Vapi Municipality Election 2021: જે કામ કરશે તે જ ઉમેદવારોને મત આપીશું, મતદારોનું સ્પષ્ટ વલણ

author img

By

Published : Nov 23, 2021, 2:13 PM IST

Vapi Municipality Election 2021: જે કામ કરશે તે જ ઉમેદવારોને મત આપીશું, મતદારોનું સ્પષ્ટ વલણ

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકામાં (Vapi Municipality) હાલ ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. અહીં 11 વોર્ડની 43 બેઠકો પર ભાજપ (BJP), કોંગ્રેસ (Congress), આમ આદમી પાર્ટીના (AAP) મળીને કુલ 109 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે ત્યારે આ ચૂંટણી પ્રચારમાં (Election Campaign) વોર્ડ નંબર 3 અને 4માં ઉમેદવારો કયા મહત્ત્વના મુદ્દાને લઈને પ્રચાર કરી રહ્યા છે. તે અંગે ETV Bharat સમક્ષ તમામે પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતાં.

  • વાપી નગરપાલિકાના (Vapi Municipality) વોર્ડ 3માં ત્રિપાંખિયો જંગ
  • વોર્ડ નંબર 4માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
  • બને વોર્ડમાં મતદારો બનશે નિર્ણાયક

વાપીઃ વાપી નગરપાલિકામાં (Vapi Municipality) 28 નવેમ્બરે પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થશે. ગઈ ટર્મમાં સત્તા પર રહેલા ભાજપે (BJP) આ વખતે ફરી સત્તા જાળવી રાખવા ચૂંટણી પ્રચાર (Election Campaign) તેજ કર્યો છે. તો સત્તા મેળવવા કોંગ્રેસ (Congress) અને આપના (AAP) ઉમેદવારોએ પણ કમર કસી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આવો જાણીએ વોર્ડ નંબર 3 અને 4માં થયેલા વિકાસના કામો, મતદારોની સંખ્યા, પ્રચારના મહત્વના મુદ્દાઓ અંગે આ વિશેષ અહેવાલમાં.

વાપી નગરપાલિકાના (Vapi Municipality) વોર્ડ 3માં ત્રિપાંખિયો જંગ

વોર્ડ નંબર 4માં ભાજપ-કોંગ્રેસની સીધી ટક્કર

વાપીમાં 28મી નવેમ્બરે 11 વોર્ડની 43 બેઠકો પર મતદાન થશે. આ ચૂંટણીમાં ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આપ (AAP)ના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. વાપી નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર 3માં ભાજપ-કોંગ્રેસ-આપના ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. તો, વોર્ડ નંબર 4માં ભાજપનો (BJP) કોંગ્રેસ (Congress) સામે સીધો જંગ છે. બંને વોર્ડમાં ત્રણેય પક્ષોના ઉમેદવારોએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

બને વોર્ડમાં મતદારો બનશે નિર્ણાયક
બને વોર્ડમાં મતદારો બનશે નિર્ણાયક

આ ઉમેદવારો છે મેદાનમાં

વોર્ડ નંબર 3ની વાત કરીએ તો, આ વોર્ડમાં ભાજપે અર્ચના બંકિમ દેસાઈ (Archana Bankim Desai), દેવલ દિપકભાઈ દેસાઈ (Deval Dipak Desai), પરીક્ષિત પટેલ (Parikshit Patel) અને સુરેશ પટેલ (Suresh Patel) નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે વિનય શાહ (Vinay Shah), રાગીણી ઠાકુર (Ragini Thakur), મોન્ટુબેન પંચાલ (Montuben Panchal) અને મેહુલ મકવાણા (Mehul Makwana) નામના ઉમેદવારોની પેનલ રચી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ (AAP) શેહનાઝ અબ્દુલ રસીદ શેખ (Shehnaz Abdul Rashid Sheikh), કિન્નર દેસાઈ (Kinnar Desai) અને સલીમ થોભાણી (Salim Thobhani) નામના 3 ઉમેદવારોને ટિકિટ આપી છે.

ભાજપ પેનલે ગત ટર્મમાં પૂરા કરેલા કામના લિસ્ટ સાથે પ્રચાર કર્યો

ગઈ ટર્મમાં વોર્ડ નંબર- 3ની પેનલ ભાજપે (BJP) જીતી હતી. આ વખતે ભાજપ (BJP) એ જ વિકાસના કામોનું લિસ્ટ લઈને પ્રચાર કરી રહ્યા છે. તેવું હાલના ઉમેદવાર પરીક્ષિત પટેલનું કહેવું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે પેનલ સાથે પ્રચાર કરી રહ્યા છીએ જેમાં મતદારોનો ખુબ જ સારો આવકાર મળી રહ્યો છે. પાછલી ટર્મના ઉમેદવારોએ વોર્ડ નંબર- 3ના મહત્ત્વના તમામ વિકાસના કામો પૂર્ણ કર્યા છે.

કોંગ્રેસના ઉમેદવારોનો પાણી અને ઘર વેરો ઘટાડવાની ખાતરી

કોંગ્રેસના ઉમેદવાર વિનય શાહે (Congress candidate Vinay Shah) જણાવ્યું હતું કે, ગઈ ટર્મમાં ભાજપશાસિત પાલિકાના વોર્ડ નંબર 3માં આડેધડ પ્લાન પાસ કરી ભ્રષ્ટાચાર થયો છે. અમે આ ચૂંટણીમાં ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર (Door to Door Election Campaign) કરી રહ્યા છીએ, જેમાં ભાજપના કમિટેડ વોટર્સ (BJP's committed voters) પણ કોંગ્રેસના ઉમેદવારોને (Congress Candidates) સમર્થન આપી રહ્યા છે. વધેલી મોંઘવારીથી મતદારો ત્રાહિમામ છે. મતદારોમાં આક્રોશ છે. એટલે કોંગ્રેસને આ વખતે જીત મળે તેવી ખાતરી આપી રહ્યા છીએ. કોંગ્રેસ પણ જો આ ચૂંટણી જીતશે. તો પાલિકામાં 600 ગણો થયેલો પાણીવેરો અને ઘરવેરો ઘટાડીશું. ભ્રષ્ટાચારમુક્ત શાસન આપીશું. પૈસાના વેડફાટ પર રોક લગાવી પાયાની સગવડ પૂરી પાડીશું. એસી કેબિનમાં બેસવાને બદલે પ્રજા વચ્ચે જઈ તેને સાંભળી મદદ કરીશું તેવો કોલ આપી રહ્યા છે.

બને વોર્ડમાં મતદારો બનશે નિર્ણાયક
બને વોર્ડમાં મતદારો બનશે નિર્ણાયક

AAP પાર્ટીના ઉમેદવાર પણ પ્રચારમાં

વોર્ડ નંબર-3માં ભાજપ (BJP)-કોંગ્રેસ (Congress) ઉપરાંત આમ આદમી પાર્ટીના (AAP) 3 ઉમેદવારો પણ મેદાનમાં છે. તેઓ પણ હાલ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર (Election Campaign) કરી રહ્યા છે. એટલે અહીં ત્રિપાંખિયો જંગ છે. જ્યારે વોર્ડ નંબર-4માં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. વોર્ડ નંબર- 4માં ભાજપે અનુભવી અને ગત ટર્મમાં સારી સરસાઈથી વિજય મેળવેલાં મહિલા ઉમેદવાર ભારતી ચૌહાણને ફરી ટીકીટ આપી છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ કૌશિક પટેલ, મનોજ લાલજી પટેલ અને શિલાબેન કટારમલને મેદાને ઉતાર્યા છે. જ્યારે તેમની સામે કોંગ્રેસે હસમુખ પંચાલ, અઝીમ ખાન રૂબઅલીખાન, સીમાબેન સાવંત અને મીનાબેન ઘાયલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

વોર્ડ નંબર 4માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ
વોર્ડ નંબર 4માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ

ભાજપના શાસનમાં પાણીની વર્ષો જૂની સમસ્યા હલ થઈ

વોર્ડ નંબર 4 માટે પણ પૂરજોશ પ્રચારમાં ઉતરેલા ભાજપ પેનલના રિપીટ ઉમેદવાર ભારતીબેન ચૌહાણે જણાવ્યું હતું કે, ગઈ ટર્મમાં વોર્ડ નંબર 4ની વર્ષો જૂની પાણીની સમસ્યા હલ કરી છે. અનેક યોજનાઓનો લાભ વિસ્તારના લોકોને આપ્યો છે. હાલ ડૉર ટૂ ડૉર પ્રચાર (Door to Door Campaign) કરી રહ્યા છીએ અને માત્ર અમારી પેનલ જ નહીં, પરંતુ તમામ 44 બેઠક પર વિજય મેળવીએ તે માટે અપીલ કરી રહ્યા છીએ. લોકોનું સમર્થન ભાજપ સાથે છે અને તેમનો વિશ્વાસ જ બતાવે છે કે, અમે તમામ 44 બેઠક પર વિજય મેળવીશું.

કોંગ્રેસ પાસે મોંઘવારી, સ્થાનિક પાયાગત સુવિધાઓ મુખ્ય મુદ્દા

વોર્ડ નંબર- 4માં કોંગ્રેસે આ વખતે મુસ્લિમ ઉમેદવાર અઝીમ ખાનને અને હસમુખ પંચાલને ભાજપ સામેની સીધી ટકકરમાં ઉતાર્યા છે. બંનેનું વોર્ડ નંબર- 4માં સારું પ્રભુત્ત્વ છે. ત્યારે આ ચૂંટણી અંગે બંનેએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 4માં ભાજપની ગઈ ટર્મના ઉમેદવારોએ કોઈ જ સારા કામ કર્યા નથી. વોર્ડ નંબર 4માં આજે પણ પાણી, લાઈટ, રસ્તા, શાળાના પ્રશ્નો છે. વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા છે. 20 વર્ષથી આ વોર્ડ અનેક સમસ્યાથી ઘેરાયેલો છે. અમે આ તમામ કામો પૂર્ણ કરવાની ખાતરી સાથે ચૂંટણી પ્રચાર (Election Campaign) કરી રહ્યા છીએ અને તેમાં કોંગ્રેસને ખૂબ સારું જનસમર્થન મળી રહ્યું છે. આ વોર્ડમાં આ વખતે કોંગ્રેસની પેનલ જીત મેળવશે.

ભાજપના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર: કોંગ્રેસ

પાલિકા ચૂંટણીને લઈને વલસાડ જિલ્લા કોંગ્રેસના સેક્રેટરી ફરહાન બોગા (Valsad District Congress Secretary Farhan Boga) પણ હાલ દરેક ઉમેદવાર સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. તેમનું કહેવું છે કે, ભાજપ જ્યારથી વાપી નગરપાલિકામાં (Vapi Municipality) સત્તા પર છે. ત્યારથી માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. RTIમાં કોઈ જવાબ આપતા નથી. કોઈનું સાંભળતા નથી. રસ્તા ગટરના કામો માત્ર ભ્રષ્ટાચાર આચરવા કરી રહ્યા છે. અમારું કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે, જો અમે સત્તા પર આવીશું. તો ભ્રષ્ટાચારમુક્ત શાસન આપીશું. અન્યાયની સામે એક સમાન ન્યાય આપીશું. દરેક વિસ્તારોમાં પીવાના પાણી સહિતની સમસ્યા હલ કરી અને જીઆઇડીસીમાંથી (GIDC) જે કેમિકલના કારણે આરોગ્ય બગડી રહ્યા છે. તેના પર અંકુશ લાવવા પ્રયાસ કરીશું.

જે વિકાસ કરશે તેને મત આપીશુંઃ મતદારો

જોકે, આ વખતે વોર્ડ નંબર 4માં યુવા મતદારો પણ ગત ટર્મના શાસનથી નારાજ છે. તેમનું કહેવું છે કે, ગત ટર્મની સરકારે કે તેના ઉમેદવારોએ વોર્ડ નંબર- 4માં કોઈ કામ કર્યા નથી. એટલે આ વખતે અમે એવા ઉમેદવારોને મત આપીશું, જે આ વોર્ડના કામ કરશે. પછી તે ગમે તે પક્ષના હોય અમારી એક જ માગ છે કે, જે વિકાસના કામ કરશે તેને મત આપવો. અમે એવા ઉમેદવારને મત આપવા નથી માગતા જે ચૂંટણી સમયે દેખાયા બાદ જીત મેળવી ફરી ક્યારેય પ્રજા વચ્ચે આવતા નથી. એટલે અમારી પસંદ પ્રજાહિતના કામ કરનાર ઉમેદવાર છે.

વોર્ડ નંબર-3 અને 4માં થયેલી કામગીરી

વોર્ડ નંબર- 3 અને 4માં આવતા મુખ્ય વિસ્તારની અને ગઈ ટર્મમાં થયેલી કામગીરી, વોર્ડમાં કુલ કેટલા મતદારો છે. તે અંગે વાત કરીએ તો, વોર્ડ નંબર -3માં કબ્રસ્તાન રોડ, આઝાદ કાંટા, ગોકુલ વિહાર સોસાયટી, મંગલમૂર્તિ સોસાયટી, હિરલ પાર્ક, અતુલ સોસાયટી, નુતન નગર જેવા પોશ વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- Gujarat Gram Panchayat Election 2021: 19 ડિસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી

વોર્ડ નંબર 3માં 2,097 મતદારોનો વધારો

વોર્ડ નંબર 3માં વર્ષ 2016ની પાલિકાની ચૂંટણી સમયે મતદારોની સંખ્યા 7,734 હતી, જે વધીને હાલમાં 9,831 જેટલી થઈ છે. 2,097 મતદારોનો વધારો થયો છે. અહીં ખાસ કરીને જૈન, દેસાઈ, પટેલ, મુસ્લિમ, મહારાષ્ટ્રિયન, સૌરાષ્ટ્ર-કચ્છના પટેલ, ભાનુશાલી તથા ઉત્તર ભારતીય સમાજના મતદારો છે. આ વોર્ડમાં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો દબદબો છે, પરંતુ આ વખતે ભાજપ દ્વારા ઉતારેલા ઉમેદવારોનું કોઈ ખાસ વર્ચસ્વ ના હોય કોંગ્રેસ ની જીત મળવાની આશા પ્રબળ બની છે.

વોર્ડ નંબર 4ના ઉમેદવાર પાલિકામાં પ્રમુખ હતા

એ જ રીતે વાપી નગરપાલિકાના (Vapi Municipality) વોર્ડ નંબર 4ની વાત કરીએ તો, વોર્ડ નંબર 4માં આનંદ નગર, આસોપાલવ સોસાયટી, નૂતન નગર, હળપતિવાસ, અનુકૂલ કોમ્પ્લેક્સ, અફસાના માર્કેટ, ગોદાલ નગર, મહેસાણા નગર સોસાયટી, ગુરુ દેવ કોમ્પલેક્સ, વૈશાલી સિનેમા વિસ્તાર, ચીકુવાડી અને મહાવીર નગરનો સમાવેશ થાય છે. ગઈ ટર્મમાં આ જ વોર્ડમાંથી ચૂંટાયેલા વિઠ્ઠલભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ પદે નિમાયા હતા. આ વખતે તેમની પેનલમાંથી ભારતીબેન ચૌહાણને રિપીટ કરાયાં છે.

વોર્ડ નંબર 4માં 5 વર્ષમાં 1,067 મતદારો વધ્યા

વોર્ડ નંબર 4માં મતદારોની સંખ્યાની વાત કરીએ તો, ગત પાલિકાની ચૂંટણી સમયે કુલ મતદારોની સંખ્યા 8,366 હતી, જે વધીને અત્યારે 9,433 જેટલી થઈ છે. છેલ્લા 5 વર્ષમાં અહીં 1,067 જેટલા મતદારોનો વધારો થયો છે. વોર્ડ નંબર- 4માં મુસ્લિમ સમાજ, ધોડિયા પટેલ, હળપતિ, પાટીદાર, રાજસ્થાની સમાજ અને આ ઉપરાંત ઉત્તર ભારતીય સમાજની સારી વસ્તી છે.

આ પણ વાંચો- Assembly Election 2022: તાપીમાં કોંગ્રેસ દ્વારા ‘‘જન જાગરણ અભિયાન’’ની ટ્રેકટર રેલી

બંને વોર્ડમાં ભાજપનું પલડું ભારે

પચરંગી વસ્તીને કારણે અને કોંગ્રેસના કમિટેડ મુસ્લિમ મતદારો પણ આ વોર્ડમાં હોય ગત ટર્મની સરખામણીએ આ વખતે ભાજપના ઉમેદવારોએ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જોકે, આ બંને વોર્ડમાં ભાજપનું (BJP) પલડું કોંગ્રેસ (Congress)સામે વધુ મજબૂત છે. એટલે કોંગ્રેસ હાલ સરસાઈ મેળવવાની રેસમાં છે. જેમાં તેને વોર્ડ નંબર 3માં ભાજપ (BJP) કરતા આમ આદમી પાર્ટીનો (AAP) વધુ ડર વર્તાઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.