ગુજરાત

gujarat

દીવમાં 'મહા' વાવાઝોડા સામે લડવા NDRFની 2 ટીમ તૈયાર

By

Published : Nov 5, 2019, 11:42 PM IST

દીવ: સંઘ પ્રદેશથી લઈને પોરબંદર સુધીના દરિયાઈ વિસ્તારમાં 'મહા' વાવાઝોડું ત્રાટકી શકે છે. જેને લઇને સંઘ પ્રદેશ દીવમાં NDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત વધારાની 3 ટીમ મંગળવાર રાત્રી સુધી આવી શકે છે.

દીવમાં 'મહા' વાવાઝોડા સામે લડવા NDRFની 2 ટીમ તૈયાર

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું 'મહા' નામનું વાવાઝોડું દરિયાઈ તટ પર આગામી ગુરુવાર સુધીમાં ત્રાટકી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો સંભવિત વાવાઝોડું દીવના તટીય વિસ્તારો પર ત્રાટકે તો ખૂબ મોટા પાયે નુકસાન થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

દીવમાં 'મહા' વાવાઝોડા સામે લડવા NDRFની 2 ટીમ તૈયાર

વાવાઝોડાને લઈને આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેને લઇને સંઘ પ્રદેશ દીવમાં NDRFની બે ટીમના 50 કમાન્ડો આવી પહોંચ્યા છે. જ્યારે અન્ય ત્રણ ટીમના 75 કમાન્ડો મંગળવાર સાંજ સુધીમાં પહોંચી શકે છે. કમાન્ડોને દીવના વિવિધ વિસ્તારો પર રેસ્ક્યૂ માટે મોકલવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details