ગુજરાત

gujarat

Vapi Municipality Election 2021: 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાનનો પ્રારંભ

By

Published : Nov 28, 2021, 11:39 AM IST

Vapi Municipality Election 2021

વાપી નગરપાલિકાના (Vapi Municipality Election 2021) 11 વોર્ડની 43 બેઠકો (43 seats of 11 wards) માટે આજે રવિવારે વહેલી સવારથી 129 મતદાન બુથ પર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. 109 ઉમેદવારો માટે યોજાઈ રહેલા આ મતદાનમાં (voting) સવારે તમામ બુથ પર નીરસ મતદાન ચાલી રહ્યું છે. જેને લઈને સવારથી જ ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોમાં ઉચાટ જોવા મળ્યો હતો.

  • વાપીમાં મતદાનનો પ્રારંભ
  • 109 ઉમેદવારો માટે 129 મતદાન બુથ પર મતદાન
  • સવારમાં નીરસ મતદાન સાથે પ્રારંભ

વલસાડ: વાપીમાં પાલિકાની ચૂંટણીની (vapi municipal ward voting) વાત કરીએ તો વાપીના કુલ 11 વોર્ડના મળીને 1,01,907 મતદારો નોંધાયેલા છે. જેમાં વોર્ડ નંબર 5માં સૌથી વધુ 11,933 મતદારો છે. જ્યારે વોર્ડ નંબર 1માં સૌથી ઓછા 6337 મતદારો છે. વર્ષ 2016ની સરખામણીએ આ વર્ષે મતદારોમાં થયેલા વોર્ડ મુજબ વધારામાં વોર્ડ નંબર 2માં 2251 મતદારોનો વધારો થયો છે. જ્યારે સૌથી ઓછા નોંધાયેલ મતદારો વોર્ડ નંબર 10માં છે. છેલ્લા પાંચ વર્ષમાં વોર્ડ નંબર 10માં માત્ર 594 મતદારોનો વધારો થયો છે.

વાપી નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાનનો પ્રારંભ

આ પણ વાંચો: Vapi Municipality Election 2021: કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ

તમામ બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કુલ મતદાન (voting) બુથ 129 છે. જેના પર રવિવારે વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ થયો છે. તમામ બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મતદારો મતદાન (Vapi Municipality Election 2021) બુથ પર આવી પોતાનો કિંમતી મત આપી રહ્યા છે.

વાપી નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાનનો પ્રારંભ

આ પણ વાંચો: Vapi Municipality Election 2021: જે કામ કરશે તે જ ઉમેદવારોને મત આપીશું, મતદારોનું સ્પષ્ટ વલણ

11 વોર્ડમાં 109 ઉમેદવારો

ઉલ્લેખનીય છે કે, વાપીના 11 વોર્ડમાં યોજાઈ રહેલા મતદાનમાં (43 seats of 11 wards) ભાજપના 43, કોંગ્રેસના 42 અને આમ આદમી પાર્ટીના 24 મળી કુલ 109 ઉમેદવારો માટે આ મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી જ તમામ બુથ પર મતદારોનો નીરસ ઉત્સાહ જોતા ઉમેદવારોમાં પણ ઉચાટ જોવા મળી રહ્યો છે.

વાપી નગરપાલિકાના 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાનનો પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details