બાળક સાથે થયો મેચ
  • સાયન્ટિક પૂરાવામાં આરોપી સચિન દિક્ષિત જ બાળકનો પિતા
  • હવે સચિન દીક્ષિત સામે બાળકને તળછોડવાનો કેસ દાખલ થશે

ગાંધીનગર: રાજ્યમાં 11 માસના બાળકને તરછોડવાના મામલાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. આરોપી સચિન દિક્ષિત નામનો વ્યક્તિ શુક્રવારે 8 ઓક્ટોબરે મોડી રાત્રે પેથાપુરની સ્વામિનારાયણ ગૌશાળા પાસે બાળકને ત્યજીને ગયા હોવાના સમાચાર ગણતરીના કલાકોમાં સમગ્ર રાજ્યમાં વહેતા થયા હતા. ત્યારે રાજસ્થાન કોટાથી આરોપી સચીન દિક્ષિતની ધરપકડ થઈ હતી. ત્યારબાદ એક પછી એક ખૂલાસા થઈ રહ્યા છે. આરોપી સચિન દિક્ષિતે બાળકની માતા મહેંદી પેથાણીનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. જ્યારે બાળકના માતાપિતા કોણ છેય તે જાણવા માટે પોલીસે DNA સેમ્પલ લીધા હતા, જેનો આજે ગાંધીનગર પોલીસને મળેલા FSLના રિપોર્ટ પ્રમાણે સચિને દિક્ષિત જ બાળકનો પિતા હોવાનું ફલિત થયું છે.

આ પણ વાંચો- સચિન દીક્ષિતે હજુ સુધી તેના બાળકને મળવા માટે તૈયારી નથી બતાવી

બાળક અને સચિન દિક્ષિતના DNA થયા મેચ

બાળકના માતાપિતા કોણ છે. તે અંગે પોલીસે બાળકને કેર કરીને સિવિલ હોસ્પિટલમાં જ બાળકનો DNA રિપોર્ટ દીધો હતો ત્યારબાદ આરોપી સચિન દિક્ષિતની ધરપકડ થયા બાદ તેનો પણ રિપોર્ટ લેવામાં આવ્યો હતો. DNA રિપોર્ટ માટે બાળકના દાંતના સેમ્પલ લેવામાં આવ્યા હતા જ્યારે આરોપી સચિન દિક્ષિતના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં સાત દિવસ બાદ FSLના રિપોર્ટ પ્રમાણે બાળક અને આરોપી સચિન દિક્ષિતના DNA રિપોર્ટ મૅચ થયા છે. સાયન્ટિફિક પૂરાવા તરીકે સચિન દિક્ષિત જ 11 માસના બાળકનો પિતા હોવાનું સાબિત થયું છે. તો

આ પણ વાંચો- Mehndi Murder Case: પ્રેમી સચિન સાથે રહેવું કે નહીં તે માટે ગાંધીનગર જીવન આસ્થા હેલ્પ લાઈનમાં મહેંદીએ માંગી હતી મદદ

8 ટીમ કાર્યરત, તમામ રાજ્યને કરાઈ હતી જાણ

ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ બાળકને શોધવા પોલીસે કરેલી કામગીરી બાબતે જણાવ્યું હતું કે, ગાંધીનગર પોલીસને રાત્રે 9:30 વાગ્યે બાળક મળ્યું હોવાની વાત મળી હતી ત્યારબાદ બાળકને શોધવા ગાંધીનગર પોલીસની 8 ટીમ તૈયાર કરવામાં આવી હતી, જેમાં LCB અને SOGની ટીમને તપાસ સોંપવામાં આવી હતી.

પોલીસની 2 ટીમ સિવિલ ડ્રેસમાં બાળકના ફોટો સાથે ગામડામાં ગઈ હતી

આ સાથે જ 2 મહિલા ટીમ અને 2 ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે સામેલ થઈ હતી. જ્યારે અન્ય 2 ટીમ સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે ગાંધીનગરના ગામડામાં મોકલવામાં આવી હતી. તો પોલીસની વધારાની એક ટીમ દેશના તમામ રાજ્યોના પોલીસ કન્ટ્રોલ રૂમને બાળકની માહિતી પહોંચાડવા પણ કાર્યરત કરવામાં આવી હતી.

ગાંધીનગર પોલીસે સવારે 4 વાગ્યે આરોપીને ગાંધીનગર લઈ આવી

અત્યાર સુધીમાં ગાંધીનગર પોલીસે 70થી વધુ CCTV ફૂટેજની ચકાસણી પણ કરી હતી. ત્યારે અચાનક વડોદરાથી બાળકને ઓળખી ગયા હોવાનો ફોન પોલીસને પ્રાપ્ત થયો હતો અને ગણતરીના કલાકમાં જ આરોપી સચિન દિક્ષિતને રાજસ્થાનના કોટાથી અટકાયત કરીને રવિવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ગાંધીનગર ખાતે લાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મહેંદીની હત્યા કરી ભાગ્યો હોવાનું અને બાળકને તરછોડી હોવાનું પણ નિવેદન આરોપી સચીન દિક્ષિતે પોલીસને આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.