Vapi Municipality Election 2021: કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ

author img

By

Published : Nov 25, 2021, 1:02 PM IST

Vapi Municipality Election 2021

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકામાં હાલ ચૂંટણીનો (Vapi Municipality Election 2021) ધમધમાટ ચાલી રહ્યો છે. 11 વોર્ડની 43 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના મળીને કુલ 109 ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે. આ ચૂંટણીમાં વોર્ડ નંબર 7 ભાજપનો ગઢ ગણાય છે. જ્યાં આ વખતે કોંગ્રેસ, ભાજપ, આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ (a battle between Congress and BJP and AAP candidates) છે. આ વોર્ડમાં ભાજપે છેલ્લી 2 ટર્મથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવતા ઉમેદવારોને રિપીટ ટીકીટ આપી છે. વોર્ડ નંબર 7ના મહિલા ઉમેદવાર ગત ટર્મમાં પાલિકાના ઉપપ્રમુખ હોવાથી આ વિસ્તારમાં વિકાસના ખૂબ સારા કામ થયા છે. તેમ છતાં કોંગ્રેસના મતે આ વિસ્તારમાં આજે પણ રસ્તા-ગંદકી, આવાસ યોજના, શિક્ષણ અને મહિલા સશક્તિકરણના અનેક કામો થયા નથી. જે અંગે બન્ને પક્ષના ઉમેદવારો સમક્ષ તમામે પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતાં.

  • વાપી પાલિકાના વોર્ડ 7માં બહુધા પરપ્રાંતીય મતદારો છે
  • વોર્ડ નંબર 7 ભાજપનો ગઢ મનાય છે
  • 3 ટર્મથી મુખ્ય કહી શકાય તેવા તમામ વિકાસના કામ થયા છે

વલસાડ: વાપીમાં (Vapi Municipality Election 2021) 11 વોર્ડની 44 બેઠકો પૈકી 1 બેઠક ભાજપના ફાળે બિનહરીફ મેળવ્યા બાદ 28મી નવેમ્બરે 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાન થવાનું છે. વાપી પાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર 7માં ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીઓ જંગ (a battle between Congress and BJP and AAP candidates) છે. વોર્ડ નંબર 7માં ભાજપે દિલીપ યાદવ, મનીષા મહેતા, મુકુન્દા પટેલ અને સતીશ પટેલ નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.

Vapi Municipality Election 2021: કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ

કોંગ્રેસે આ વોર્ડ માટે શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરી

વોર્ડ નંબર 7 ભાજપનો ગઢ અહીં દિલીપ યાદવ અને મુકુન્દા પટેલ અગાઉની 2 ટર્મ 1900થી 2500 મતની લીડ સાથે જીત મેળવતા આવ્યા છે. મુકુન્દા પટેલ ગત ટર્મમાં વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ હતાં. કોંગ્રેસે આ વોર્ડ માટે શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં હિના ગોહિલ, રામ પાલ અને નિલેશ પટેલને ટીકીટ આપી છે. આ વોર્ડમાં અન્ય એક મહિલા ઉમેદવારે પણ કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યા બાદ ભાજપને સમર્થન આપવા ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસની પેનલ તૂટી છે. માત્ર 3 જ ઉમેદવાર છે. તો આપ પાર્ટીમાંથી અરવિંદ યાદવ, જીતેન્દ્રસિંગ ઠાકુર, નિર્મલા પરમાર અને રોશની સુરતી નામના ઉમેદવારોની પેનલ રચી છે.

Vapi Municipality Election 2021: કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ
Vapi Municipality Election 2021: કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ

મતદારો ભાજપના સૈનિક ગણે છે: દિલીપ યાદવ

ગત ટર્મમાં વોર્ડ નંબર 7ની ચૂંટણીમાં વિજય મેળવી હાલ ફરી ઉમેદવારી કરી રહેલ દિલીપ યાદવે જણાવ્યું હતું કે, અગાઉની ટર્મમાં મતદારોએ 1900 મતની લીડ અપાવી હતી. ગત ટર્મમાં આ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળ લોકોને આવાસ આપ્યા છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને ગંભીર બીમારીમાંથી છૂટકારો અપાવ્યો છે. પ્રાથમિક જરૂરિયાત ગણાતા રસ્તા- ગટરના સારા કામ કર્યા છે. સ્થાનિક મતદારો ભાજપના સૈનિક ગણે છે અને આ વખતે પણ ભાજપને જ મત આપવાનો કોલ આપી રહ્યા છે.

Vapi Municipality Election 2021: કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ
Vapi Municipality Election 2021: કોંગ્રેસ, ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ

દરેક કામ પૂર્ણ કર્યા હોય ભાજપ પાછલી ટર્મથી પણ વધુ લીડ મેળવશે: મુકુન્દા પટેલ

ગત ટર્મમાં પાલિકાના ઉપપ્રમુખ રહી ચૂકેલા મુકુન્દા પટેલે જણાવ્યું હતું કે, ઉપપ્રમુખ પદે રહ્યા બાદ વોર્ડ નંબર 7માં ખૂબ જ સારા વિકાસના કામ કર્યા છે. વરસાદી પાણી ભરવાની સમસ્યામાંથી છુટકારો અપાવ્યો છે. પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવા દરેક કામ પૂર્ણ કર્યા છે. મતદારોએ અમારી પર સેવેલી આશા અપેક્ષામાં અમે ખરા ઉતર્યા છીએ. એટલે પાછલી ટર્મથી પણ વધુ લીડ સાથે આ વખતે પણ વોર્ડ નંબર 7માં વિજય થઈશું.

મહિલાઓ માટે રોજગારી, શિક્ષણ માટે શાળા મુખ્ય મુદ્દો: હિના ગોહિલ

વોર્ડ નંબર 7માં પ્રથમ વખત ઉમેદવારી કરી રહેલી શિક્ષિત મહિલા ઉમેદવાર હિના ગોહિલે જણાવ્યું હતું કે, અમારા ડૉર ટૂ ડૉરના ચૂંટણી પ્રચારમાં અમે અહીંની અનેક સમસ્યા જોઈ છે. રસ્તા, ગંદકીથી પ્રજા પરેશાન છે. આ વિસ્તારમાં આજે પણ બાળકો માટે સારી શિક્ષણની, મહિલાઓ માટે રોજગારીની વ્યવસ્થા નથી. મહિલાઓ આ અંગે ખુલીને અમારી સામે રજૂઆત કરી રહી છે અને અમારું ધ્યેય આ વિસ્તારમાં બાળકો માટે સારી શાળા, મહિલાઓ માટે વ્યવસાય તેમજ 10 વર્ષથી પેન્ડિંગ રસ્તા, ગટર, વરસાદી પાણીના ભરાવા જેવી સમસ્યાઓ હલ કરવાનો છે.

આવાસ યોજના હેઠળ પાકા ઘર, બાલવાડી આપવાનું કમિટમેન્ટ: રામ પાલ

કોંગ્રેસના ઉમેદવાર (Congress candidate) રામ પાલે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 7 ભાજપનો ગઢ છે પરંતુ આ વિસ્તારમાં ગીતાનગર સ્લમ વિસ્તાર છે. જયાં આજે પણ કેટલાય મતદારો કાચા ઘરમાં રહે છે. પાયાની સગવડ કહી શકાય તેવી રસ્તા, પાણી, સફાઈ, બાળકો માટે બાલવાડીનો અભાવ છે. અમે તે સગવડ આપીશું તેવી કમિટમેન્ટ સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છીએ, જેમાં મતદારોનો પણ સહયોગ મળી રહ્યો છે.

વોર્ડ નંબર 7માં 8652 મતદારો

વોર્ડ નંબર 7માં આવતા મુખ્ય વિસ્તારની અને મતદારોની વાત કરીએ તો, વોર્ડ નંબર 7માં કુલ 8652 મતદારો છે. 2016ની ચૂંટણીના 7152 મતદારોની સરખામણીએ આ વખતે 1500 જેટલા મતદારોનો વધારો થયો છે. સરવૈયા નગર, ગીતા નગર, સીટી પોઇન્ટ, સરદાર માર્કેટ, ટાંકી ફળિયા, જે- ટાઈપ, વિસ્તારનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 7માં ઉત્તર ભારતીય સમાજ ઢોડિયા પટેલ હળપતિ મુસ્લિમ સમાજ તેમજ અન્ય રાજ્યોમાંથી આવેલા વિવિધ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. વોર્ડ નંબર 7 ભાજપનો ગઢ હોવા છતાં અને અનેક વિકાસના કામ કરવામાં આવ્યા હોવા છતાં આ વખતે આ વોર્ડમાં ત્રિપાંખીઓ જંગ હોવાથી ભાજપના મતોનું વિભાજન થવાની શક્યતા છે અને પાછલી ટર્મ કરતા ઓછી લીડથી સંતોષ માનવો પડશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

આ પણ વાંચો: Vapi Municipality Election 2021: જે કામ કરશે તે જ ઉમેદવારોને મત આપીશું, મતદારોનું સ્પષ્ટ વલણ

આ પણ વાંચો: Vapi municipal elections 2021 : સૌથી વધુ મતદારો ધરાવતા વોર્ડ નંબર 5ના લેખાજોખા સાથે ઉમેદવારોનો અભિપ્રાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.